શોધખોળ કરો
Advertisement
આવતીકાલે ધોરણ-10નું પરિણામ થશે જાહેર, સવારે 8-00 કલાકથી વેબસાઇટ પર જોઈ શકાશે
આવતીકાલે સવારે 8.00 કલાકે બોર્ડની વેબસાઈટ પર ધોરણ 10નું પરિણામ જોઈ શકાશે.
અમદાવાદઃ ગુજરાતમાં કોરોના સંકટની વચ્ચે આજથી વિદ્યાર્થીઓ વગર શાળાઓ ખુલી ગઈ છે. શાળાઓમાં સોશિયલ ડિસ્ટન્સ અને અન્ય ગાઈડલાઈનને અનુસરતા નવા એડમીશન સહિતની કામગીરી શરૂ થઈ ગઈ છે. જોકે વિદ્યાર્થીઓ હાલમાં સ્કૂલે જઈ શકશે નહીં. એડમશીન શરૂ થવાની સાથે સાથે પરિણામની રાહ જોઈ રહેલ ધોરણ-10ના બોર્ડના વિદ્યાર્થીઓની આતૂરતાનો અંત આવ્યો છે.
ગુજરાતમાં કોરોના સંકટ પહેલા જ ધોરણ 10 અને 12ની પરીક્ષાઓ લેવાઈ ગઈ હીત ત્યારે હવે આવતીકાલે ધોરણ 10નું પરિણામ જાહેર થવાનું છે. આવતીકાલે સવારે 8.00 કલાકે બોર્ડની વેબસાઈટ પર ધોરણ 10નું પરિણામ જોઈ શકાશે.
નોંધનીય છે કે, ગુજરાતમાં કોરોના સંકટને કારણે ધોરણ-10, 12ની બોર્ડની એક્ઝામ બાદ પણ રિઝલ્ટ ક્યારે આવશે તે વિશે અવઢવ હતી ત્યારે વિદ્યાર્થીઓ માટે એક સારા સમાચાર આવ્યા છે. ધોરણ 10ના વિદ્યાર્થીઓની પરીશ્રમનું પરિણામ આવતીકાલે આવી જશે. આ પહેલા ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દુનિયા
દેશ
મનોરંજન
Advertisement