BJP: લોકસભા ચૂંટણી પહેલા ગુજરાતમાં કોંગ્રેસ વધુ એક વખત તૂટી, ગોવાભાઈ રબારીએ પુત્ર સાથે કર્યો કેસરિયો
કોગ્રેસના પૂર્વ ધારાસભ્ય ગોવાભાઈ રબારી ભાજપમાં જોડાયા હતા
કોગ્રેસના પૂર્વ ધારાસભ્ય ગોવાભાઈ રબારી ભાજપમાં જોડાયા હતા. ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલના હસ્તે ગોવાભાઇ રબારીએ ભાજપનો ખેસ ધારણ કર્યો હતો. ગોવાભાઇની સાથે તેમના પુત્ર સંજય રબારી પણ ભાજપમાં સામેલ થયા હતા. ગોવાભાઇ રબારીની સાથે મોટી સંખ્યામાં તેમના સમર્થકો પણ ભાજપમાં જોડાયા હતા.
LIVE: ઉત્તર ગુજરાત બક્ષીપંચ સમાજના આગેવાન તેમજ કોંગ્રેસના પૂર્વ ધારાસભ્યનું ભારતીય જનતા પાર્ટીમાં સ્વાગત | સ્થળ: ડીસા, જિ.બનાસકાંઠા https://t.co/HVDsFKYnYO
— BJP Gujarat (@BJP4Gujarat) June 19, 2023
ગોવાભાઈના ભાઈ જગમલભાઈ રબારી, લાખણી તાલુકા પંચાયત પૂર્વ પ્રમુખ, થરાદ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ દિપક ઓઝા પણ ભાજપમાં જોડાયા હતા. ગોવાભાઈ રબારી ડીસાના કુચાવાડા ગામના રહેવાસી છે. ડીસા અને ધાનેરાના પૂર્વ ધારાસભ્ય ગોવા દેસાઇ કોંગ્રેસમાંથી રાજીનામું આપી ચૂક્યા છે. કોંગ્રેસના દિગ્ગજ નેતાના રાજીનામાંને લઈને કોંગ્રેસને ફટકો લાગ્યો છે. ગોવાભાઈને પક્ષમાં લાવવા ભાજપના દિગ્ગજ નેતાઓ શંકર ચૌધરી, બળવંતજી રાજપૂતે ખેલ પાડ્યો હોવાની ચર્ચા છે.
ગોવાભાઇ રબારીએ કોંગ્રેસની કથળતી જતી હાલતના કારણે વિસ્તારના લોકોના કામકાજ સંતોષ પૂર્વક રીતે કરી શકાતા ન હોવાથી કોંગ્રેસમાંથી રાજીનામું આપવાનું કારણ જણાવ્યું છે. જોકે તેમના સમર્થનમાં આઠ જેટલા અન્ય હોદ્દેદારોએ પણ રાજીનામાં આપતા કોંગ્રેસમાં મોટું ભંગાણ પડ્યું છે.
ઉલ્લેખનીય છે કે ગોવાભાઈ રબારી 35 વર્ષથી કૉંગ્રેસ સાથે જોડાયેલા છે. તેમણે સાત વખત કૉંગ્રેસમાંથી ધારાસભ્યની ચૂંટણી લડ્યા હતા. ધાનેરામાં 1995માં કૉંગ્રેસમાંથી ધારાસભ્ય રહી ચૂક્યા હતા. દિયોદરમાંથી ભાજપના ઉમેદવાર સામે તેઓને એક વખત હારનો સામનો કરવો પડ્યો હતો. તેઓ ડીસાથી બે વખત કૉંગ્રેસના ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. ગોવાભાઈ રબારી ડીસાના કુચાવાડાના રહેવાસી છે. તે સિવાય તેઓ ગામના સરપંચ અને જિલ્લા પંચાયતમાં પ્રમુખ પણ રહી ચૂક્યા છે. ગત ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર સામે તેમના પુત્ર સંજય રબારીને હાર મળી હતી.
પ્રતિશ્રી જગદીશભાઈ ઠાકોર પ્રમુખ,ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ ને આ મારા પત્રના માધ્યમથી કોંગ્રેસ પાર્ટીના પ્રાથમિક સભ્યપદ સહિત તમામ હોદ્દાઓ પરથી રાજીનામું અર્પણ કરું છું.@jagdishthakormp @RaghusharmaINC@INCGujarat pic.twitter.com/ld9zSCjgs0
— Govabhai Rabari (@GovabhaiRabari_) June 17, 2023
ગોવાભાઈ દેસાઈ બનાસકાંઠા જ નહીં પરંતુ ઉત્તર ગુજરાતમાં માલધારી સમાજમાં મોટા આગેવાન ગણાય છે. ગોવાભાઈ રબારી ભાજપમાં જોડાતા લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસને ભારે નુકસાન થશે.