શોધખોળ કરો
Advertisement
ગુજરાતના કયા દિગ્ગજ નેતાએ દારૂ વેચવાની છૂટ આપવાની કરી તરફેણ? જાણો વિગત
શંકરસિંહે નિવેદન આપ્યું છે કે,સરકારે સાયન્ટિફિક રીતે દારૂ બનાવી મંજૂરી આપવી જોઈએ. ગુજરાતમાં દારૂ વેચવા લાઇસન્સ આપવા જોઈએ, તેમ પણ તેમણે ઉમેર્યું હતું.
અબડાસાઃ ગુજરાતમાં આગામી 3 નવેમ્બરે 8 વિધાનસભા બેઠકોની પેટાચૂંટણી યોજાવાની છે. ત્યારે કચ્છ જિલ્લાની અબડાસા બેઠક પર પણ ચૂંટણી યોજાવાની છે. આજે પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા અબડાસા પહોંચ્યા હતા. અહીં તેમણે દારૂ બનાવવા અને વેચવા મુદ્દે મોટું નિવેદન આપ્યું હતું. બાપુએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં દારૂ બનાવવો જોઈએ. ચોખા, ગોળ વગેરે વસ્તુઓમાંથી દારૂ બનાવવો જોઇએ, તેમ શંકરસિંહે નિવેદન આપ્યું છે. સરકારે સાયન્ટિફિક રીતે દારૂ બનાવી મંજૂરી આપવી જોઈએ. ગુજરાતમાં દારૂ વેચવા લાઇસન્સ આપવા જોઈએ, તેમ પણ તેમણે ઉમેર્યું હતું.
તેમણે જણાવ્યું હતું કે, પેટા ચૂંટણીમાં ધારાસભ્યોની ખરીદી કરાઈ છે. ભારતમાં ક્ચ્છ ડ્રગ્સનું હબ બની રહ્યું છે. ગુજરાતમાં દારૂ બંધી કહેવાતી છે. ભાજપા અધ્યક્ષ સી.આર. પાટીલનો નામ ઉલ્લેખ કર્યા વિના કટાક્ષ કર્યો હતો કે, રાજકીય પાર્ટીઓ દારૂની વાતો કરી પ્રજાને ગુમરાહ કરે છે. દારૂની ખેપની પાયલોટિંગ કરનાર વ્યક્તિને ભાજપ સમર્થન આપે છે. ખરાબ દારૂથી લોકો મરી રહ્યા છે. સારો દારૂ મળે તો લોકો મરે નહીં.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
દેશ
દેશ
દેશ
Advertisement