શોધખોળ કરો
Advertisement
ગુજરાત સરકારના કર્મચારીઓએ ક્યા આર્થિક લાભ માટે સરકાર સામે ચડાવી બાંયો, CM સામે કરી શું માગણી ?
ગુજરાત સરકારના કર્મચારીઓએ હાલ અમલી પેન્શન સ્કિમમાં ફેરફાર કરવા માટે સરકાર સામે બાંયો ચઢાવી છે. કર્મચારીઓ પેન્શન સ્કિમમાં શું ફેરફાર ઇચ્છે છે? શું છે કર્મચારીની મુશ્કેલીઓ જાણીએ
ગુજરાત સરકરાના કર્મચારીઓ પેન્શન સ્કિમમાં ફેરફાર કરવા માટે સરકારને માંગણી કરી રહ્યાં છે. ગુજરાતમાં NPS હેઠળના સરકારી કર્મચારીને ફેમિલિ પેન્શન સહિતના લાભ મળતા નથી. ઉપરાંત કર્મચારીનું નોકરી દરમિયાન અકાળે મૃત્યુ થાય તો આવા કેસમાં ખૂબ ઓછી રકમ મળે છે. જેનાથી પરિવારનો નિર્વાહ કરવો મુશ્કેલી બને છે.
કર્મચારીની શું છે માંગણી
NPS હેઠળના સરકારી હેઠળના કર્મચારીને નોકરી દરમિયાન મૃત્યુ થાય તો માત્ર 1300 જેટલી જ નહિવત રકમ પેન્શન માટે મળે. આ રકમમાં વધારો થાય તેવી માંગણી કર્મચારીઓએ કરી છે. ફેમિલિ પેન્શનની નજીવી રકમથી પરિવારનો નિર્વાહ કરવો મુશ્કેલ બનતો હોવાથી રકમ વધારા માટે અનુરોધ કર્યો છે.
નેશનલ ઓલ્ડ પેન્શન રિસ્ટોરેશન યુનાઈટેડ ફ્રન્ટ NOPRUF દ્વારા નાણામંત્રી નિર્મળા સિતારમણને રજૂઆત કર્યા બાદ ભારત સરકારે NPSમાં કેન્દ્રીય કર્મચારીઓ માટે માસિક ફાળાની રકમ ૧૦ ટકાથી વધારીને ૧૪ ટકા કરી છે.
વિવિધ કેડરોએ NOPRUFના નેજા હેઠળ મંગળવારે મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાણામંત્રી નીતિન પટેલને ભારત સરકારની નવી પેન્શન યોજનામાં વખતોવખત થયેલા સુધારા મુજબ ગુજરાતમાં પણ NPS ધારકના અવસાન પછી કુટુંબ પેન્શનની જોગવાઈ કેન્દ્રની તર્જ ઉપર શરૂ કરવા માંગણી કરી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ક્રિકેટ
દેશ
ક્રિકેટ
Advertisement
gujarati.abplive.com
Opinion