શોધખોળ કરો
Advertisement
Ganesh Visarjan 2021: ગુજરાતમાં આ રીતે અપાઈ દૂંદાળા દેવને વિદાય, જુઓ તસવીરો
Ganesh Visarjan: ગણેશ વિસર્જનના દિવસે ભક્તો ભગવાન ગણેશની પૂજા કરીને તેમનું વિસર્જન કરે છે અને આવતા વર્ષે ફરીથી પધારવા માટેની પ્રાર્થના કરે છે.
Ganesh Visarjan 2021: હિન્દુ પંચાગ મુજબ ભાદરવા મહિનાની સુદ ચૌદશની તિથિને અનંત ચતુર્દશી તરીકે મનાવવામાં આવે છે. તેને અનંત ચૌદસ પણ કહે છે. આ દિવસે ગણેશ વિસર્જન કરવામાં આવે છે. હાલ ગુજરાત સહિત દેશભરમાં ગણેશ વિસર્જન કરવામાં આવી રહ્યું છે. ગણેશ વિસર્જનના દિવસે ભક્તો ભગવાન ગણેશની પૂજા કરીને તેમનું વિસર્જન કરે છે અને આવતા વર્ષે ફરીથી પધારવા માટેની પ્રાર્થના કરે છે.
ગણપતિ વિસર્જનમાં આ વાત રાખો ધ્યાનમાં
- ગણેશ વિસર્જન પહેલા બાપ્પાની ચોકીને ફૂલો અને લાલ-પીળા કપડાં વગેરેથી સજાવી લો. આ પહેલાં તેને ગંગાજળ કે ગૌમૂત્રથી સાફ કરો
- ગણપતિ વિસર્જન પહેલા શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે પૂજા અર્ચના કરો. બાપ્પાની પ્રિય ભોગ લગાવો. જે બાદ ભગવાન ગણેશની સ્વાસ્તિવાચન કરો.
- ગણપતિની આરતી કરો અને બાદમાં વિદાય લેવાની પ્રાર્થના કરો.
- વિસર્જન વખતે ગણપતિની મૂર્તિને લઈ જતી વખતે તેનું મુખ ઘરની અંદર હોય નહીં કે બહાર તે વાતનું ખાસ ધ્યાન રાખો.
- વિસર્જન પહેલા ઘરમાં સ્થાપિત રહેલા બાપ્પાની આ દરમિયાન જાણતા-અજાણતા થયેલી ભૂલોની ક્ષમા માંગો. એટલું જ નહીં તેમને પ્રાર્થના કરો કે તમારા ઘરમાં હંમેશા સુખ સમૃદ્ધિ બની રહે, તમારા સંકટ દૂર થઈ જાય.
વિસર્જન પહેલા ફરી એક વખત તળાવ કે કુંડ નજીક પહોંચીને ગણપતિની આરતી કરો. જે બાદ તેમને પૂરા સન્માન સાથે વિદાય આપો. - ગણપતિને જળમાં વિસર્જિત કરતી વખતે તેમની પ્રતિમાને ફેંકવાના બદલે પૂરા માન-સન્માન સાથે જળમાં પ્રવાહિત કરો.
- લોકમાન્ય બાળ ગંગાધર ટિળકે 1893માં સાર્વજનિક રીતે ગણેશ ઉત્સવ ઉજવવાની શરૂઆત કરી હતી. લોકમાન્યએ પુનામાં પહેલીવાર સાર્વજનિક રૂપથી ગણેશોત્સવ ઉજવ્યો હતો. ત્યારથી સાર્વજનિક ગણેશ મહોત્સવ ઉજવવામાં આવે છે. આજે ગુજરાતના લગભગ તમામ નાના મોટા શહેરો, ગામડા, ગલીઓમાં ગણેશ મહોત્સવ ધામધૂમથી ઉજવવામાં આવે છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
બિઝનેસ
દેશ
દુનિયા
દેશ
Advertisement