શોધખોળ કરો
Advertisement
Gujarat Assembly Budget Session 2021: ગુજરાતમાં કોલેજના વિદ્યાર્થીઓને અપાશે ફ્રીમાં ટેબલેટ
Gujarat Assembly Budget Session 2021 Update: શિક્ષણ વિભાગ માટે કુલ 32,719 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.
ગાંધીનગરઃ ગુજરાતના નાણાં મંત્રી નીતિન પટેલે આજે ગુજરાત વિધાનસભામાં નાણાંકી. વર્ષ 2021-22નું સામાન્ય બજેટ રજૂ કર્યું હતું. . આ આ વખતે બજેટનું કદ 2 લાખ 27 હજાર 029 કરોડ છે. જે ગુજરાતના ઈતિહાસનું સૌથી મોટું બજેટ છે. બજેટમાં શિક્ષણ ક્ષેત્ર માટે મોટી જાહેરાત કરવામાં આવી છે.
શિક્ષણ વિભાગ માટે કુલ 32,719 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. બાળકોના સર્વગ્રાહી વિકાસ સાથે ઉત્તમ શિક્ષણ પ્રદાન કરવા માટે 3400 શાળાઓમાં જરૂરી તમામ સુવિધાઓ વિકસાવવા પાંચ વર્ષ માટે 1207 કરોડનું આયોજન કરાયું છે. 11 લાખ કરતાં વધુ વિદ્યાર્થીઓને એસ.ટી. બસ ફ્રી પાસ કન્સેશન માટે 205 કરોડની જોગવાઈ છે.
કોલેજના પ્રથમ વર્ષમાં પ્રવેશ મેળવતાં અંદાજીત ત્રણ લાખ વિદ્યાર્થીઓને ટેબ્લેટ આપવા 200 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. આ ઉપરાંત રાજ્યની 2000 પ્રાથમિક શાળાઓ ખાતે વીજળીકરણ અને પીવાના પાણીની સુવિધા માટે 72 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.
Education Loan Information:
Calculate Education Loan EMI
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
દેશ
શિક્ષણ
બિઝનેસ
Advertisement
gujarati.abplive.com
Opinion