(Source: ECI/ABP News/ABP Majha)
Gujarat Cold: કાતિલ ઠંડીથી ક્યારે મળશે રાહત, જાણો હવામાન વિભાગને શું કરી આગાહી
ગુજરાતમાં છેલ્લા એક સપ્તાહથી કાતિલ ઠંડી પડી રહી છે. હવામાન વિભાગની જણાવ્યા અનુસાર રાજ્યમાં ઠંડીનો ચમકારો યથાવત રહેશે. ગુજરાતમાં છેલ્લા એક અઠવાડિયાથી લોકો વહેલી સવારે ઠંડીનો અનુભવ કરી રહ્યા છે.
અમદાવાદ: ગુજરાતમાં છેલ્લા એક સપ્તાહથી કાતિલ ઠંડી પડી રહી છે. હવામાન વિભાગની જણાવ્યા અનુસાર રાજ્યમાં ઠંડીનો ચમકારો યથાવત રહેશે. ગુજરાતમાં છેલ્લા એક અઠવાડિયાથી લોકો વહેલી સવારે ઠંડીનો અનુભવ કરી રહ્યા છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી ત્રણ દિવસ તાપમાનમાં કોઈ વધારે ફેરફાર થશે નહી. આગામી ત્રણ દિવસ તાપમાનમાં મોટા ફેરફાર નહી જોવા મળે. રાજ્યમાં 2થી 3 ડિગ્રી તાપમાનમાં વધારો થવાની શક્યતા છે.
ત્રણ દિવસ બાદ કડકડતી ઠંડીમાંથી આંશિક રાહત મળશે. પવનની ગતિ બદલાતા ઠંડીમાંથી આંશિક રાહત મળશે. હાલ ઉત્તર-પશ્ચિમથી ઉત્તર-પૂર્વિય દિશા તરફથી પવન ફુંકાઈ રહ્યો છે. ત્રણ દિવસ બાદ ઠંડીમાં ઘટાડો થશે.
રાજ્યના મોટાભાગના શહેરોમાં તાપમાનનો પારો ગગડ્યો છે. ઉત્તર તરફથી આવતા ઠંડા પવનના કારણે ઠંડી વધી છે. રાજ્યના 15 શહેરોમાં તાપમાન 15 ડિગ્રી નીચે નોંધાયું છે. 10.4 ડિગ્રી તાપમાન સાથે નલિયા રાજ્યનું સૌથી ઠંડુ શહેર રહ્યું છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, ત્રણ દિવસ દરમિયાન લઘુત્તમ તાપમાનમાં કોઇ મોટો ફેરફાર જોવા નહીં મળે. જે બાદ ગુજરાતમાં બેથી ત્રણ ડિગ્રી તાપમાન વધી શકે છે. આ સાથે અમદાવાદ અને તેની આસપાસના વિસ્તારોમાં આજે આકાશ સ્વચ્છ રહે તેવી શક્યતા છે. આ સાથે લઘુત્તમ તાપમાન 13 ડિગ્રીની આસપાસ રહે તેવી શક્યતા છે.
24 જાન્યુઆરી સુધી હરિયાણા અને ચંદીગઢના ઘણા સ્થળોએ કોલ્ડવેવની સંભાવના છે. રાજસ્થાનના પશ્ચિમ ભાગોમાં ઠંડીનો ચમકારો યથાવત રહ્યો છે. રાજસ્થાનના અનેક જિલ્લાઓમાં કાતિલ ઠંડી પડી રહી છે. બિહારના ઘણા જિલ્લાઓમાં 24 જાન્યુઆરી સુધી કોલ્ડ ડેની ચેતવણી જારી કરવામાં આવી હતી.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ઉત્તર ભારતમાં આગામી ત્રણથી ચાર દિવસ સુધી ગાઢ ધુમ્મસની સ્થિતિ યથાવત રહેશે. દિલ્હી-એનસીઆરથી લઈને ઉત્તર-પશ્ચિમ અને ઉત્તર-પૂર્વ ભારત સુધી લોકોને આગામી ચાર દિવસ સુધી ઠંડીની લહેરથી રાહત મળવાની અપેક્ષા નથી.
દિલ્હીમાં હવામાન વિભાગે આગામી બે દિવસ માટે ધુમ્મસનું યલો એલર્ટ જાહેર કર્યું છે. હવામાન વિભાગે અનુમાન લગાવ્યું છે કે આગામી બે દિવસ સુધી સવારે ગાઢ ધુમ્મસ રહેશે.
અંબાલાલ પટેલની આગાહી
ગુજરાતમાં ફરી એક વખત કમોસમી વરસાદની શક્યતા છે. સૌરાષ્ટ્ર-કચ્છ અને ઉત્તર ગુજરાતમાં કમોસમી વરસાદની આગહી કરવામાં આવી છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આ આગાહી કરી છે. અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર, પશ્ચિમી વિક્ષેપને લઈ 27 થી 29 જાન્યુઆરી દરમિયાન ગુજરાતના વાતાવરણમાં પલટો આવશે. ગુજરાતમાં કમોસમી વરસાદ વરસશે. અંબાલાલના જણાવ્યા અનુસાર, ફેબ્રુઆરી મહિનાના પ્રથમ સપ્તાહમાં પણ કમોસમી વરસાદ વરસી શકે છે.
રાજ્યના ખેડૂતો માટે ફરી એક વખત ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. રાજ્યમાં ફરી કમોસમી વરસાદની આગાહી અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે. 27 જાન્યુઆરીથી લઈને 29 જાન્યુઆરી સુધીમાં રાજ્યના વાતાવરણમાં પલટો આવશે. આ સિવાય ફેબ્રુઆરી મહિનાના પ્રથમ સપ્તાહમાં પણ રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે.