શોધખોળ કરો
ગુજરાત ભાજપના 8 ઉમેદવારોનાં નામની પેનલ મુદ્દે શું થયું કે ફરી બેઠક કરવી પડી ? C.R. પાટીલ પહોંચ્યા દિલ્હી, જાણો ક્યારે થશે ઉમેદવારો જાહેર?
જરાત વિધાનસભાની 8 બેઠકોની પેટાચૂંટણી 3 નવેમ્બરે યોજાવાની છે ત્યારે આ ચૂંટણીમાં ભાજપના ઉમેદવારોની યાદી જાહેર કરવા અંગે મડાગાંઠ સર્જાઈ છે.

અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની 8 બેઠકોની પેટાચૂંટણી 3 નવેમ્બરે યોજાવાની છે ત્યારે આ ચૂંટણીમાં ભાજપના ઉમેદવારોની યાદી જાહેર કરવા અંગે મડાગાંઠ સર્જાઈ છે. ગુજરાત ભાજપ દ્વારા નક્કી કરાયેલી પેનલના નામમાં વિરોધ થતાં ફરી બેઠક યોજવી પડી હતી. આ પેનલના નામ લઈને ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ દિલ્હી પહોંચ્યા છે.સૂત્રોના જણાવ્યા પ્રમાણે, આજે ભાજપની કેન્દ્રીય પાર્લામેન્ટરી બોર્ડની બેઠકમાં 8 બેઠકો માટે ભાજપના ઉમેદવારોના નામ નક્કી થવાની શક્યતા છે. આવતી કાલે સી.આર. પાટીલ ગુજરાત આવશે પણ 14 ઓક્ટોબર અથવા 15 ઓક્ટોબરની આસપાસ ભાજપના આઠ ઉમેદવારોના નામ જાહેર થાય તેવી શક્યતા છે. ભાજપમાં ચાલી રહેલી ખેંચતાણના કારણે પેટા ચૂંટણીમાં ભાજપના ઉમેદવારોના નામ પર રહસ્ય અકબંધ છે. આ નામો પર સર્વસંમતિ નહીં સધાતાં પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલનો દિલ્હી પ્રવાસ લંબાવાયો છે. દિલ્હીમાં ઉમેદવારોના નામ અંગે રવિવારે પણ હાઇકમાન્ડ સાથે ચર્ચા થશે. આ ઉપરાંત સંસદીય આવાસ સમિતિની બેઠકમાં સી. આર. પાટીલ હાજર રહેશે. પાટીલા આ સમિતીના ચેરમેન છે.
વધુ વાંચો





















