શોધખોળ કરો
છોટાઉદેપુરઃ દીકરીના લગ્નના આગલા દિવસે જ ઘર બળીને થયું ખાખ, જાણો વિગત
આ સાતમાંથી એક લગ્નનું ઘર પણ હતું. આવતી કાલે દીકરીની જાન આવવાની હતી, ત્યારે આગલા દિવસે જ ઘરમાં આગ લાગી જતાં પરિવાર પર દુઃખ આવી પડ્યું છે.

છોટાઉદેપુરઃ નસવાડીના ચામેઠા ગામે એક સાથે સાત મકાનો બળીને ખાખ થઈ જતાં આખા ગામમાં હાહાકાર મચી ગયો છે. આ સાતમાંથી એક લગ્નનું ઘર પણ હતું. આવતી કાલે દીકરીની જાન આવવાની હતી, ત્યારે આગલા દિવસે જ ઘરમાં આગ લાગી જતાં પરિવાર પર દુઃખ આવી પડ્યું છે.
ફાયર આગ કાબૂમાં લે તે પહેલા ભારે નુકસાન થઈ ગયું છે. હાલ મામલતદાર ઘટનાસ્થળે પહોંચી ગયા છે અને વધુ તપાસ હાથ ધરી છે. આગને કામે ઘરોમાં ઘરવખરીનો સામાન બળીને ખાખ થઈ ગયો છે.
જોકે, આગ લાગવાનું કારણ હજુ સુધી સામે આવ્યું નથી. આગને કારણે સાત પરિવાર નિરાધાર બન્યા છે. આગ લાગતાં આસપાસથી લોકો દોડી આવ્યા હતા અને આગ પર કાબૂ મેળવવા માટે મહેનત કરવા લાગ્યા હતા.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
રાજકોટ
ક્રિકેટ
શિક્ષણ
બિઝનેસ
Advertisement
