(Source: ECI/ABP News/ABP Majha)
Kutch: ગુજરાત ATSએ પાર પાડ્યું મોટું ઓપરેશન, 200 કરોડના ડ્રગ્સ સાથે 10 પાકિસ્તાની ઝડપાયા
કચ્છ: કોસ્ટગાર્ડ અને ગુજરાત ATSએ ભારત-પાકિસ્તાન દરિયાઈ સરહદ નજીક એક મોટું ઓપરેશન પાર પાડ્યું છે. જ્યાં સીમા પાસેથી ડ્રગ્સ સાથે હથિયારો જપ્ત કરવામાં આવ્યા છે. લગભગ 200 કરોડની કિંમતનું ડ્રગ્સ ઝડપાયું છે.
કચ્છ: કોસ્ટગાર્ડ અને ગુજરાત ATSએ ભારત-પાકિસ્તાન દરિયાઈ સરહદ નજીક એક મોટું ઓપરેશન પાર પાડ્યું છે. જ્યાં સીમા પાસેથી ડ્રગ્સ સાથે હથિયારો જપ્ત કરવામાં આવ્યા છે. લગભગ 200 કરોડની કિંમતનું ડ્રગ્સ ઝડપાયું છે. જો કે ડ્રસનો જથ્થો મળવોએ કોઈ નવાઈની વાત નથી કારણ કે છેલ્લા ઘણા સમયથી સરહદની પેલે પાર બેઠેલા લોકો ભારતમાં ડ્રગ્સ ઘુસાડવાનો પ્રયત્ન કરતા રહે છે. પરંતુ ભારતીય જવાનોની સતર્કતાને કારણે તેના મનસુબા પાર પડતા નથી. પરંતુ આ વખતે ચોંકાવનારી વાત એ છે કે, 10 પાકિસ્તાની લોકો પણ ઝડપાયા છે. અલ્સોહલી બોટમાંથી 10 પાકિસ્તાની ઝડપાયા છે. ગુજરાત એટીએસએ 10 પાકિસ્તાનીને ઝડપી પાડ્યા છે. બોટમાથી 40 કિલો હેરોઈન ઝડપાયું છે.
રાજકોટમાં સ્ટેટ મોનીટરીંગ સેલે દરોડા પાડ્યા
રાજકોટમાં સ્ટેટ મોનીટરીંગ સેલે દરોડા પાડ્યા છે. નવા ગામે આવેલ કારખાનામાં દારૂનો મોટો જથ્થો ઝડપાયો છે. રાજકોટ પોલીસને ઊંઘતી રાખીને સ્ટેટ વિઝલ્યુલન્સની ટીમે દરોડા પાડતા ચકચાક મચી છે. 31st પહેલા દારૂનો મોટો જથ્થો ઝડપી પાડયો છે. કુવાડવા પોલીસ સ્ટેશનથી 200 મિટરના અંતરે દારૂનું ગોડાઉન ઝડપાયું છે. સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા દારૂનો જથ્થાની ગણતરી ચાલુ છે. તો બીજી તરફ કેમિકલ મળ્યું હોવાની વાત પણ સામે આવી રહી છે. દારૂનું રિફલિંગ પણ હોવાની તપાસ કરવામાં આવી રહી છે. નોંધનીય છે કે બે દિવસ પહેલા પણ રાજકોટમાં દારુ પિતા લોકોને ઝડપી પાડવામાં આવ્યા હતા.
કોરોનાના ખતરાને લઈને કાંકરિયા કાર્નિવલના સમયમાં કરવામાં આવ્યો ફેરફાર
રવિવારના રોજ અમદાવાદમાં કાંકરિયા કાર્નિવલની શરૂઆત કરવામાં આવી હતી. સીએમ ભુપેન્દ્ર પટેલે કાંકરિયા કાર્નિવલ લોકો માટે ખુલ્લો મુક્યો હતો. જો કે, કોરોનાની દહેશતના પગલે AMCએ એક મોટો નિર્ણય લીધો છે. કાર્નિવલનો સમય સાંજે 6 થી 9 કલાક સુધી યોજાશે. અગાઉ કાર્નિવલ સાંજે 7 થી 10 કલાક સુધી ચાલવાનો હતો. કોરોનાની દહેશતના કારણે સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. વધુ લોકો રાતે એકત્ર ન થાય તે માટે AMCએ નિર્ણય લીધો હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે.
ગુજરાતમાં ઠંડીએ તોડ્યા તમામ રેકોર્ડ, જાણો તમારા શહેરમાં કેટલી રહી ઠંડી?
ગુજરાતમાં ઠંડી (Cold in Gujarat) નો ચમકારો વધી ગયો છે. ગુજરાત હવામાન વિભાગ (Gujarat Meteorological Department Forecast) અને અંબલાલની અગાહી (Ambalal Forecast) મુજબ હજુ પણ અગામી દિવસમાં રાજ્યમાં ઠંડી વધી શકે છે. ઉત્તર ભારતમાં શિયાળો દિવસેને દિવસે વધી રહ્યો છે. ગઈકાલે નાતાલના દિવસે ઠંડીએ તમામ રેકોર્ડ તોડી નાખ્યા હતા. જેને પગલે ગુજરાતમાં પણ ઠંડીનો ચમકારો જોવા મળ્યો હતો. રાજ્યમાં બે-ત્રણ દિવસથી ફૂલ ગુલાબી ઠંડી શરૂ થઈ ગઈ છે. તો રાજસ્થાનના ચુરુમાં તો તાપમાનનો પારો 0 ડિગ્રી સેલ્સિયસ નોંધાયો છે. ભારતીય હવામાન વિભાગનું કહેવું છે કે, રાજસ્થાનના ઘણા વિસ્તારોમાં આજે પણ તીવ્ર શીત લહેર યથાવત રહેશે. હવામાન વિભાગે હરિયાણા અને દિલ્હી NCR માટે પણ એલર્ટ જાહેર કર્યું છે.
ગુજરાતમાં ત્રણ દિવસથી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. ધીમે-ધીમે પારો ગગડી રહ્યો છે, તેમ-તેમ લોકો ઠંડીથી ઠુંઠવાઈ રહ્યા છે. રાજ્યમાં સૌથી વધારે ઠંડી કચ્છના નલીયા વિસ્તારમાં અનુભવાઈ છે. અહીં ગઈ કાલે 4.2 ડીગ્રી સુધી પારો ગગડી ગયો હતો. ઠંડી શરૂ થતા જ લોકોએ ગરમ કપડા પહેરવાનું શરૂ કરી દેવું પડ્યું છે. ગુજરાત હવામાન વિભાગે આગામી બે દિવસની આગાહી કરતા જણાવ્યું છે કે, કચ્છના કેટલાક વિસ્તારમાં આગામી દિવસમાં શીત લહેર છવાઈ શકે છે. કચ્છના નલીયા વિસ્તારમાં હજુ પણ પારો ગગડે તેવી શક્યતા છે. હવામાન વિભાગે આગાહી માટે જાણીતા અંબાલાલ પટેલે પણ રાજ્યમાં 25 ડિસેમ્બર બાદ ઠંડી વધવાની આગાહી કરી હતી. ઉત્તર ભારતમાં હિમ વર્ષાને પગલે ઉત્તર પવનો ફૂંકાતા તેની અસર ગુજરાતમાં જોવા મળી રહી છે. હજુ બે દિવસ ઠંડીનો ચમકારો જોવા મળી શકે છે.