શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
સન્ની લીયોનીને લઈને ફિલ્મ બનાવનારા આ ગુજરાતી પ્રોડ્યુસરને કચ્છમાંથી ઝડપી કરાયો જેલભેગો, જાણો શું છે કેસ?
ફરિયાદ બાદ પણ પોલીસ પકડથી દુર રહેલા બાગેશ્રીના મહેતાની આખરે શનિવારે પોલીસે ધરપકડ કરી હતી.
અમદાવાદઃ અરબાઝ ખાન અને સની લિયોની આવેલી ફિલ્મ તેરા ઇંતજાર ફિલ્મના પ્રોડયુસર અને બાગેશ્રી ડેવલોપર્સના ડાયરેકટરની આખરે પોલીસે ધરપકડ કરી છે. વર્ષ ૨૦૧૬ અને ૨૦૧૮માં બાગેશ્રી ડેવલોપમેન્ટ પ્રા.લી.ના ડિરેકટર્સ બીજલ જયેશ મહેતા સામે બોગસ દસ્તાવેજ બનાવી બાંધકામ કરી અને દસ્તાવેજનો સાચા તરીકે ઉપયોગ કર્યાની ફરિયાદ અંજાર પોલીસ મથકે નોંધાઈ હતી.
ફરિયાદ બાદ પણ પોલીસ પકડથી દુર રહેલા બાગેશ્રીના મહેતાની આખરે શનિવારે પોલીસે ધરપકડ કરી હતી અને કોર્ટમાં રજૂ કરતા તેને બે દિવસના રિમાન્ડ પર લેવાનો આદેશ કોર્ટ દ્વારા કરાયો હતો.
પ્રાપ્ત માહિતી અનુસાર વર્ષ, ૨૦૧૬માં આચરવામાં આવેલા ગુના અંગે તથા વર્ષ ૨૦૧૮માં બોગસ દસ્તાવેજ બનાવાનો કેસ અંજાર પોલીસ મથકે નોંધાયો હતો. આ અંગે પ્રથમ ફરિયાદ સુરતના અનિતા પવન હિંગોરાણીએ નોંધાવી હતી. જેમાં ગાંધીધામ ડેવલોપમેન્ટ ઓથોરીટી આદિપુરના ખોટા દસ્તાવેજોના પ્લોટની સ્કિમ કરી છેતરપિંડી કરી હતી.
આ પહેલા ગાંધીધામની હેડ સ્ટેટ બેંકને પાઠવેલા પત્રમાં આરટીઆઈ એક્ટિવીસ્ટ રવિંદ્ર સબ્બરવાલે જણાવ્યુ છે કે બાગેશ્રી ટાઉનશીપમાં રહેતા આઈપીએલ ટીમના કો ઓનર, બોલીવુડ પ્રોડ્યુસર અને બિલ્ડર બીજલ જયેશ મહેતા અને તેના એસોસીએટ્સ દ્વારા એસબીઆઈની વિભીન્ન બ્રાંચમાં લોન પાસ કરાવવા માટૅ જીડીએની પરવાનગીના બનાવટી દસ્તાવેજો બનાવીને રજુ કર્યા હતા. જે અંગે જીડીઍ દ્વારા અંજાર પોલીસ મથકે 2016માં એફઆઈઆર પણ નોંધાઇ હતી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
સમાચાર
ક્રિકેટ
Advertisement
gujarati.abplive.com
Opinion