શોધખોળ કરો
Advertisement
મોરબી અને જામનગરમાં કોરોનાનો પ્રથમ કેસ, ગુજરાતમાં સંક્રમિત દર્દીની સંખ્યા વધીને 128 થઈ
મોરબી અને ભૂજમાં કોરોનાનો એક-એક કેસ નોંધાયો છે. જામનગર બાદ મોરબીમાં પણ કોરોનાનો પ્રથમ કેસ નોંધાયો છે.
અમદાવાદ : ગુજરાતમાં કોરોના વાયરસનો કહેર સતત વધી રહ્યો છે. મોરબી અને ભૂજમાં કોરોનાનો એક-એક કેસ નોંધાયો છે. જામનગર બાદ મોરબીમાં પણ કોરોનાનો પ્રથમ કેસ નોંધાયો છે. રાજ્યમાં કોરોના સંક્રમિત લોકોની સંખ્યા 128 પર પહોંચી છે. જામનગરમાં કોરોના વાયરસનો પ્રથમ પોઝિટિવ કેસ નોંધાયો છે. જ્યારે સુરત ગ્રામ્ય અડાજણ વિસ્તારમાં પણ વધુ એક પોઝિટિવ કેસ સામે આવ્યો છે. આમ કોરોના હવે રાજ્યના 15 જિલ્લામાં પહોંચી ગયો છે. આ સાથે આજે કુલ 20 દર્દીઓ સામે આવ્યા છે. આમ અત્યાર સુધીમાં ગુજરાતમાં કોરોનાના 128 દર્દી થઈ ગયા છે.
સુરત શહેરમાં કુલ 14 પોઝિટિવ કેસ નોંધાયા છે, જ્યારે ગ્રામ્યમાં 2 પોઝિટિવ કેસ નોંધાયા છે. શહેર અને ગ્રામીણ મળી કુલ 16 પોઝિટિવ કેસ સામે આવ્યા છે. અત્યાર સુધીમાં કુલ 2 દર્દીઓના મોત થયા છે.
કોરોનાના સંકટ વચ્ચે અમદાવાદમા 70 વર્ષના પુરુષને સરદાર વલ્લભભાઈ પટેલ હોસ્પિટલમાંથી રજા અપાઈ છે. 26 માર્ચના રોજ દર્દીને કોરોના પોઝિટિવ આવતા દાખલ કરવામાં આવ્યા હતા. 11 દિવસ સુધી મેડિકલ તપાસનો તબક્કો પૂર્ણ કર્યા બાદ દર્દીને રજા આપવામાં આવી હતી.
રાજ્યમાં લોકડાઉનની સ્થિતિ અંગે રાજ્ય પોલીસ વડાએ જણાવ્યું કે, દીવા પ્રગટાવતી વખતે લોકો પુરી સાવધાની રાખે તે જરૂરી છે. કોઈપણ સ્થળે લોકો એકઠા થશે તો કાર્યવાહી કરવામાં આવશે. પોલીસને સતત પેટ્રોલિંગ કરવા માટે સૂચન કર્યું છે.
ગુજરાતમાં જિલ્લા પ્રમાણે કુલ પોઝિટિવ કેસની વાત કરીએ તો રવિવાર 5 વાગ્યા સુધીમાં કેસ આ પ્રમાણે છે.
●અમદાવાદ:53
●સુરત:16
●રાજકોટ: 10
●વડોદરા:10
●ગાંધીનગર:13
●ભાવનગર :11
●કચ્છ:1
●મહેસાણા -1
●ગીરસોમનાથ -2
●પોરબંદર 3
●પંચમહાલ 1
●પાટણ 1
●છોટાઉદેપુર 1
●જામનગર 1
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ટેકનોલોજી
આરોગ્ય
Advertisement