શોધખોળ કરો
ગુજરાત વિધાનસભા પેટા ચૂંટણીઃ ભાજપની જેમ કોંગ્રેસનું કઈ બેઠક પર કોકડું ગૂંચવાયું, જાણો વિગત
ભાજપે પણ લીંબડી બેઠક પર ઘણા મનોમંથન બાદ ઉમેદવારની જાહેરાત કરી હતી, તેવી જ રીતે હવે કોંગ્રેસમાં પણ આ બેઠકને લઈ કોકડું ગૂંચવાયું છે.

અમદાવાદઃગુજરાત વિધાનસભાની પેટા ચૂંટણીને લઈને કૉંગ્રેસે આજે વધુ બે બેઠક પર ઉમેદવાર જાહેર કર્યા હતા. જ્યારે લીંબડી બેઠક પર ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા નથી. ભાજપે પણ લીંબડી બેઠક પર ઘણા મનોમંથન બાદ ઉમેદવારની જાહેરાત કરી હતી, તેવી જ રીતે હવે કોંગ્રેસમાં પણ આ બેઠકને લઈ કોકડું ગૂંચવાયું છે.
આજે કોંગ્રેસે કપરાડા બેઠક પરથી બાબુ વરઠા અને ડાંગ બેઠક પરથી સૂર્યકાંત ગાવિતના નામની જાહેરાત કરી હતી. આ પહેલા સોમવારે મોરબી,ધારી, કરજણ,અબડાસા અને ગઢડા બેઠક પરથી કૉંગ્રેસે ઉમેદવારોના નામ જાહેર કર્યા હતા. ભાજપ દ્વારા તમામ આઠ બેઠક પર ઉમેદવાર જાહેર કરી દેવામાં આવ્યા છે.
કઈ બેઠક પર કયા પક્ષમાં કોણ છે ઉમેદવાર
ગુજરાતમાં કેમ યોજાઈ રહી છે પેટા ચૂંટણી
કોંગ્રેસમાં મોટાપાયે તોડફોડ થતાં માર્ચમાં 5 અને તે પછી ત્રણ ધારાસભ્યો મળીને કોંગ્રેસના કુલ 8 ધારાસભ્યોએ રાજ્યસભાની ચૂંટણી પહેલા રાજીનામા આપ્યા હતા. જેના પગલે આ બેઠકો ખાલી પડતાં પેટા ચૂંટણી યોજાઈ રહી છે.
10 નવેમ્બરે પરિણામ
ગુજરાત વિધાનસભાની પેટા ચૂંટણી માટે 16 ઓક્ટોબર ઉમેદવારી પત્ર ભરવાનો છેલ્લો દિવસ છે. 17 ઓક્ટોબરે ઉમેદવારી પત્ર ચકાસણી થશે. 19 ઓક્ટોબર સુધી ઉમેદવારી ફોર્મ પાછા ખેંચી શકાશે. 3 નવેમ્બરે મતદાન થશે અને 10 નવેમ્બરે પરિણામ જાહેર થશે.
બેઠક | ભાજપના ઉમેદવાર | કોંગ્રેસના ઉમેદવાર |
ધારી | જે.વી. કાકડિયા | સુરેશ કોટડિયા |
મોરબી | બ્રિજેશ મેરઝા | જયંતિ જયરાજ |
ગઢડા | આત્મારામ પરમાર | મોહન સોલંકી |
કરજણ | અક્ષય પટેલ | કિરીટસિંહ જાડેજા |
અબડાસા | પ્રદ્યુમનસિંહ જાડેજા | શાંતિલાલ સેંઘાણી |
ડાંગ | વિજય પટેલ | સૂર્યકાંત ગાવિત |
કપરાડા | જીતુ ચૌધરી | બાબુ વરઠા |
લીંબડી | કિરીટસિંહ રાણા | ઉમેદવાર નથી જાહેર કર્યા |
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગાંધીનગર
દેશ
ગુજરાત
ગુજરાત
Advertisement
