શોધખોળ કરો

મોટો નિર્ણય, ગુજરાતના આ સુપ્રસિદ્ધ મંદિરમાં હવે ટુંકા કપડાં પહેરીને નહીં જઇ શકાય, લગાવાયા 'NO ENTRY'ના બૉર્ડ

ગુજરાતમાં પશ્ચિમ સંસ્કૃતિને તિજાંજલિ આપવાનો એક અનોખો પ્રયાસ દ્વારકામાંથી થયો છે. જગતમંદિર દ્વારકામાં એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે

Dwarka: ગુજરાતમાં પશ્ચિમ સંસ્કૃતિને તિજાંજલિ આપવાનો એક અનોખો પ્રયાસ દ્વારકામાંથી થયો છે. જગતમંદિર દ્વારકામાં એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે, આ નિર્ણય પ્રમાણે હવે હવે કોઇપણ વ્યક્તિ ટુંકા કપડાં પહેરીને મંદિરમાં નહીં જઇ શકે. અહીં હવે ટૂંકાં વસ્ત્રો પર 'NO ENTRY'ના બૉર્ડ પણ લાગ્યા છે. માહિતી પ્રમાણે, જગત મંદિર દ્વારકામાં ભારતીય સંસ્કૃતિને અનુરૂપ મંદિરની ગરિમા જાળવવા માટે આ ખાસ નિર્ણય લેવામાં આવ્યો છે, ભાવિક ભક્તોની લાગણીઓને ઠેસ ના પહોંચે તે માટે આ મહત્વનો નિર્ણય લેવાયો હોવાનું સામે આવ્યુ છે. આ નિર્ણયના બૉર્ડ પણ લગાવવામા આવ્યા છે, જેમાં દર્શનાર્થીઓને સૂચન આપતાં ગુજરાતી-હિન્દી-અંગ્રેજીમાં બેનરો સામેલ છે. 

તાજેતરમાં, આગ્રા-મથુરાના મંદિરોમાં આવતા ભક્તો માટે ડ્રેસ કોડ લાગુ કર્યા પછી, ઘણા જિલ્લાઓના મંદિરોમાં આવા નિયમો લાગુ કરવામાં આવી રહ્યા છે અને ભક્તોને મંદિરમાં હિન્દુ સંસ્કૃતિનું પાલન કરવા વિનંતી કરવામાં આવી રહી છે. તેમને યોગ્ય ડ્રેસ પહેરવા માટે કહેવામાં આવી રહ્યું છે. હવે હાપુડના પ્રસિદ્ધ મુક્તેશ્વર મહાદેવ મંદિરનું નામ પણ સામેલ છે, જ્યાં હવે ભક્તો માટે ડ્રેસ કોડ લાગુ કરવામાં આવ્યો છે. આ અંતર્ગત ફાટેલા જીન્સ, શોર્ટ્સ, ફ્રોક્સ અને નાઈટ સૂટ જેવા કપડા પહેરીને મંદિરમાં આવતા ભક્તોને પ્રવેશ આપવામાં આવશે નહીં.

મંદિર પ્રશાસને શું કહ્યું ?

ગઢ કે રાજા શ્રી મુક્તેશ્વર મહાદેવ મંદિર પ્રશાસન તરફથી મંદિરની બહાર અને અંદર પોસ્ટર લગાવવામાં આવ્યા છે, જેમાં ભક્તોને મંદિરની અંદર યોગ્ય વસ્ત્રો પહેરવાની અપીલ કરવામાં આવી છે. મંદિર પ્રશાસનનું કહેવું છે કે મંદિરની અંદર ચીંથરેહાલ અને ટૂંકા કપડા પહેરવાથી મંદિરની ગરિમા ખરાબ થાય છે. ભક્તોએ આ વાત ધ્યાનમાં રાખવી જોઈએ. જો ભક્તો આવા કપડા પહેરીને આવશે તો તેમને મંદિરમાં પ્રવેશ મળશે નહીં અને તેઓ બહારથી જ ભગવાનના દર્શન કરી શકશે.

મંદિરની બહાર પોસ્ટરો લગાવવામાં આવ્યા 

મંદિરની બહાર લાગેલા પોસ્ટરમાં લખ્યું છે કે, મંદિર દર્શનનું સ્થળ છે, પ્રદર્શનનું નહીં. શ્રી મુક્તેશ્વર મહાદેવ મંદિરે આવતા તમામ ભક્તોને વિનંતિ છે કે માત્ર સાધારણ કપડાં પહેરીને જ મંદિરમાં પધારો. ટૂંકા વસ્ત્રો, હાફ પેન્ટ, બર્મુડા, મીની ટોપ, મીની સ્કર્ટ, નાઈટ સૂટ અને ફાટેલા જીન્સ વગેરે પહેરવા નહીં. બહારથી નોટિસ જોઈને સહકાર આપો. પહેલા પણ ઘણા મંદિરોમાં ભક્તો માટે ડ્રેસ કોડ લાગુ કરવામાં આવ્યો છે. ઘણા લોકો કહે છે કે આવા કપડાં પહેરવાથી અન્ય ભક્તોનું ધ્યાન ભટકાય છે.

Join Our Official Telegram Channel: https://t.me/abpasmitaofficial

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Amit Shah: આંબેડકર અંગે કોંગ્રેસના આરોપ બાદ અમિત શાહે કર્યો પલટવાર, જાણો શું આપ્યો જવાબ
Amit Shah: આંબેડકર અંગે કોંગ્રેસના આરોપ બાદ અમિત શાહે કર્યો પલટવાર, જાણો શું આપ્યો જવાબ
India WTC 2025 Final Scenarios: ગાબા ટેસ્ટ બાદ WTC 2025 ફાઇનલની રેસમાં ભારતની વધી મુશ્કેલી, જાણો ટીમ ઇન્ડિયાનું સમીકરણ
India WTC 2025 Final Scenarios: ગાબા ટેસ્ટ બાદ WTC 2025 ફાઇનલની રેસમાં ભારતની વધી મુશ્કેલી, જાણો ટીમ ઇન્ડિયાનું સમીકરણ
રાજ્યમાં 10 લાખથી વધુ નાગરિકોએ ડાઉનલોડ કરી ‘MY RATION’ એપ, અનાજના ગોડાઉન પર રખાઇ રહી છે CCTVથી નજર
રાજ્યમાં 10 લાખથી વધુ નાગરિકોએ ડાઉનલોડ કરી ‘MY RATION’ એપ, અનાજના ગોડાઉન પર રખાઇ રહી છે CCTVથી નજર
Bhimrao Ambedkar: બાબા સાહેબ આંબેડકર સાથે શાળામાં બની હતી શરમજનક ઘટના, જે બાદ બદલાઈ ગયું તેમનું જીવન
Bhimrao Ambedkar: બાબા સાહેબ આંબેડકર સાથે શાળામાં બની હતી શરમજનક ઘટના, જે બાદ બદલાઈ ગયું તેમનું જીવન
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ambedkar Remarks Row: આંબેડકર અંગે કોંગ્રેસના આરોપ બાદ અમિત શાહનો પલટવારAhmedabad : ICUમાં ધુણ્યો ભુવો, દવા નહીં ભુવાની વીધીથી થયો દર્દી સાજો| Civil HospitalGujarat Weather News: ગુજરાતમાં વધ્યું ઠંડીનું જોર, કચ્છમાં બે દિવસ કોલ્ડવેવની આગાહીNorth India Cold: ઉત્તર ભારતમાં કાતિલ ઠંડી, જમ્મુ કાશ્મીરમાં પારો માઈનસ 8 ડિગ્રી | Abp Asmita

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Amit Shah: આંબેડકર અંગે કોંગ્રેસના આરોપ બાદ અમિત શાહે કર્યો પલટવાર, જાણો શું આપ્યો જવાબ
Amit Shah: આંબેડકર અંગે કોંગ્રેસના આરોપ બાદ અમિત શાહે કર્યો પલટવાર, જાણો શું આપ્યો જવાબ
India WTC 2025 Final Scenarios: ગાબા ટેસ્ટ બાદ WTC 2025 ફાઇનલની રેસમાં ભારતની વધી મુશ્કેલી, જાણો ટીમ ઇન્ડિયાનું સમીકરણ
India WTC 2025 Final Scenarios: ગાબા ટેસ્ટ બાદ WTC 2025 ફાઇનલની રેસમાં ભારતની વધી મુશ્કેલી, જાણો ટીમ ઇન્ડિયાનું સમીકરણ
રાજ્યમાં 10 લાખથી વધુ નાગરિકોએ ડાઉનલોડ કરી ‘MY RATION’ એપ, અનાજના ગોડાઉન પર રખાઇ રહી છે CCTVથી નજર
રાજ્યમાં 10 લાખથી વધુ નાગરિકોએ ડાઉનલોડ કરી ‘MY RATION’ એપ, અનાજના ગોડાઉન પર રખાઇ રહી છે CCTVથી નજર
Bhimrao Ambedkar: બાબા સાહેબ આંબેડકર સાથે શાળામાં બની હતી શરમજનક ઘટના, જે બાદ બદલાઈ ગયું તેમનું જીવન
Bhimrao Ambedkar: બાબા સાહેબ આંબેડકર સાથે શાળામાં બની હતી શરમજનક ઘટના, જે બાદ બદલાઈ ગયું તેમનું જીવન
Mahakumbh 2025: શું મહાકુંભ મેળા માટે ટ્રેનમાં મફતમાં મુસાફરી કરી શકાશે? ભારતીય રેલવેએ આપ્યો જવાબ
Mahakumbh 2025: શું મહાકુંભ મેળા માટે ટ્રેનમાં મફતમાં મુસાફરી કરી શકાશે? ભારતીય રેલવેએ આપ્યો જવાબ
Gandhinagar:  હવે GIDCમાં ઉદ્યોગ માટે જમીન લેવી બનશે સરળ, ગુજરાત સરકારે નિયમોમાં કર્યો સુધારો
Gandhinagar: હવે GIDCમાં ઉદ્યોગ માટે જમીન લેવી બનશે સરળ, ગુજરાત સરકારે નિયમોમાં કર્યો સુધારો
વિજય માલ્યાની સંપત્તિ વેચીને બેન્કોને કેટલા કરોડ રૂપિયા કરાયા પરત?, સંસદમાં નાણામંત્રીએ આપી જાણકારી
વિજય માલ્યાની સંપત્તિ વેચીને બેન્કોને કેટલા કરોડ રૂપિયા કરાયા પરત?, સંસદમાં નાણામંત્રીએ આપી જાણકારી
Rajasthan: બિકાનેરની ફાયરિંગ રેન્જમાં વિસ્ફોટ થતાં બે સૈનિકો શહીદ, એક ઘાયલ
Rajasthan: બિકાનેરની ફાયરિંગ રેન્જમાં વિસ્ફોટ થતાં બે સૈનિકો શહીદ, એક ઘાયલ
Embed widget