શોધખોળ કરો

Gujarat Assembly Election 2022: આવતીકાલે ગુજરાત વિધાનસભાની બીજા તબક્કાની ચૂંટણી, 14 જિલ્લાની 93 બેઠકો પર મતદાન

ગુજરાત વિધાનસભાની બીજા તબક્કાની ચૂંટણીના મતદાનનું કાઉન્ટડાઉન શરૂ થઇ ગયું છે

ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભાની બીજા તબક્કાની ચૂંટણીના મતદાનનું કાઉન્ટડાઉન શરૂ થઇ ગયું છે. આવતીકાલે બીજા તબક્કામાં 14 જિલ્લાની 93 બેઠકો પર મતદાન થશે. 93 બેઠકો પર કુલ 833 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં છે. ઉમેદવારો હવે ફક્ત ડોર ટુ ડોર પ્રચાર કરી શકશે. તમામ બેઠકો પર આદે ઇવીએમ ડિસ્પેચની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. 24 હજાર 409 મતદાન મથકો પર મતદાન યોજાશે. કુલ બે કરોડ 51 લાખ 58 હજાર 730 મતદારો મતાધિકારનો ઉપયોગ કરશે.

પાંચમી ડિસેમ્બરે યોજાનારી બીજા તબક્કાની ચૂંટણીમાં  ઉત્તર અને મધ્ય ગુજરાતની 93 બેઠક પર કુલ 833 ઉમેદવારો મેદાનમાં ઉતર્યા છે. જેમાં મહિલા ઉમેદવારો 69 છે જ્યારે પુરુષ ઉમેદવારો 764 છે. ઉમેદવારો હવે માત્ર ડોર-ટૂ-ડોર પ્રચાર જ કરી શકશે. પ્રચાર માટે ચૂંટણી ચિન્હ, જનસભા, લાઉડ સ્પીકર કે, LEDનો ઉપયોગ કરી શકે નહીં. બીજા તબક્કામાં અઢી કરોડથી વધુ મતદારો છે.

આવતીકાલે ગુજરાત વિધાનસભાની બીજા તબક્કાની ચૂંટણી, 14 જિલ્લાની 93 બેઠકો પર મતદાન

Gujarat Election 2022: ગુજરાત ચૂંટણીને લઈ આવતીકાલે બીજા તબક્કાનું મતદાન યોજાશે. PM મોદી આવતીકાલે રાણીપની નિશાન સ્કૂલમાં મતદાન કરશે. મતદાન માટે તેઓ આજે સાંજે જ અમદાવાદ આવી પહોંચશે. આ ઉપરાંત તેઓ માતા હીરાબા સાથે પણ મુલાકાત કરી શકે છે.

ભાજપના કાર્યકરોએ માર માર્યાનો ઠક્કરબાપાનગરના AAPના ઉમેદવારનો દાવો

અમદાવાદના ઠક્કરબાપા નગર વિધાનસભા બેઠક પર બીજેપી અને આમ આદમી પાર્ટી વચ્ચે બબાલ થઇ હતી. મળતી જાણકારી અનુસાર, આમ આદમી પાર્ટીના ઉમેદવાર સંજય મોરીએ દાવો કર્યો હતો કે ઠક્કરબાપાનગરમાં ભાજપના કાર્યકરોએ તેને માર માર્યો હતો. ગુજરાત વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કાના પ્રચાર પડઘમ શાંત થઇ ગયા છે છતાં ભાજપના કાર્યકર્તા પ્રચાર કરી રહ્યા હતા જેથી તેમને અટકાવતા હુમલો કર્યાનો સંજય મોરીએ આરોપ લગાવ્યો હતો. ઘટનાની જાણ થતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી.
  • બનાસકાંઠા જિલ્લો : બેઠકોના નામ : વાવ, થરાદ, ધાનેરા, દાંતા (ST), વડગામ (SC), પાલનપુર, ડીસા, દિયોદર, કાંકરેજ
  • પાટણ જિલ્લો : બેઠકોના નામ : રાધનપુર, ચાણસ્મા, પાટણ, સિદ્ધપુર
  • મહેસાણા જિલ્લો : બેઠકો : ખેરાલુ, ઉંઝા, વિસનગર, બેચરાજી, કડી, મહેસાણા, વિજાપુર
  • સાબરકાંઠા જિલ્લો : બેઠકોના નામ : હિંમતનગર, ઈડર, ખેડબ્રહ્મા (ST), પ્રાંતિજ
  • અરવલ્લી જિલ્લો : બેઠકોના નામ : ભિલોડા (ST), મોડાસા, બાયડ
  • ગાંધીનગર જિલ્લો : બેઠકો: દહેગામ, ગાંધીનગર દક્ષિણ, ગાંધીનગર ઉત્તર, માણસા, કલોલ
  • અમદાવાદ જિલ્લો : બેઠકો: વિરમગામ, સાણંદ, ઘાટલોડિયા, વેજલપુર, વટવા, એલિસબ્રિજ, નારાણપુરા, નિકોલ, નરોડા, ઠક્કરબાપા નગર, બાપુનગર, અમરાઈવાડી, દરિયાપુર, જમાલપુર-ખાડિયા, મણિનગર, દાણીલીમડા, સાબરમતી, અસારવા, દસક્રોઈ, ધોળકા, ધંધુકા
  • આણંદ જિલ્લો : બેઠકો : ખંભાત, બોરસદ, આંકલાવ, ઉમરેઠ, આણંદ, પેટલાદ, સોજિત્રા
  • ખેડા જિલ્લો : બેઠકોના નામ : માતર, નડિયાદ, મહેમદાબાદ, મહુધા, ઠાસરા, કપડવંજ
  • મહીસાગર જિલ્લો : બેઠકોના નામ : બાલાસિનોર, લુણાવાડા, સંતરામપુર
  • પંચમહાલ જિલ્લો : બેઠકોના નામ :  શહેરા, મોરવાહડફ, ગોધરા, કાલોલ, હાલોલ
  • દાહોદ જિલ્લો : બેઠકો : ફતેપુરા, ઝાલોદ, લીમખેડા, દાહોદ, ગરબાડા, દેવગઢ બારિયા
  • વડોદરા જિલ્લો : બેઠકોના નામ : સાવલી, વાઘોડિયા, ડભોઈ, વડોદરા શહેર (SC), સયાજીગંજ, અકોટા, રાવપુરા, માંજલપુર, પાદરા, કરઝણ
  • છોટાઉદેપુર જિલ્લો : બેઠકોના નામ: છોટાઉદેપુર, જેતપુર (ST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

મહાકુંભમાં એક નહીં બે જગ્યાએ નાસભાગ મચી હતી, પ્રત્યક્ષદર્શી અનુસાર અનેકના થયા મોત, વહીવટીતંત્ર મૌન
મહાકુંભમાં એક નહીં બે જગ્યાએ નાસભાગ મચી હતી, પ્રત્યક્ષદર્શી અનુસાર અનેકના થયા મોત, વહીવટીતંત્ર મૌન
વેશ્યાવૃત્તિ, દારૂ, નકલી સાધુઓ: જૂનાગઢમાં ગાદીનો વિવાદ ચરમસીમા પર, મહેશગીરીના હરિગીરી પર આકરા પ્રહારો
વેશ્યાવૃત્તિ, દારૂ, નકલી સાધુઓ: જૂનાગઢમાં ગાદીનો વિવાદ ચરમસીમા પર, મહેશગીરીના હરિગીરી પર આકરા પ્રહારો
કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરો માટે મોટા સમાચાર, CGHSએ નવી ગાઈડલાઈન બહાર પાડી
કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરો માટે મોટા સમાચાર, CGHSએ નવી ગાઈડલાઈન બહાર પાડી
મહાકુંભની નાસભાગ પર શંકરાચાર્યનો આક્રોશ: સરકારની નિષ્ફળતા, રાજીનામું આપવું જોઈએ
મહાકુંભની નાસભાગ પર શંકરાચાર્યનો આક્રોશ: સરકારની નિષ્ફળતા, રાજીનામું આપવું જોઈએ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ahmedabad Odhav Demolition : 'કૉંગ્રેસના નેતાઓ ભ્રામક વાતો ફેલાવે છે': રબારી સમાજના આગેવાનોનો આરોપHun To Bolish : હું તો બોલીશ : આ બાવા બગડી ગયા!Surat Police : સુરતમાં જમીન વિવાદમાં મારામારીના કેસમાં આરોપીઓને પોલીસે કરાવ્યું કાયદાનું ભાનMehsana news : મહેસાણાની બાસણા કોલેજમાં વિદ્યાર્થિનીની આત્મહત્યાનો કેસમાં કાર્યવાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મહાકુંભમાં એક નહીં બે જગ્યાએ નાસભાગ મચી હતી, પ્રત્યક્ષદર્શી અનુસાર અનેકના થયા મોત, વહીવટીતંત્ર મૌન
મહાકુંભમાં એક નહીં બે જગ્યાએ નાસભાગ મચી હતી, પ્રત્યક્ષદર્શી અનુસાર અનેકના થયા મોત, વહીવટીતંત્ર મૌન
વેશ્યાવૃત્તિ, દારૂ, નકલી સાધુઓ: જૂનાગઢમાં ગાદીનો વિવાદ ચરમસીમા પર, મહેશગીરીના હરિગીરી પર આકરા પ્રહારો
વેશ્યાવૃત્તિ, દારૂ, નકલી સાધુઓ: જૂનાગઢમાં ગાદીનો વિવાદ ચરમસીમા પર, મહેશગીરીના હરિગીરી પર આકરા પ્રહારો
કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરો માટે મોટા સમાચાર, CGHSએ નવી ગાઈડલાઈન બહાર પાડી
કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરો માટે મોટા સમાચાર, CGHSએ નવી ગાઈડલાઈન બહાર પાડી
મહાકુંભની નાસભાગ પર શંકરાચાર્યનો આક્રોશ: સરકારની નિષ્ફળતા, રાજીનામું આપવું જોઈએ
મહાકુંભની નાસભાગ પર શંકરાચાર્યનો આક્રોશ: સરકારની નિષ્ફળતા, રાજીનામું આપવું જોઈએ
યુએસ ફેડના નિર્ણય બાદ સોનાના ભાવમાં ઉછાળો, કિંમત રેકોર્ડ સ્તરે પહોંચી, જાણો 10 ગ્રામ સોનાનો લેટેસ્ટ ભાવ
યુએસ ફેડના નિર્ણય બાદ સોનાના ભાવમાં ઉછાળો, કિંમત રેકોર્ડ સ્તરે પહોંચી, જાણો 10 ગ્રામ સોનાનો લેટેસ્ટ ભાવ
Bollywood: 1800 કરોડના માલિક આ બોલિવૂડ સુપરસ્ટારની હાલત ખરાબ, રસ્તા પર આદિમાનવની જેમ ભટકતો જોવા મળ્યો
Bollywood: 1800 કરોડના માલિક આ બોલિવૂડ સુપરસ્ટારની હાલત ખરાબ, રસ્તા પર આદિમાનવની જેમ ભટકતો જોવા મળ્યો
US Plane Crash: સેનાના હેલિકોપ્ટર સાથે અથડાયેલ પેસેન્જર વિમાનમાં સવાર તમામ 64 લોકોના મોતની આશંકા
US Plane Crash: સેનાના હેલિકોપ્ટર સાથે અથડાયેલ પેસેન્જર વિમાનમાં સવાર તમામ 64 લોકોના મોતની આશંકા
મહાકુંભમાં ફરી આગનું તાંડવ, સેક્ટર-22માં અનેક પંડાલો સ્વાહા
મહાકુંભમાં ફરી આગનું તાંડવ, સેક્ટર-22માં અનેક પંડાલો સ્વાહા
Embed widget