શોધખોળ કરો

રાજ્ય સરકારનો માછીમારો માટે મહત્વનો નિર્ણય,  ડીઝલ સબસીડી સીધી ખાતામાં જમા થશે

મત્સ્યોદ્યોગ ક્ષેત્રે રાજ્ય સરકારે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. માછીમારોને અપાતી ડીઝલ સબસિડી હવે ઓનલાઇન મળશે.

ગાંધીનગર:  રાજ્યમાં માછીમારોને મળતી ડીઝલ સબસીડી અંગે મોટા સમાચાર સામે આવ્યાં છે. એક કે તેથી વધુ 20 મીટરથી ઓછી લંબાઇની યાંત્રિક હોડીઓ ધરાવનાર રાજ્યના તમામ માછીમારોને એન્જીનના હોર્સ પાવર વાઇઝ અને સરકાર દ્વારા માન્ય ડિઝલ પંપો પાસેથી માછીમારીના હેતુ માટે ખરીદેલ વાર્ષિક ડિઝલના ક્વોટા ઉપર 100 ટકા વેટ રાહત આપવામાં આવે છે, જેને ડીઝલ સબસીડી પણ કહેવામાં આવે છે. મત્સ્યોદ્યોગ ક્ષેત્રે રાજ્ય સરકારે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. માછીમારોને અપાતી ડીઝલ સબસિડી હવે ઓનલાઇન મળશે.

હવે સબસિડી ની રકમ માછીમારોના ખાતામાં સીધી જમા થશે. અગાઉ સબસીડીની ચુકવણી માટે આ બિલો મેન્યુઅલી રજૂ કરવા પડતા હતા અને ત્યારબાદ બધી પ્રક્રિયા થતી હતી, જેમાં સમય વધુ બગડતો હતો અને પૈસા મોડા મળતા હતા. પણ હવે રાજ્યના માછીમારોને સબસીડી માટે રાહ નહીં જોવી પડે. રાજ્ય સરકારના આ નિર્ણયથી રાજ્યના 10 હજાર માછીમાર પરિવારોને સીધો કાયમી ફાયદો થશે.

ગુજરાતમાં આગામી 5 દિવસ ભારેથી અતિ ભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી

હવામાન વિભાગે ગુજરાતમાં આગામી 5 દિવસ ભારે વરસાદની  આગાહી કરી છે.  સૌરાષ્ટ્ર કચ્છમાં આજથી ભારે વરસાદ વરસી શકે છે.  દક્ષિણ ગુજરાતમાં પણ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. માછીમારોને દરિયો ન ખેડવા  સૂચના અપાઈ છે.  આગામી  8 અને 9 સપ્ટેમ્બરે રાજ્યમાં સાર્વત્રિક વરસાદ રહેશે.  ખાસ કરીને દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને અમદાવાદમાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે.  બંગાળની ખાડીમાં લો પ્રેશર સર્જાવાનાં કારણે રાજ્યમાં વરસાદી માહોલ રહેવાનું હવામાન વિભાગનું કહેવું છે. 

બનાસકાંઠાનાં અંબાજીમાં ધોધમાર વરસાદ વરસ્યો છે.  રોડ રસ્તાઓ પર  પાણી ભરાયા છે.  વરસાદ આવતા સ્થાનિકોને ગરમીમાંથી રાહત મળી છે.  ખેડૂતો પણ વરસાદથી ખુશ થયા છે.  વરસાદથી ખેતીનાં ખરીફ પાકને ફાયદો થશે. આગામી  8 અને 9 સપ્ટેમ્બરે રાજ્યમાં સાર્વત્રિક વરસાદ રહેશે.  ખાસ કરીને દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને અમદાવાદમાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે.

સુરત ગ્રામ્ય બાદ હવે સુરત શહેરમાં પણ વરસાદ શરૂ થયો છે.  સુરતના અઠવાલાઈન્સ, પાર્લે પોઈન્ટ, પાલ, અડાજણ, રાંદેર, વેસુ, ઉધના, લીંબાયત, વરાછા સહિતના વિસ્તારમાં ધીમીધારે વરસાદ શરૂ થયો છે.  આ વરસાદ ખેડૂતો માટે આર્શિવાદરૂપ સાબિત થશે.  સુરત જિલ્લામાં મેઘરાજાની એન્ટ્રી થઈ છે.  સુરતના માંગરોળ, ઉમરપાડા, કીમ, કોંસબા, ઓલપાડમાં વરસાદ શરૂ થયો છે.   માંગરોળ અને ઉમરપાડામાં ધોધમાર વરસાદ શરૂ થયો છે.  કીમ, કોસંબા અને ઓલપાડમાં હળવાથી મધ્યમ વરસાદ વરસી રહ્યો છે.  વરસાદના પગલે ખેડૂતો ખુશખુશાલ થઈ ગયા. 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ખેડૂત આજે પોતાના દીકરાને ખેડૂત બનાવવા નથી માંગતો, દારૂબંધી અને ખેડૂતોની સ્થિતિ પર ગેનીબેને ભાજપને ઘેરી
ખેડૂત આજે પોતાના દીકરાને ખેડૂત બનાવવા નથી માંગતો, દારૂબંધી અને ખેડૂતોની સ્થિતિ પર ગેનીબેને ભાજપને ઘેરી
Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ
Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ
CM ભૂપેન્દ્ર પટેલ અમેરિકાના પ્રવાસે રવાના, Vibrant Gujarat 2027 માટે વિદેશી રોકાણકારોને આપશે આમંત્રણ
CM ભૂપેન્દ્ર પટેલ અમેરિકાના પ્રવાસે રવાના, Vibrant Gujarat 2027 માટે વિદેશી રોકાણકારોને આપશે આમંત્રણ
ખેડાના ઠાસરામાં બ્રિજ ધરાશાયી, બે ગામ વચ્ચેનો સંપર્ક કપાયો; ગ્રામજનોએ અધિકારીઓનો કર્યો ઘેરાવ
ખેડાના ઠાસરામાં બ્રિજ ધરાશાયી, બે ગામ વચ્ચેનો સંપર્ક કપાયો; ગ્રામજનોએ અધિકારીઓનો કર્યો ઘેરાવ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : બુટલેગરોને ભાજપના નેતાઓના આશીર્વાદ?
Hun To Bolish : હું તો બોલીશ : નેતા કે નફ્ફટ ?
Gujarat Rain Alert: ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદનો માહોલ, જાણો કયા જિલ્લાઓમાં પડશે ભારે વરસાદ
Amit Chavda: ભાજપ નેતા દારુ સાથે ઝડપાતા કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાના ભાજપ પર પ્રહાર
Bharuch News: ભરૂચમાં ભાજપનો નેતા જ નીકળ્યો બુટલેગર!

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, IMD એ રેડ-ઓરેન્જ એલર્ટ આપ્યું
આવતીકાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, IMD એ રેડ-ઓરેન્જ એલર્ટ આપ્યું
ગોઝારો રવિવાર: રાજકોટ અને ઉમેટામાં પાણીમાં ડૂબી જવાથી 6 માસૂમ બાળકોના કરુણ મોત
ગોઝારો રવિવાર: રાજકોટ અને ઉમેટામાં પાણીમાં ડૂબી જવાથી 6 માસૂમ બાળકોના કરુણ મોત
ખેડૂત આજે પોતાના દીકરાને ખેડૂત બનાવવા નથી માંગતો, દારૂબંધી અને ખેડૂતોની સ્થિતિ પર ગેનીબેને ભાજપને ઘેરી
ખેડૂત આજે પોતાના દીકરાને ખેડૂત બનાવવા નથી માંગતો, દારૂબંધી અને ખેડૂતોની સ્થિતિ પર ગેનીબેને ભાજપને ઘેરી
રશિયા પર યુક્રેનનો અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રોન હુમલો: મિસાઈલ ફેક્ટરી બળીને ખાખ
રશિયા પર યુક્રેનનો અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રોન હુમલો: મિસાઈલ ફેક્ટરી બળીને ખાખ
IND vs SL Day 2 Highlights: બીજા દિવસે ભારત 460/9, દેવદત્ત પડિકલની 167 રનની ઐતિહાસિક સદી
IND vs SL Day 2 Highlights: બીજા દિવસે ભારત 460/9, દેવદત્ત પડિકલની 167 રનની ઐતિહાસિક સદી
Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ
Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ
GAS કેડરના 144 ડેપ્યુટી કલેક્ટરની તાત્કાલિક બદલી: જાણો તમારા જિલ્લાના કયા અધિકારી બદલાયા
GAS કેડરના 144 ડેપ્યુટી કલેક્ટરની તાત્કાલિક બદલી: જાણો તમારા જિલ્લાના કયા અધિકારી બદલાયા
આવતીકાલથી ગેસના બાટાલના વધુ રૂપિયા ચૂકવવા પડશે? આજે જ આ કામ પતાવી લો
આવતીકાલથી ગેસના બાટાલના વધુ રૂપિયા ચૂકવવા પડશે? આજે જ આ કામ પતાવી લો
Embed widget