શોધખોળ કરો

ગુજરાત ભાજપના દિગ્ગજ નેતાએ ક્રિકેટ ટુર્નામેન્ટમાં એકઠી કરી હજારોની ભીડ, ઓમિક્રોનને ખુલ્લું નિમંત્રણ

બોટાદની સરકારી હાઈસ્કૂલ ગ્રાઉન્ડમાં નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરાયુ હતું. 25 ડીસેમ્બરના રોજ યોજાઈ આ સ્પર્ધાની  ફાઇનલ મેચ યોજાઈ હતી. તેમાં ખૂબ જ મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા.

બોટાદઃ ગુજરાત સહિત દેશભરમાં કોરોનાના નવા વેરીયન્ટ ઓમિક્રોનના કેસ વધી રહ્યા છે તેના કારણે ફફડાટ છે. કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા લોકોને સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવવાની સલાહ અપાય છે ત્યારે ભાજપના જ નેતા સોશિયલ ડિસ્ટન્સિંગના ધજાગરા ઉડાવી રહ્યા છે.

આવી જ એક શરમજનક ઘટનામાં ગુજરાત સરકારના ભૂતપૂર્વ ઉર્જા મંત્રી અને બોટાદના ધારાસભ્ય સૌરભ પટેલ આયોજીત નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટ માં સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડાવીને હજારો લોકોને એકઠા કરાયા હતા.

બોટાદની સરકારી હાઈસ્કૂલ ગ્રાઉન્ડમાં નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરાયુ હતું. 25 ડીસેમ્બરના રોજ યોજાઈ આ સ્પર્ધાની  ફાઇનલ મેચ યોજાઈ હતી. તેમાં ખૂબ જ મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા.

આઘાતજનક વાત એ છે કે, હજારોની સંખ્યામાં લોકોએ ઉમટી પડીને સોસીયલ ડિસ્ટન્સના સરેઆમ ધજાગરા ઉડાડ્યા તેનો વીડિયો પૂર્વ ઉર્જામંત્રી સૌરભ પટેલે પોતે જ પોસ્ટ કર્યો છે. કોરોના બાદ ઓમિક્રોનના વધતા સંક્રમણ વચ્ચે સૌરભ પટેલનો વીડિયો સરકાર સામે પડકાર રૂપ બન્યો છે.

સૌરભ પટેલની હાજરીમાં હજારોની સંખ્યામાં લોકોએ ઉમટી પડીને નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટમાં સોશિયલ ડિસ્ટન્સનો ભંગ કરીને ઓમિક્રોનને નિમંત્રણ આપ્યું હોવાનું સ્પષ્ટ છે. 

ગુજરાતમાં કોરોના કેસ

છેલ્લા કેટલાક દિવસથી ગુજરાતમાં કોરોનાના નવા કેસમાં વધારો થયો છે. ગઈકાલે રાજ્યમાં કોરોનાના નવા 177  કેસ નોંધાયા છે.  બીજી તરફ 66  દર્દીઓ રિકવર પણ થયા છે.  અત્યાર સુધીમાં કુલ 8,18,298  દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. તો બીજી તરફ કોરોનાનો રિકવરી રેટ પણ 98.67 ટકાએ પહોંચ્યો છે. રાજ્યમાં કોરોના સંક્રમણથી આજે એક પણ મોત થયું નથી. આજે 41,031  લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે. 

ગુજરાતમાં ગઈકાલે આવેલા આંકડા પ્રમાણે અમદાવાદ કોર્પોરેશનમાં 52, રાજકોટ કોર્પોરેશનમાં 24,  સુરત  કોર્પોરેશનમાં 20, વડોદરા  કોર્પોરેશનમાં 15, રાજકોટમાં 12, વલસાડમાં આઠ, સુરતમાં પાંચ, અમરેલીમાં ચાર, ગીર સોમનાથમાં ચાર, ખેડામાં ચાર, કચ્છમાં ચાર, બનાસકાંઠામાં ત્રણ, જામનગર કોર્પોરેશનમાં ત્રણ, આણંદમાં બે, ગાંધીનગરમાં બે, ગાંધીનગર કોર્પોરેશનમાં બે, જૂનાગઢ કોર્પોરેશનમાં બે, અમદાવાદમાં એક, ભરૂચમાં એક, ભાવનગરમાં એક, ભાવનગર કોર્પોરેશનમાં એક, જામનગરમાં એક, મહેસાણામાં એક, નવસારીમાં એક, પંચમહાલમાં એક, સાબરકાંઠામાં એક, તાપીમાં એક અને વડોદરામાં એક નવો કેસ નોંધાયો હતો.

જો કોરોનાના એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં કુલ 948  કેસ છે. જે પૈકી 10 વેન્ટીલેટર પર છે, જ્યારે 938 નાગરિકો સ્ટેબલ છે. 8,18,298 નાગરિકોને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે. 10113 નાગરિકોનાં અત્યાર સુધીમાં કુલ મોત નિપજ્યાં છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

ખ્યાતિ હોસ્પિટલના સંચાલકોની ચોંકાવનારી મોડસ ઓપરેન્ડી,  આ રીતે કરી 25 કરોડ રૂપિયાથી વધુની કમાણી

Assembly Elections 2024 Live: 'BJP કરે છે વોટ જેહાદ, અહી બનશે MVAની સરકાર', નાના પટોળેનો મોટો દાવો

ધુમ્મસના કારણે ટ્રેન કેન્સલ થાય તો કેવી રીતે મળશે રિફંડ? જાણો શું છે નિયમ?

Amla Benefits: વાળથી લઇને પેટ સુધી ફાયદાકારક છે આમળા, શિયાળામાં આ રીતે ખાવ
Amla Benefits: વાળથી લઇને પેટ સુધી ફાયદાકારક છે આમળા, શિયાળામાં આ રીતે ખાવ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : લોકમાતાના દુશ્મન કોણ?Hun To Bolish : હું તો બોલીશ : પંચાયતનો પાવર પૂરો?Porbandar News : પોરબંદરમાં સુંદર ચોપાટીના બે પ્રવેશ દ્વાર જર્જરિત થતા મોટી દુર્ઘનાની ભીતીAhmedabad News : અમદાવાદમાં વધુ એક બ્રિજ સમય મર્યાદા કરતા વિલંબમાં પડ્યો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ખ્યાતિ હોસ્પિટલના સંચાલકોની ચોંકાવનારી મોડસ ઓપરેન્ડી,  આ રીતે કરી 25 કરોડ રૂપિયાથી વધુની કમાણી
ખ્યાતિ હોસ્પિટલના સંચાલકોની ચોંકાવનારી મોડસ ઓપરેન્ડી, આ રીતે કરી 25 કરોડ રૂપિયાથી વધુની કમાણી
Assembly Elections 2024 Live: 'BJP કરે છે વોટ જેહાદ, અહી બનશે MVAની સરકાર', નાના પટોળેનો મોટો દાવો
Assembly Elections 2024 Live: 'BJP કરે છે વોટ જેહાદ, અહી બનશે MVAની સરકાર', નાના પટોળેનો મોટો દાવો
ધુમ્મસના કારણે ટ્રેન કેન્સલ થાય તો કેવી રીતે મળશે રિફંડ? જાણો શું છે નિયમ?
ધુમ્મસના કારણે ટ્રેન કેન્સલ થાય તો કેવી રીતે મળશે રિફંડ? જાણો શું છે નિયમ?
Amla Benefits: વાળથી લઇને પેટ સુધી ફાયદાકારક છે આમળા, શિયાળામાં આ રીતે ખાવ
Amla Benefits: વાળથી લઇને પેટ સુધી ફાયદાકારક છે આમળા, શિયાળામાં આ રીતે ખાવ
Maharashtra Assembly Election 2024: અક્ષય કુમારે મુંબઇમાં આપ્યો મત, રાજકુમાર રાવ અને અલી ફઝલે કર્યું મતદાન

IPL 2025 Auction: પંજાબ કિંગ્સના પર્સમાં છે સૌથી વધુ રૂપિયા, આ પાંચ ખેલાડીઓને ખરીદવા માંગશે પોન્ટિંગ

PLFS Report 2024:  શહેરી વિસ્તારોમાં ઘટી રહ્યો છે બેરોજગારીનો દર, NSOએ જાહેર કર્યા આંકડા

Rafael Nadal Retirement: અલવિદા રાફેલ નડાલ... 22 વખતના ગ્રાન્ડ સ્લેમ ચેમ્પિયનને પોતાની અંતિમ મેચમાં મળી હાર

Embed widget