Gujarat Politics: ઉત્તર ગુજરાતના કોંગ્રેસના દિગ્ગજ નેતા બીજેપીમાં જોડાશે
Gujarat Politics: એક તરફ બનાસકાંઠામાં વરસાદે તારાજી સર્જી છે તો બીજી તરફ રાજકીય ઉથલપાથલ પણ જોવા મળી રહી છે.લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસ માટે માઠા સમાચાર સામે આવ્યા છે.
Gujarat Politics: એક તરફ બનાસકાંઠામાં વરસાદે તારાજી સર્જી છે તો બીજી તરફ રાજકીય ઉથલપાથલ પણ જોવા મળી રહી છે.લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસ માટે માઠા સમાચાર સામે આવ્યા છે. કોંગ્રેસમા પૂર્વ ધારાસભ્ય ગોવાભાઈ દેસાઈ આવતીકાલે ભાજપમાં જોડાશે. કોંગ્રેસના દિગ્ગજ નેતા ગોવાભાઈ દેસાઈને આવકારવા સી.આર.પાટીલ ડીસા આવી શકે છે. ડીસા અને ધાનેરાના પૂર્વ ધારાસભ્ય ગોવા દેસાઇ કોંગ્રેસમાંથી રાજીનામું આપી ચૂક્યા છે. કોંગ્રેસના દિગ્ગજ નેતાના રાજીનામાંને લઈને કોંગ્રેસને ફટકો લાગ્યો છે. સમર્થકો સાથે આવતીકાલે ડીસા એપીએમસીમાં કાર્યક્રમ યોજાશે. ગોવાભાઈને પક્ષમાં લાવવા ભાજપના દિગ્ગજ નેતાઓ શંકર ચૌધરી, બળવંતજી રાજપૂતે ખેલ પાડ્યો હોવાની ચર્ચા છે.
ઉલ્લેખનીય છે કે ગોવાભાઈ રબારી 35 વર્ષથી કૉંગ્રેસ સાથે જોડાયેલા છે. તેમણે સાત વખત કૉંગ્રેસમાંથી ધારાસભ્યની ચૂંટણી લડ્યા હતા. ધાનેરામાં 1995માં કૉંગ્રેસમાંથી ધારાસભ્ય રહી ચૂક્યા હતા. દિયોદરમાંથી ભાજપના ઉમેદવાર સામે તેઓને એક વખત હારનો સામનો કરવો પડ્યો હતો. તેઓ ડીસાથી બે વખત કૉંગ્રેસના ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. ગોવાભાઈ રબારી ડીસાના કુચાવાડાના રહેવાસી છે. તે સિવાય તેઓ ગામના સરપંચ અને જિલ્લા પંચાયતમાં પ્રમુખ પણ રહી ચૂક્યા છે. ગત ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર સામે તેમના પુત્ર સંજય રબારીને હાર મળી હતી.
ગોવાભાઇ રબારીએ કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું
પ્રતિશ્રી જગદીશભાઈ ઠાકોર પ્રમુખ,ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ ને આ મારા પત્રના માધ્યમથી કોંગ્રેસ પાર્ટીના પ્રાથમિક સભ્યપદ સહિત તમામ હોદ્દાઓ પરથી રાજીનામું અર્પણ કરું છું.@jagdishthakormp @RaghusharmaINC@INCGujarat pic.twitter.com/ld9zSCjgs0
— Govabhai Rabari (@GovabhaiRabari_) June 17, 2023
ગુજરાત કોંગ્રેસના દિગ્ગજ નેતા અને બનાસકાંઠાના ડીસા તેમજ ધાનેરાના પૂર્વ ધારાસભ્ય ગોવાભાઇ રબારીએ કોંગ્રેસમાંથી પોતાનું રાજીનામું આપી દેતા રાજકારણ ગરમાયું છે. ગોવાભાઇ રબારીએ કોંગ્રેસની કથળતી જતી હાલતના કારણે વિસ્તારના લોકોના કામકાજ સંતોષ પૂર્વકરીતે કરી શકાતા ન હોવાથી કોંગ્રેસમાંથી રાજીનામું આપવાનું કારણ જણાવ્યું છે.જોકે તેમના સમર્થનમાં આઠ જેટલા અન્ય હોદ્દેદારોએ પણ રાજીનામાં આપતા કોંગ્રેસમાં મોટું ભંગાણ પડ્યું છે.
શક્તિસિંહ અને પાટિલમાં વર્ષો બાદ સામે આવી આ સામ્યતા
ગુજરાતના રાજકારણમાં આજે કોંગ્રેસને વધુ એક મોટા નેતા શક્તિસિંહ ગોહિલ પ્રદેશ અધ્યક્ષ તરીકે મળી રહ્યાં છે, પરંતુ આજે અમાસ હોવાથી ચાર્જ નથી સંભાળી શક્યા. ભાજપ અને કોંગ્રેસ બન્ને પક્ષોના નેતાઓ મૂહુર્તમાં માને છે અને તે પ્રમાણે સારુ કાર્ય કરવામાં મૂહુર્ત જુએ છે. પરંતુ આ વાત માત્ર શક્તિસિંહ ગોહિલ કે કોંગ્રેસ પૂરતી મર્યાદિત નથી, આજના ભાજપના પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલ પણ જ્યારે પ્રદેશ ભાજપ અધ્યક્ષ તરીકે પદભાર સંભાળવાના હતા તે સમયે પણ કંઇક આવી જ ઘટના ઘટી હતી, અને તે પણ મૂહુર્ત પ્રમાણે જ ચાર્જ સંભાળ્યો હતો. જાણો ભાજપ અને કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષના પદભાર સંભાળવામાં કઇ વાતમાં છે સામ્યતા.....
શક્તિસિંહ ગોહિલ નહીં સંભાળે આજે પદભાર -
કોંગ્રેસના દિગ્ગજ નેતા શક્તિસિંહ ગોહિલને હવે ગુજરાત સોંપવામાં આવ્યુ છે, તેમની આગેવાનીમાં પાર્ટી આગામી ચૂંટણી લડશે. આજે શક્તિસિંહ ગોહિલ ગાંધી આશ્રમ પહોંચીને અને રાષ્ટ્રપતિ મહાત્મા ગાંધીને પુષ્પાંજલિ અર્પણ કર્યા બાદ, સીધા પ્રદેશ કાર્યલય રવાના થવાના હતા અને કોગ્રેસ પ્રદેશ અધ્યક્ષ તરીકેનો પદભાર સંભાળવાના હતા. જોકે આજે અમાસ હોવાના કારણે આ કાર્યક્રમ હાલ પૂરતો મોકૂફ રાખવામાં આવ્યો છે, કેમ કે આજે અમાસનો (18 જુન, 2023) દિવસ છે. હવે શક્તિસિંહ ગોહિલ આવતીકાલે ભગવાન જગન્નાથના આશિર્વાદ લઈને પોતાનો પદભાર સંભાળશે. આ વાત તો માત્ર શક્તિસિંહ ગોહિલની હતી, પરંતુ આવી જ ઘટના આજથી ત્રણ વર્ષ પહેલા વર્ષ 2020માં ભાજપ સાથે પણ થઇ હતી, જાણો શું છે....
સીઆર પાટીલે પણ કર્યુ હતુ મૂહૂર્ત પ્રમાણે કામ -
અત્યારે ભાજપના પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલ છે, અને સીઆર પાટીલે જ્યારે ભાજપ વતી ગુજરાત પ્રદેશ અધ્યક્ષનો ચાર્જ સંભાળ્યો હતો, તે સમયે તેમને પણ શાસ્ત્રો અનુસાર મૂહુર્ત અને ચોઘડિયા જોયા હતા, અને બાદમાં ચાર્જ સંભાળ્યો હતો. સીઆર પાટીલે 21 જુલાઈ 2020એ ભાજપના પ્રદેશ અધ્યક્ષ તરીકે ચાર્જ સંભાળ્યો હતો, આ પહેલા જ્યારે તેમને ચાર્જ સંભાળવાનો હતો તે દિવસે એટલે કે એક દિવસ અગાઉ 20 જુલાઈ 2020એ અમાસનો દિવસ હતો, તેથી તેઓએ ચાર્જ ન હતો સંભાળ્યો અને બાદમાં સારા મૂહુર્ત પ્રમાણે બીજા દિવસે એટલે કે 21 જુલાઈ 2020ના દિવસે પ્રદેશ ભારતીય જનતા પાર્ટી કાર્યાલય કમલમ ખાતે સત્તાવાર રીતે પદભાર સંભાળ્યો હતો. આ દિવસથી તેઓ ભાજપના પ્રદેશ અધ્યક્ષ તરીકે પદભારમાં આવ્યા હતા.