શોધખોળ કરો

Rain Update: એક સાથે ચાર સિસ્ટમ એક્ટિવ, ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદનું એલર્ટ

Rain Update: રાજ્યમાં વરસાદ લાવતી એક સાથે ચાર સિસ્ટમ એક્ટિવ થઇ હોવાથી રાજ્યભરના વાતાવરણમાં પલટો આવ્યો છે અને ગત રાત્રે અને જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદ વરરસ્યો

Gujarat Rain Update: દેશભરના મોટાભાગના રાજ્યોના હવામાન પલટાયું છે. ગુજરાત રાજ્યમાં પણ  હવામાનમાં મોટો ફેરફાર જોવા મળ્યો છે. હવામાન વિભાગ મુજબ એકસાથે ચાર અલગ-અલગ સિસ્ટમ સક્રિય થવાના કારણે આગામી દિવસોમાં વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.  હવામાન મોડલ મુજબ, આગામી ચાર દિવસ સુધી રાજ્યના વિવિધ વિસ્તારોમાં ભારે  પવન સાથે વરસાદ વરસી શકે છે. કેટલાક વિસ્તારોમાં પવનની ગતિ વધુ અને વીજળી પડવાની ઘટના પણ બની શકે છે. આ દરમિયાન 40 -50 કિમી   પ્રતિ કલાક સુધી પવન ફૂંકાવાની શક્યતા છે.   ખાસ કરીને દરિયાકાંઠા અને ખુલ્લા વિસ્તારોમાં પવન વધુ તેજ રહેવાની શક્યતા છે.

તાપમાનમાં ઘટાડાનો અનુમાન
આ હવામાન બદલાવના કારણે આગામી બે દિવસમાં રાજ્યના તાપમાનમાં લગભગ 4 ડિગ્રી સેલ્સિયસ સુધીનો ઘટાડો નોંધાઈ શકે છે. જેના કારણે લોકોને ગરમીમાંથી આંશિક રાહત મળવાની શક્યતા છે.

આ પણ વાંચો: Weather : દેશભરમાં બદલાયું હવામાન, આગામી 24 કલાકમાં 10 રાજ્યોમાં ભારે પવન સાથે વરસાદનું ઓરેન્જ અલર્ટ

ક્યાં વરસશે વરસાદ

રાજ્યમાં દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, સુરત, વાપી,નવસારી, ડાંગ, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં હળવાથી મધ્યમ વરસાદનું અનુમાન છે. વરસાદની સાથે  40 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવવાની આગાહી અમદાવાદમાં પણ આજે બપોર બાદ મધ્યમ વરસાદની શક્યતા હવમાન વિભાગે વ્યક્ત કરી છે. અમદાવાદમાં આજે GT અને RCB વચ્ચે મહામુકાબલો છે. વરસાદની આગાહીના કારણે ક્રિકેટ રસીકોમાં ચિંતા વધી છે. 
અમદાવાદમાં આજે સામાન્યથી મધ્યમ વરસાદ ફાઇનલ મેચમાં વિઘ્નરૂપ બની શકે છે. 

પ્રિ-મોન્સૂન એક્ટિવિટીનો અસર 
હવામાન વિભાગના જણાવ્યા મુજબ આ સ્થિતિ પ્રિ-મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે જોવા મળી રહી છે. આ દરમિયાન પારો કેટલાક વિસ્તારોમાં 36 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી શકે છે, ત્યારબાદ વરસાદી માહોલ વધુ સક્રિય થઈ શકે છે. હવામાન વિભાગે લોકોને સાવચેત રહેવા અને જરૂર વગર બહાર ન નીકળવાની સલાહ આપી છે, ખાસ કરીને જ્યાં તેજ પવન અને વરસાદની શક્યતા વધુ હોય ત્યાં ખાસ તકેદારી રાખવા જણાવ્યું છે.

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 45 તાલુકામાં નોંધાયો વરસાદ

ગુજરાતમાં પ્રી-મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના 45 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. હવામાનમાં આવેલા પલટાને કારણે અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ સર્જાયો હતો.રાજ્યના 18 તાલુકાઓમાં અડધાથી લઈને સવા ઈંચ સુધી વરસાદ વરસ્યો છે. મહિસાગર જિલ્લાના વીરપુર તાલુકામાં સૌથી વધુ સવા ઈંચ વરસાદ નોંધાયો છે. જ્યારે અરવલ્લીના મોડાસામાં એક ઈંચથી વધુ વરસાદ પડ્યો હતો.પંચમહાલના શહેરા અને અરવલ્લીના ભિલોડામાં એક ઈંચ વરસાદ નોંધાયો છે. ઉપરાંત સાબરકાંઠાના વડાલી અને મહિસાગરના કડાણા તાલુકામાં પણ એક ઈંચ જેટલો વરસાદ વરસ્યો હતો.મોરવા હડફ અને ધનસુરા તાલુકામાં પોણો ઈંચ વરસાદ નોંધાયો છે. સાબરકાંઠાના ખેડબ્રહ્મા તેમજ દાહોદ તાલુકામાં પણ પોણો ઈંચ જેટલો વરસાદ પડ્યો હતો. આ ઉપરાંત સાઠંબા, માલપુર અને વિજયનગરમાં અડધા ઈંચ સુધી વરસાદ નોંધાયો છે. જ્યારે ક્વાંટ, બોડેલી, ઈડર, મેઘરજ અને શામળાજી સહિતના વિસ્તારોમાં પણ અડધો ઈંચ વરસાદ વરસતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. હવામાન વિભાગે  8 મે સુધી  રાજ્યના વિવિધ વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદની શક્યતા વ્યક્ત કરી છે.

ટોપ સ્ટોરી

થરા નગરપાલિકામાં ભાજપનો ભગવો લહેરાયો, BJP એ 19 બેઠકો જીતી, જાણો કૉંગ્રેસને કેટલી મળી
થરા નગરપાલિકામાં ભાજપનો ભગવો લહેરાયો, BJP એ 19 બેઠકો જીતી, જાણો કૉંગ્રેસને કેટલી મળી
ઓખા નગરપાલિકામાં ભાજપનો ભવ્ય વિજય, જાણો કેટલી બેઠકો પર મેળવી જીત
ઓખા નગરપાલિકામાં ભાજપનો ભવ્ય વિજય, જાણો કેટલી બેઠકો પર મેળવી જીત
Chhota Udepur: વોર્ડ નંબર-4ની પેટાચૂંટણીમાં ભાજપના રજનીબેન રાઠવાની જીત 
Chhota Udepur: વોર્ડ નંબર-4ની પેટાચૂંટણીમાં ભાજપના રજનીબેન રાઠવાની જીત 
દ્વારકા જિલ્લા પંચાયતની ભાડથર પેટા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીની શાનદાર જીત, ભાજપ-કૉંગ્રેસના સૂપડા સાફ 
દ્વારકા જિલ્લા પંચાયતની ભાડથર પેટા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીની શાનદાર જીત, ભાજપ-કૉંગ્રેસના સૂપડા સાફ 

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | જોડી નંબર વન
Hun To Bolish | હું તો બોલીશ | ગામમાં અંધારપટ કેમ ?
Gandhinagar Municipal Election Results : ગાંધીનગરના મનપાના આ વોર્ડમાં કોંગ્રેસની આખી પેનલની જીત
Gandhinagar Municipal Election Results : ગાંધીનગર મનપામાં AAPનો સફાયો! 32 ઉમેદવારોની ડિપોઝિટ જપ્ત
BIG News: UPI યુઝર્સને મોટી રાહત, પેમેન્ટ પર ચાર્જને લઈ સરકારનો મોટો નિર્ણય | UPI Transaction

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બિહારમાં ગમખ્વાર હોનારત: ગંગામાં હોડી પલટી જતાં બાળકો સહિત 13 લોકોના મોત
બિહારમાં ગમખ્વાર હોનારત: ગંગામાં હોડી પલટી જતાં બાળકો સહિત 13 લોકોના મોત
ગુજરાતમાં 41 વર્ષથી કોંગ્રેસ હારી રહી છે: શું આ SIR નું પરિણામ છે? અમિત શાહનો સવાલ
ગુજરાતમાં 41 વર્ષથી કોંગ્રેસ હારી રહી છે: શું આ SIR નું પરિણામ છે? અમિત શાહનો સવાલ
GMC Election: ગાંધીનગર મનપામાં ભાજપની ભવ્ય જીત બાદ હવે કોણ બનશે નવા મેયર? આ 8 નામો વચ્ચે જોરદાર રેસ
GMC Election: ગાંધીનગર મનપામાં ભાજપની ભવ્ય જીત બાદ હવે કોણ બનશે નવા મેયર? આ 8 નામો વચ્ચે જોરદાર રેસ
5 રાજ્યોમાં ચૂંટણીનું કાઉન્ટડાઉન શરૂ! ઉત્તરાખંડ પહોંચી પંચની ટીમ, જાણો મોટો પ્લાન
5 રાજ્યોમાં ચૂંટણીનું કાઉન્ટડાઉન શરૂ! ઉત્તરાખંડ પહોંચી પંચની ટીમ, જાણો મોટો પ્લાન
મોદી સરકારના વધુ એક મંત્રીએ આપ્યું રાજીનામું, પીએમ મોદીને લખેલા પત્રમાં કર્યો મોટો ખુલાસો
મોદી સરકારના વધુ એક મંત્રીએ આપ્યું રાજીનામું, પીએમ મોદીને લખેલા પત્રમાં કર્યો મોટો ખુલાસો
નાણામંત્રીના એક નિવેદનથી શેરબજારમાં તોફાની તેજી: સેન્સેક્સ 1109 પોઈન્ટ ઉછળ્યો, નિફ્ટી 22,700 ને પાર
નાણામંત્રીના એક નિવેદનથી શેરબજારમાં તોફાની તેજી: સેન્સેક્સ 1109 પોઈન્ટ ઉછળ્યો, નિફ્ટી 22,700 ને પાર
શું એમએસ ધોની આઈપીએલ 2027માં રમશે? સીએસકેના સીઈઓ કાસી વિશ્વનાથને આપ્યો મોટો જવાબ
શું એમએસ ધોની આઈપીએલ 2027માં રમશે? સીએસકેના સીઈઓ કાસી વિશ્વનાથને આપ્યો મોટો જવાબ
સારવાર ખર્ચનું લિસ્ટ હવે હોસ્પિટલમાં લગાડવું પડશે: જાણો કેન્દ્રનો નવો નિયમ
સારવાર ખર્ચનું લિસ્ટ હવે હોસ્પિટલમાં લગાડવું પડશે: જાણો કેન્દ્રનો નવો નિયમ
Embed widget