(Source: ECI/ABP News/ABP Majha)
GPSC એ 4 પરીક્ષાઓ રાખી મોકુફ, વહીવટી કારણોસર લેવાયો નિર્ણય
પ્રિલિમ પરીક્ષાઓ મોકુફ રાખવામાં આવી છે. આ 4 પ્રિલિમની પરીક્ષા જાન્યુઆરી અને ફેબ્રુઆરીમાં લેવાની હતી.
GPSC Exam: જીપીએસસીએ આગામી યોજાનારી 4 પરીક્ષાઓ મોકુફ રાખવાનો નિર્ણય કર્યો છે. વહીવટી કારણોસર આ નિર્ણય લેવામાં આવ્યો છે. પ્રિલિમ પરીક્ષાઓ મોકુફ રાખવામાં આવી છે. આ 4 પ્રિલિમની પરીક્ષા જાન્યુઆરી અને ફેબ્રુઆરીમાં લેવાની હતી. મોકુફ રાખેલી પરીક્ષાઓની નવી તારીખ જીપીએસસી ટૂંક સમયમા કરશે જાહેર કરવામાં આવશે.
આ પહેલા પણ પરીક્ષાની તારીખમાં ફેરફાર કરવામાં આવ્યો હતો
GPSCની પ્રાથમિક પરીક્ષાની તારીખમાં ફેરફાર કરવામાં આવ્યો છે. ગુજરાત વહીવટી સેવા, વર્ગ 1 , ગુજરાત મુલ્કી સેવા, વર્ગ 1/2, ગુજરાત નગરપાલિકા મુખ્ય અિધકારી સેવા, વર્ગ 2 ની પરીક્ષા 3-12-2023ના બદલે હવે 7-1-2024 માં યોજાશે, એટલે કે વર્ષ 2023માં યોજનાર આ તમામ પરીક્ષા હવે વર્ષ 2024માં યોજાશે. ઉપરોક્ત તમામ પરીક્ષા 7 જાન્યુઆરી 2024એ યોજાશે.
ઉલ્લેખનિય છે કે, પહેલા આ તમામ પરીક્ષા 3 ડિસેમ્બરે યોજનાર હતી પરંતુ 27મી નવેમ્બરથી સંઘ લોક સેવા આયોગ દ્વારા ઈન્ડિયન ફોરેસ્ટ સર્વિસની મુખ્ય પરીક્ષા હોવાથી આ નિર્ણય લેવામાં આવ્યો છે.ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા કરાયેલા પરિપત્રમાં મુજબ ગુજરાત વહિવટી સેવા વર્ગ-1, ગુજરાત મુલ્કી સેવા વર્ગ-1 અને 2, ગુજરાત નગરપાલિકા મુખ્ય અધિકારી સેવા વર્ગ-2ની પરીક્ષાની પ્રાથમિક કસોટીનું ત્રીજી ડિસેમ્બર 2023ના રોજ આયોજન કરવામાં આવ્યું હતું. પરંતુ 27મી નવેમ્બરથી સંઘ લોક સેવા આયોગ દ્વારા ઈન્ડિયન ફોરેસ્ટ સર્વિસની મુખ્ય પરીક્ષા હોવાથી ગુજરાત વહીવટી સેવા, ગુજરાત મુલ્કી સેવા, ગુજરાત નગરપાલિકા મુખ્ય અધિકારીની પ્રાથમિક કસોટીની તારીખમાં ફેરફાર કરવામાં આવ્યો છે. જે હવે ત્રીજી ડિસેમ્બરની જગ્યાએ 7મી જાન્યુઆરી 2024ના રોજ લેવામાં આવશે.
આ પણ વાંચોઃ
માવઠા બાદ ગુજરાત ઠંડુંગાર: જાણો ક્યારે પડશે હાડ થિજાવતી ઠંડી, હવામાન વિભાગે કરી આગાહી