Gujarat Assembly Election 2022 Live Updates: PM મોદીનો રોડ શો શરૂ, દિલ્હી દરવાજા પાસે લોકોની ભીડ ઉમટી
ગુજરાત વિધાનસભાની પ્રથમ તબક્કાની ચૂંટણીનું મતદાન પૂર્ણ થઈ ગયું છે

Background
ગુજરાત વિધાનસભાની પ્રથમ તબક્કાની ચૂંટણીનું મતદાન પૂર્ણ થઈ ગયું છે. ચૂંટણી પંચના આંકડા મુજબ પ્રથમ તબક્કાના 19 જિલ્લાની 89 બેઠકો પર કુલ 63.14 ટકા મતદાન થયું છે. પ્રથમ તબક્કાની ચૂંટણીના મતદાનમાં ડેડિયાપાડામાં સૌથી વધુ 82.33 ટકા તો કચ્છના ગાંધીધામમાં સૌથી ઓછુ 47.86 ટકા મતદાન નોંધાયું છે. કુલ 788 ઉમેદવારોના ભાવી ઈવીએમમાં કેદ થયા છે. તો કેટલીક જગ્યાએ ઈવીએમ પણ ખોટવાયા હોવાની ફરિયાદો મળી હતી.
જિલ્લા મુજબ થયેલ મતદાનની વાત કરીએ તો અમરેલી જિલ્લામાં 57.59 ટકા, ભરૂચ જિલ્લામાં 66.61 ટકા, ભાવનગર જિલ્લામાં 59.71 ટકા, બોટાદ જિલ્લામાં 57.58 ટકા મતદાન થયું. ડાંગ જિલ્લામાં 67.33 ટકા, દેવભૂમિ દ્વારકામાં 61.70 ટકા, ગીર સોમનાથ જિલ્લામાં 65.93 ટકા, જામનગર જિલ્લામાં 58.01 ટકા, જૂનાગઢ જિલ્લામાં 59.52 ટકા, કચ્છ જિલ્લામાં 59.80 ટકા મતદાન થયું. મોરબી જિલ્લામાં 69.77 ટકા, નર્મદા જિલ્લામાં 73.50 ટકા, નવસારી જિલ્લામાં 71.06 ટકા, પોરબંદર જિલ્લામાં 59.51 ટકા, રાજકોટ જિલ્લામાં 60.45 ટકા, સુરત જિલ્લામાં 62.27 ટકા મતદાન થયું. સુરેન્દ્રનગર જિલ્લામાં 62.46 ટકા, તાપી જિલ્લામાં 76.91 ટકા, વલસાડ જિલ્લામાં 69.05 ટકા મતદાન થયું.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો રોડ-શો
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો રોડ-શો શરુ થઈ ગયો છે. પીએમ રોડ શો બાદ સરસપુર ખાતે સભા સંબોધશે. હરિભાઈ ગોધાણી સર્કલ રોડ-શોનો અંત થશે. ત્યારબાદ વિક્રમ મિલ કમ્પાઉન્ડ મેદાનમાં સભા થશે. રસ્તા પર બાપુનગર વિધાનસભાના ઉમેદવાર દીનેશસિંહ કુશવાહના મોટા પોસ્ટર લાગ્યા હતા. કેસરી ફુગ્ગા લગાવ્યા, ભાજપના ધ્વજ અને તોરણ લાગ્યા છે. આસપાસના ધાબા પર પોલીસ જવાનો સુરક્ષામાં તૈનાત છે.
સરકાર બનશે તો કૉંગ્રેસ OBC સમાજમાંથી બનાવશે મુખ્યમંત્રી
સૂત્રો પાસેથી મળેલી જાણકારી અનુસાર, સરકાર બનશે તો કૉંગ્રેસ OBC સમાજમાંથી બનાવશે મુખ્યમંત્રી. સાથે જ કૉંગ્રસ ત્રણ નાયબ મુખ્યમંત્રી બનાવશે. જે અનુસુચિત જાતિ, આદિવાસી અને લઘુમતી સમાજમાંથી હશે.પહેલા તબક્કાનું મતદાન પૂર્ણ થયા બાદ ગઈકાલે અમદાવાદમાં કૉંગ્રેસની ઉચ્ચરસ્તરીય બેઠક મળી. જેમાં કૉંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખડગે અને રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગહેલોતે આ નિર્ણય લીધો છે. સૂત્રોની માહિતી પ્રમાણે આ બાબતે ખડગેએ રાહુલ ગાંધી સાથે પણ ફોન પર વાત કરી હતી.





















