શોધખોળ કરો
Advertisement
આજથી ગુજ. યુનિવર્સિટીની ઓનલાઈન પરીક્ષાનો પ્રારંભ, 48,000થી વધુ વિદ્યાર્થી આપશે પરીક્ષા
વિદ્યાર્થીઓને ખાસ સૂચના અપાઈ છે કે ચાલુ પરીક્ષા જો વિદ્યાર્થીએ સ્ક્રિન પર લાંબો સમય ન દેખાય અને બીજી સ્ક્રિન વિન્ડો ખોલશે કે ગુગલ પેજ ખોલશે તો ઓટોમેટિક પરીક્ષાથી બાકાત થઈ જશે.
ગુજરાત યુનિવર્સિટીની આજથી યુજી-પીજીની ઓનલાઈન પરીક્ષાનો થશે પ્રારંભ. 48 હજારથી વધુ વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપશે. રોજના પાંચ સ્લોટમાં પરીક્ષા લેવાશે. આ વખતની પરીક્ષામાં ગેરરીતિને રોકવા કડક નિયમો સાથે પરીક્ષા લેવાશે.
ગુજરાત યુનિવર્સિટીની આજથી બીબીએ-બીસીએ સેમેસ્ટર-૩, બી.કોમ,બીબીએ અને બીએ જર્નાલિઝમ સેમેસ્ટર -૩, એમ.કોમ-એમ.એ સેમેસ્ટર -૩, બી.એડ સેમેસ્ટર-૩ સહિતની ૧૭ જેટલી પરીક્ષાઓનો પ્રારંભ થશે.
૧૯મીથી સુધી પરીક્ષાઓ ચાલશે અને રોજના પાંચ સ્લોટમાં પરીક્ષા લેવાશે. સવારે ૯-૧૫થી પરીક્ષા શરૂ થશે અને છેલ્લે સાંજે પાંચમા સ્લોટમાં ૪-૪૫ વાગે પરીક્ષા લેવાશે. દરેક કોર્સની જે તે વિષયની પરીક્ષા એક એક કલાકની રહેશે અને વિદ્યાર્થીએ ફરજીયાત એક કલાકમાં ૫૦ પ્રશ્નોના જવાબ લખવાના રહેશે અને એક પ્રશ્ન માટે એક મીનિટ જ મળશે.
વિદ્યાર્થીઓને ખાસ સૂચના અપાઈ છે કે ચાલુ પરીક્ષા જો વિદ્યાર્થીએ સ્ક્રિન પર લાંબો સમય ન દેખાય અને બીજી સ્ક્રિન વિન્ડો ખોલશે કે ગુગલ પેજ ખોલશે તો ઓટોમેટિક પરીક્ષાથી બાકાત થઈ જશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
ક્રિકેટ
દેશ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion