RESCUE VIDEO: વલસાડમાં 4 લોકોનું હેલિકોપ્ટર દ્વારા રેસ્ક્યુ, જુઓ ઓપરેશનનો દિલધડક વીડિયો
Gujarat Rain Update: વલસાડના હિંગળાજ ખાતે ચારે બાજુથી પાણી ફરી વળતા લગભગ ચાર જેટલા લોકોને હેલિકોપ્ટરથી રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા. દમણ કોચગાર્ડના હેલિકોપ્ટર દ્વારા તેઓને એર લિફ્ટ કરવામાં આવ્યા હતા.
Gujarat Rain Update: વલસાડના હિંગળાજ ખાતે ચારે બાજુથી પાણી ફરી વળતા લગભગ ચાર જેટલા લોકોને હેલિકોપ્ટરથી રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા. દમણ કોચગાર્ડના હેલિકોપ્ટર દ્વારા તેઓને એર લિફ્ટ કરવામાં આવ્યા હતા. પાણમાં ફસાવાને કારણે હેલિકોપ્ટર દ્વારા એક બાદ એક વ્યક્તિને રેસ્ક્યુ કરવામાં આવી રહ્યા છે અને તેઓને નજીકના સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. દમણ કોચગાર્ડની જબરજસ્ત કામગીરીને લોકોએ બિરદાવી હતી.
300થી વધુ લોકોનું સ્થળાંતર
વલસાડમાં ભારે વરસાદે લોકોની મુશ્કેલી વધારી છે. ઔરંગા નદીએ ભયજનક સપાટી વટાવતાં ભાગડાખુદ ગામ સંપર્કવિહોણું થયું છે. હવામાન વિભાગની આગાહી મુજબ આગામી પાંચ દિવસ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરી છે. ખાસ કરીને વલસાડમાં વધુ ભારે વરસાદની આગાહી કરી છે. હાલ ભારે વરસાદને કારણે . ઔરંગા નદીએ ભયજનક સપાટી વટાવતાં ભાગડાખુદ ગામ સંપર્કવિહોણું થયું છે.નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકોના ઘરોમાં પાણી ઘૂસી જતાં 300થી વધુ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે.
વલસાડના છીપવાડમાં રસ્તા પર દરિયાઓ આવી ગયો હોય તેવી જળબંબાકારની સ્થિતિ સર્જાઇ છે. છીપવાડમાં દુકાન અને ઘરોમાં પાણી ઘૂસી જતાં ઘરની ઘરવખરી અને માલનું પણ ભારે નુકસાન થયું છે.ઓરંગા નદીનું પાણી વલસાડ ગામ તરફ પ્રવેશી રહ્યું છે. જેના કારણે સ્કૂલમાં પણ રજા જાહેર કરાઇ છે.વલસાડના કાશ્મીરા નગરની પણ સ્થિતિ મુશ્કેલી ભરી છે. અહીં વૃક્ષો ધરાશાયી થતાં રસ્તા બ્લોક થઇ ગયા છે અને રસ્તા પર તળાવ ધસી આવ્યું હોય તેવી સ્થિતિ સર્જાઇ છે. એનડીઆરએફની ટીમે 300થી વધુ લોકોનું નાવ દ્રારા સલામત સ્થળે સ્થળાંતર કર્યું છે. NDRFની ટીમે પૂરના પાણીમાં ફસાયેલા લોકોનું જીવના જોખમે રેસ્ક્યૂ ઓપરેશન શરૂ કર્યું હતું.
NDRFની ટીમ બચાવ કાર્ય કરી રહી છે
નવસારી અને વલસાડના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જતાં લોકોને તેમના ઘરોમાંથી બહાર કાઢવામાં આવી રહ્યા હોવાનું કહેવાય છે. જેમાં NDRFના જવાનો સતત લોકોને બહાર કાઢવાનો પ્રયાસ કરી રહ્યા છે. હાલમાં વધુ પડતા પાણીના કારણે બચાવકાર્ય મુશ્કેલ બની રહ્યું છે.વલસાડના ભદેલી હિંગળાજ મંદિર નજીર પૂરના પાણીમાં ફસાયેલા લોકોનું હેલિકોપ્ટર દ્વારા કોસ્ટ ગાર્ડે બે લોકોનું રેસ્ક્યુ કરાયું હતું.