શોધખોળ કરો

ગુજરાત પેટાચૂંટણીઃ કઈ બેઠક પર કોંગ્રેસના ઉમેદવારનું ફોર્મ રદ કરવા ભાજપના ઉમેદવારે કરી માંગ? જાણો વિગત

કોંગ્રેસના ઉમેદવારો દ્વારા નામદાર સુપ્રીમ કોર્ટના આદેશનું ઉલ્લંઘન કરવા બદલ ભારતી રાષ્ટ્રીય કોંગ્રેસના ઉમેદવાર સૂર્યકાંત ગાવિતનું ઉમેદવારી ફોર્મ રદ કરવા અરજી થઈ છે.

ડાંગઃ ગુજરાતમાં આગામી 3 નવેમ્બરે યોજાનારી વિધાનસભાની આઠ બેઠકો માટે ઉમેદવારી પત્રો ભરાઈ ગયા છે. હવે આજે ઉમેદવારી પત્રોની ચકાસણી થશે. ત્યારે કોંગ્રેસના ઉમેદવારો દ્વારા નામદાર સુપ્રીમ કોર્ટના આદેશનું ઉલ્લંઘન કરવા બદલ ભારતી રાષ્ટ્રીય કોંગ્રેસના ઉમેદવાર સૂર્યકાંત ગાવિતનું ઉમેદવારી ફોર્મ રદ કરવા અરજી થઈ છે. ભાજપના ઉમેદવાર વિજય પટેલે ચૂંટણી અધિકારીને અપીલ કરી છે. કોંગ્રેસના ઉમેદવાર સૂર્યકાંત ગાવિત દ્વારા કરવામાં આવેલ એફિડેવિટમાં ૫૩ જેટલી ભૂલો હોવાની માહિતી આપી છે. દસ્તાવેજી પુરાવા સાથે ભાજપના ઉમેદવારે ડાંગ જિલ્લા ચૂંટણી અધિકારીને ફરિયાદ કરી છે. જો ચૂંટણી અધિકારી કોંગ્રેસના ઉમેદવારનું ફોર્મ રદ ન કરે તો ન્યાય પાલિકામાં જવાની તૈયારી બતાવી છે. ભાજપના ચૂંટણી ઇન્ચાર્જ પૂર્ણેશ મોદીએ આ માહિતી કરી આપી છે. નોંધનીય છે કે, આજે લીંબડી બેઠક પર ગેમ ચેંજર ગણાતા અપક્ષ ઉમેદવાર ગોપાલ મકવાણાનું ફોર્મ રદ થયું છે. કોંગ્રેસના નારાજ દાવેદાર અને પૂર્વ સાંસદ-પૂર્વ ધારાસભ્ય સવશીભાઈ મકવાના પૌત્ર ગોપાલ મકવાણાએ અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી. જોકે, આજે તેમનું ઉમેદવારી ફોર્મ રદ થયું છે. જોકે, તેનું કારણ હજુ જાણી શકાયું નથી. તેમણે આજે જણાવ્યું હતું કે, હું ફોર્મ પાછું ખેંચવાનો નથી. હું અપક્ષ લડીશ અને જીતિશ. કોંગ્રેસે છેક સુધી ટિકિટ આપીશું એમ કહ્યુ અને છેલ્લે કોળી સમાજ ને ટિકિટ ન આપી. એટલે મેં અપક્ષ ઉમેદવારી કરી છે. મારો ભાજપ કે કોંગ્રેસ કોઇએ સમ્પર્ક કર્યો નથી. આમ, જીતનો દાવો કરનાર ગોપાલ મકવાણાનું ફોર્મ રદ થઈ ગયું છે. નોંધનીય છે કે, લીંબડીમાં કુલ 20 ઉમેદવારી  ફોર્મ ભરાયા છે, જેમાં ભાજપ-કોંગ્રેસ ઉપરાંત અપક્ષના 17 ફોર્મ છે.  ગોપાલ મકવાણાનું ફોર્મ રદ થતા હવે ભાજપના કિરીટસિંહ રાણા અને કોંગ્રેસના ચેતન ખાચર વચ્ચે ચૂંટણીજંગ જામશે. ગઈ કાલે ગોપાલ મકવાણાએ અપક્ષ ઉમેદવારી નોંધાવતા જણાવ્યું હતું કે, કોંગ્રેસે મને અને કોળી સમાજને અન્યાય કર્યો છે. ભાજપ અને કોંગ્રેસ બંનેને મારી ઉમેદવારીથી નુકશાન જશે. મારે મારા ફઈ કલ્પનાબેન સાથે બોલવાનો પણ સંબંધ નથી. કોંગ્રેસ કે ભાજપ કોઈએ કોળી સમાજને ટીકીટ ન આપી માટે મેં ઉમેદવારી કરી છે. તમામ સમાજના લોકો મારી સાથે છે અને હું જીતીશ. લીંબડી વિધાનસભા બેઠક પર કુલ 2,62,088 મતદારો માંથી 85,601 મતદારો કોળી સમાજનાં છે.

ટોપ સ્ટોરી

ભાવનગર લઠ્ઠાકાંડ: પોલીસે કહ્યું- આ બારકોડ '8901522000665' નંબરની બોટલનો દારુ ન પીશો
ભાવનગર લઠ્ઠાકાંડ: પોલીસે કહ્યું- આ બારકોડ '8901522000665' નંબરની બોટલનો દારુ ન પીશો
Bhavnagar: ભાવનગર લઠ્ઠાકાંડમાં મોટા સમાચાર, વધુ એક PI ને કરાયા સસ્પેન્ડ
Bhavnagar: ભાવનગર લઠ્ઠાકાંડમાં મોટા સમાચાર, વધુ એક PI ને કરાયા સસ્પેન્ડ
Gujarat Rain: આગામી એક સપ્તાહ સુધી રાજ્યમાં સામાન્ય વરસાદનું અનુમાન, બે નવી સિસ્ટમ સક્રિય છતાં વરસાદી ખેંચ
Gujarat Rain: આગામી એક સપ્તાહ સુધી રાજ્યમાં સામાન્ય વરસાદનું અનુમાન, બે નવી સિસ્ટમ સક્રિય છતાં વરસાદી ખેંચ
Surat Ragging Case: સુરત રેગિંગકાંડમાં મોટી કાર્યવાહી, HOD ડૉ સુમૈયા મુલ્લાને કરવામાં આવ્યા સસ્પેન્ડ
Surat Ragging Case: સુરત રેગિંગકાંડમાં મોટી કાર્યવાહી, HOD ડૉ સુમૈયા મુલ્લાને કરવામાં આવ્યા સસ્પેન્ડ

વિડિઓઝ

Bhavnagar Liquor Scam : ભાવનગર લઠ્ઠાકાંડના આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ સામાન્ય વરસાદની આગાહી
Hun To Bolish : હું તો બોલીશ : ખાંડ કેમ થઈ રહી છે મોંઘી?
Hun To Bolish : હું તો બોલીશ : વાવવામાં સુરા, જાળવણીમાં ઝીરો
Hun To Bolish : હું તો બોલીશ : કેમ ન ટાળી શકાયું લઠ્ઠાકાંડ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Stock Market Today: શેરબજારમાં સતત બીજા દિવસે હરિયાળી, સેન્સેક્સ 200 અને નિફ્ટી 24,300 પોઇન્ટ ઉછળ્યો
Stock Market Today: શેરબજારમાં સતત બીજા દિવસે હરિયાળી, સેન્સેક્સ 200 અને નિફ્ટી 24,300 પોઇન્ટ ઉછળ્યો
જો રૂટે સચિન તેંડુલકરના રેકોર્ડની કરી બરોબરી, ટેસ્ટમાં ફટકારી 68મી અડધી સદી
જો રૂટે સચિન તેંડુલકરના રેકોર્ડની કરી બરોબરી, ટેસ્ટમાં ફટકારી 68મી અડધી સદી
Gujarat Rain: રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ જિલ્લામાં વરસશે વરસાદ
Gujarat Rain: રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ જિલ્લામાં વરસશે વરસાદ
Sugar Import News: 10 લાખ ટન ડ્યૂટી ફ્રી ખાંડની આયાતને કેંદ્ર સરકારની મંજૂરી
Sugar Import News: 10 લાખ ટન ડ્યૂટી ફ્રી ખાંડની આયાતને કેંદ્ર સરકારની મંજૂરી
Bhavnagar Fake liquor: ભાવનગરમાં લઠ્ઠાકાંડ પર મોટા સમાચાર, 13 આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર 
Bhavnagar Fake liquor: ભાવનગરમાં લઠ્ઠાકાંડ પર મોટા સમાચાર, 13 આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર 
Mahindra ની નવી 6-સીટર EV લોન્ચ, એક ચાર્જમાં 679 KM રેન્જ, જાણો કિંમત 
Mahindra ની નવી 6-સીટર EV લોન્ચ, એક ચાર્જમાં 679 KM રેન્જ, જાણો કિંમત 
8th Pay Commission: 8માં પગાર પંચમાં જો આ માંગ પૂરી થશે તો  ₹70000 થશે તમારો પગાર? જાણો 
8th Pay Commission: 8માં પગાર પંચમાં જો આ માંગ પૂરી થશે તો  ₹70000 થશે તમારો પગાર? જાણો 
Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં ભડકો, ચાંદીમાં 10,000 નો ઉછાળો, જાણો કારણ 
Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં ભડકો, ચાંદીમાં 10,000 નો ઉછાળો, જાણો કારણ 
Embed widget