શોધખોળ કરો

પાટણ જિલ્લાના આ ગામમાં મતગણતરીની આગલી રાતે સરપંચપદનાં મહિલા ઉમેદવારનું મોત, મતદાનના બીજા દિવસે આવેલો હાર્ટ એટેક.....

સમીની બાબરી-ચાંદરાણીમાં બનેલી એક કમનસીબ ઘટનામાં ગ્રામપંચાયતની ચૂંટણીમાં સરપંચપદનાં  મહિલા ઉમેદવારનું મોત થતાં શોકનો માહોલ થઈ ગયો છે.

પાટણઃ ગુજરાતમાં 10 હજાર કરતાં વધારે ગ્રામ પંયાચતોમાં સરપંચ તથા અન્ય હોદ્દેદારો ચૂંટવા માટે રવિવારે મતદાન થયું હતું. આજે મંગળવારે રાજ્યમાં જ્યાં પણ મતદાન થયું હતું તે તમામ ગ્રામ પંચાયતો માટેની મતગણતરી શરૂ થઈ છે ત્યારે સમીની બાબરી-ચાંદરાણીમાં બનેલી એક કમનસીબ ઘટનામાં ગ્રામપંચાયતની ચૂંટણીમાં સરપંચપદનાં  મહિલા ઉમેદવારનું મોત થતાં શોકનો માહોલ થઈ ગયો છે.

સમીની બાબરી-ચાંદરાણી ગ્રામ પંચાયતનાં સરપંચ પદના ઉમેદવાર 65 વર્ષય સતુબેન ઠાકોરનું હાર્ટ એટેકથી મોત થયું છે. સતુબેનને મતદાનના બીજા દિવસે હાર્ટ એટેક આવતાં સારવાર માટે હોસ્પિટલમાં દાખળ કરાયાં હતાં. સતુબેનનું હાર્ટ એટેકએટેકની સારવાર દરમિયાન મોત થયું છે.  ગઈ કાલે રાત્રે  અંદાજે 10 વાગ્યાની આસપાસ તેમનું મોત થયું હતું.

બાબરી અને ચાંદરણી ગામની સંયુક્ત ગ્રામપંચાયત છે. આ ગ્રામ પંચાયતનાં સરપંત બનવા માટે ચાર મહિલા ઉમેદવાર મેદાનમાં છે. સતુબેનનું મતગણતરીની આગલી રાતે નિધન થતાં પરિવારજનો અને ટેકેદારોમાં ગમગીની છવાઈ છે.

પાટણ જિલ્લામાં સળંગ 45 વર્ષથી જીતતાં આ મહિલા સરપંચે ફરી મેળવી જીત, હરીફને 32 મતે હરાવ્યાં

ગાંધીનગરઃ ગુજરાતમાં 10 હજાર કરતાં વધારે ગ્રામ પંયાચતોમાં સરપંચ તથા અન્ય હોદ્દેદારો ચૂંટવા માટે રવિવારે મતદાન થયું હતું. આજે મંગળવારે રાજ્યમાં જ્યાં પણ મતદાન થયું હતું તે તમામ ગ્રામ પંચાયતો માટેની મતગણતરી શરૂ થઈ છે. આ મતગણતરીમાં પાટણના હનમાનપુરામાં મહિલા સરપંચ તરીકે બાલુબેન લીલાજી ઠાકોર વિજેતા થયાં છે.

બાલુબેન લીલાજી ઠાકોર પોતાનાં હરીફ કરતાં 32 વોટ વધારે મેળવીને વિજયી થયાં છે. આ જીત સાથે બાલુબેન લીલાજી ઠાકોરે વિક્રમ સર્જ્યો છે કેમ કે બાલુબેન લીલાજી ઠાકોર છેલ્લા 45 વર્ષથી સતત જીતે છે. આ વખતે બાલુબેન લીલાજી ઠાકોરે ફરી એક વાર જીત મેળવીને સરપંચપદે અડધી સદી પૂરી કરવાનો તખ્તો તૈયાર કરી દીધો છે.  

About the author abp asmita

ABP Asmita is an Indian 24-hour regional news channel broadcasting in the Gujarati language. It operates from Ahmedabad, Gujarat. It is owned by ABP Group. 
Read More
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ખેડૂત આજે પોતાના દીકરાને ખેડૂત બનાવવા નથી માંગતો, દારૂબંધી અને ખેડૂતોની સ્થિતિ પર ગેનીબેને ભાજપને ઘેરી
ખેડૂત આજે પોતાના દીકરાને ખેડૂત બનાવવા નથી માંગતો, દારૂબંધી અને ખેડૂતોની સ્થિતિ પર ગેનીબેને ભાજપને ઘેરી
Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ
Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ
CM ભૂપેન્દ્ર પટેલ અમેરિકાના પ્રવાસે રવાના, Vibrant Gujarat 2027 માટે વિદેશી રોકાણકારોને આપશે આમંત્રણ
CM ભૂપેન્દ્ર પટેલ અમેરિકાના પ્રવાસે રવાના, Vibrant Gujarat 2027 માટે વિદેશી રોકાણકારોને આપશે આમંત્રણ
ખેડાના ઠાસરામાં બ્રિજ ધરાશાયી, બે ગામ વચ્ચેનો સંપર્ક કપાયો; ગ્રામજનોએ અધિકારીઓનો કર્યો ઘેરાવ
ખેડાના ઠાસરામાં બ્રિજ ધરાશાયી, બે ગામ વચ્ચેનો સંપર્ક કપાયો; ગ્રામજનોએ અધિકારીઓનો કર્યો ઘેરાવ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : સિક્યુરિટી ગાર્ડથી કેટલા સલામત ?
Hun To Bolish : હું તો બોલીશ : બુટલેગરોને ભાજપના નેતાઓના આશીર્વાદ?
Hun To Bolish : હું તો બોલીશ : નેતા કે નફ્ફટ ?
Gujarat Rain Alert: ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદનો માહોલ, જાણો કયા જિલ્લાઓમાં પડશે ભારે વરસાદ
Amit Chavda: ભાજપ નેતા દારુ સાથે ઝડપાતા કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાના ભાજપ પર પ્રહાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
હવામાન વિભાગનું રેડ એલર્ટ: બંગાળની ખાડીમાં 'ડિપ્રેશન' સક્રિય, 16 વધુ રાજ્યોમાં તોફાની વરસાદની આગાહી!
હવામાન વિભાગનું રેડ એલર્ટ: બંગાળની ખાડીમાં 'ડિપ્રેશન' સક્રિય, 16 વધુ રાજ્યોમાં તોફાની વરસાદની આગાહી!
આવતીકાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, IMD એ રેડ-ઓરેન્જ એલર્ટ આપ્યું
આવતીકાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, IMD એ રેડ-ઓરેન્જ એલર્ટ આપ્યું
ગોઝારો રવિવાર: રાજકોટ અને ઉમેટામાં પાણીમાં ડૂબી જવાથી 6 માસૂમ બાળકોના કરુણ મોત
ગોઝારો રવિવાર: રાજકોટ અને ઉમેટામાં પાણીમાં ડૂબી જવાથી 6 માસૂમ બાળકોના કરુણ મોત
ખેડૂત આજે પોતાના દીકરાને ખેડૂત બનાવવા નથી માંગતો, દારૂબંધી અને ખેડૂતોની સ્થિતિ પર ગેનીબેને ભાજપને ઘેરી
ખેડૂત આજે પોતાના દીકરાને ખેડૂત બનાવવા નથી માંગતો, દારૂબંધી અને ખેડૂતોની સ્થિતિ પર ગેનીબેને ભાજપને ઘેરી
રશિયા પર યુક્રેનનો અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રોન હુમલો: મિસાઈલ ફેક્ટરી બળીને ખાખ
રશિયા પર યુક્રેનનો અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રોન હુમલો: મિસાઈલ ફેક્ટરી બળીને ખાખ
IND vs SL Day 2 Highlights: બીજા દિવસે ભારત 460/9, દેવદત્ત પડિકલની 167 રનની ઐતિહાસિક સદી
IND vs SL Day 2 Highlights: બીજા દિવસે ભારત 460/9, દેવદત્ત પડિકલની 167 રનની ઐતિહાસિક સદી
Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ
Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ
GAS કેડરના 144 ડેપ્યુટી કલેક્ટરની તાત્કાલિક બદલી: જાણો તમારા જિલ્લાના કયા અધિકારી બદલાયા
GAS કેડરના 144 ડેપ્યુટી કલેક્ટરની તાત્કાલિક બદલી: જાણો તમારા જિલ્લાના કયા અધિકારી બદલાયા
Embed widget