શોધખોળ કરો
Advertisement
કપરાડામાં કોંગ્રેસે ભાજપમાંથી આવેલા નેતાને ટિકિટ આપતાં બે પક્ષપલટુઓનો જંગ, જાણો કોંગ્રેસના ઉમેદવાર કોણ છે ?
કપરાડા વિધાનસભાની પેટા ચૂંટણી માટે કોંગ્રેસે લાંબી કવાયત બાદ અંતે બાબુ વરઠાનું નામ જાહેર કર્યું છે. વારલી સમાજમાંથી આવતા બાબુ વરઠાને ટિકિટ મળતા જ બાબુ વરઠાના સમર્થકોમાં ખુશીની લહેર છવાઈ ગઈ છે.
વલસાડઃ ગુજરાતમાં 3 નવેમ્બરે 8 વિધાનસભા બેઠકોની પેટાચૂંટણી યોજાવાની છે. કોંગ્રેસમાંથી બાબુ વરઠાને ટીકીટ અપાતા જ કપરાડા પેટા ચૂંટણીના સમીકરણો બદલાવા લાગ્યા છે. એક તરફ કોંગ્રેસમાંથી રાજીનામુ આપી જીતુભાઇ ચૌધરી બીજેપીમાં આવ્યાં અને આ જ તકનો લાભ લાઇ કોંગ્રેસ છોડી બીજેપીમાં આવેલ બાબુ વરઠા ફરી કોંગ્રેસમાં જોડાતા અને એને ટીકીટ મળતા જાતિગત સમીકરણો બદલાયા છે. હવે કોંગ્રેસ ફરી એક્શન મોડમાં આવી ગઈ છે. કોંગ્રેસે બાબુભાઈને ટીકીટ આપતા જ માસ્ટર સ્ટ્રોક રમી કોંગ્રેસને ફરી કપરાડામાં મજબૂત સ્થિતિમાં મૂકી છે. હવે કપરાડામાં ચૂંટણી જંગ એક તરફી ન રહી રસાકસીનો બનશે. .....
વલસાડની કપરાડા વિધાનસભાની પેટા ચૂંટણી માટે કોંગ્રેસે લાંબી કવાયત બાદ અંતે બાબુ વરઠાનું નામ જાહેર કર્યું છે. વારલી સમાજમાંથી આવતા બાબુ વરઠાને ટિકિટ મળતા જ બાબુ વરઠાના સમર્થકોમાં ખુશીની લહેર છવાઈ ગઈ છે. કોંગ્રેસ પક્ષમાંથી અગાઉ 8 દાવેદારોએ ટિકિટ માંગી હતી. .જોકે છેલ્લે ધોડિયા સમાજમાંથી વસંત પટેલ અને હરેશ પટેલ અને વારલી સમાજમાંથી બાબુભાઈનું નામ છેલ્લે દિલ્હી લેવલે ગયું હતું.
કોંગ્રેસે ગુજરાતની 8 પૈકી કપરાડા અને ડાંગ બેઠકના ઉમેદવાર પસંદગી ની મડાગાંઠ ફસાઈ હતી. આમ છેલ્લી ઘડી સુધી કોંગ્રેસ માટે બાબુભાઇ અને હરેશ પટેલ વચ્ચે મથામણ ચાલતી હતી. એ ઉલ્લેખનીય છે કે આ ચૂંટણીમાં કોંગ્રેસ ભાજપના ઉમેદવાર જીતુ ચૌધરીને પક્ષપલ્ટુ ની છબીને આગળ રાખી પ્રચાર કરવાનું મુખ્ય હથિયાર બાબુભાઈને ટિકિટ આપતા ફેલ થયું છે. કારણ કે બાબુભાઈ પણ ભાજપમાંથી આયાતી ઉમેદવાર છે જ.
અચાનક જીતુભાઈ ભાજપમાં બેસી જતા બાબુભાઇએ ભાજપને રામ રામ કરીને કોંગ્રેસમાં જોડાયા હતા અને વલસાડ કોંગ્રેસના આગેવાનોએ પણ ટિકિટ આપવાની બાંહેધરી આપી હતી. જેને લઇને હવે અંતે ભાજપના જીતુ ચૌધરીને પછાડવા કોંગ્રેસે ઉમેદવાર તરીકે બાબુભાઈને મેદાનમાં ઉતારતા કપરાડાની ચૂંટણી રસપ્રદ બની છે. વારલી સમાજમાંથી આવતા બાબુભાઈ કુકણા સમાજમાંથી આવતા જીતુ ચૌધરીને પછાડવાના દાવા હાલ તો બાબુભાઈ કરી રહ્યા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
ટેકનોલોજી
બિઝનેસ
Advertisement