શોધખોળ કરો

રૂપાણી સરકારમાં થશે મોટા ફેરફાર, જાણો ક્યાં 5 પ્રધાનોનાં પત્તાં કપાવાની ચાલી રહી છે વાતો ?

મુખ્યમંત્રી વિજય રૂપાણી કેબિનેટનું ટૂંક સમયમાં વિસ્તરણ થવાની અટકળો તેજ બની છે. જેમાં પાંચ પ્રધાનોનાં પત્તાં કપાઈ જશે એવી વાતો જોરશોરથી ચાલી રહી છે.

ગાંધીનગરઃ ગુજરાતમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી કેબિનેટનું ટૂંક સમયમાં વિસ્તરણ થવાની અટકળો તેજ બની છે. આ વિસ્તરણમાં રૂપાણી સરકારના પાંચ પ્રધાનોનાં પત્તાં કપાઈ જશે એવી વાતો જોરશોરથી ચાલી રહી છે. રૂપાણીના મંત્રીમંડળમાંથી જેમનાં પત્તાં કપાવાની અટકળ ચાલી રહી છે તેમાં કેબિનેટ કક્ષાના પ્રધાન આર.સી.ફળદુ અને ઇશ્વર પરમાર ઉપરાંત વિભાવરીબેન દવે, કુમાર કાનાણી અને વાસણ આહિરનો સમાવેશ થાય છે. આ પૈકી ફળદુને વિધાનસભાના સ્પીકર બનાવાય તેવી શક્યતા છે. ગુજરાતમાં ટૂંક સમયમાં આઠ વિધાનસભા બેઠકોની પેટાચૂંટણી ક્યારે યોજાશે તે નક્કી નથી પણ આ પેટાચૂંટણી પહેલાં જ મંત્રીમંડળનુ વિસ્તરણ થશે તેવી અફવાએ જોર પકડયુ છે. અત્યારે એવી ચર્ચા પણ ચાલી રહી છે કે, ભાજપના ચાર ધારાસભ્યોનો પ્રધાનમંડળમાં સમાવેસ કરાશે અને વર્તમાન પ્રધાનોમાંથી રાજ્ય કક્ષાના એક પ્રધાનને બઢતી આપીને કેબિનેટ દરજ્જાના પ્રધાન બનાવવામાં આવશે. હાલમાં પ્રદીપસિંહ જાડેજા રાજ્ય કક્ષાના ગૃહ પ્રધાન છે. તેમને કેબિનેટ મંત્રી બનાવીને તેમનું ખાતું બદલવામાં આવે તેવી શક્યતા છે. આ ઉપરાંત પ્રદેશ પ્રમુખપદેથી મુદત પૂરી કરનારા જીતુ વાઘાણી, વિધાનસભાના સ્પીકર રાજેન્દ્ર ત્રિવેદી અને આત્મારામ પરમારને કેબિનેટ કક્ષાના પ્રધાન બનાવાઈ શકે છે. આત્મારામ પરમાર હાલમાં ધારાસભ્ય નથી પણ કોંગ્રેસમાંથી રાજીનામું આપીને ભાજપમાં જોડાયેલા પ્રવિણ મારૂને બદલે તેમને ગઢડામાંતી લડાવવાની વાતો ચાલી રહી છે. આ ઉપરાંત કોંગ્રેસમાંથી રાજીનામું આપીને ભાજપમાં જોડાયેલા બ્રિજેશ મેરજા અને ભાજપના દંડક પંકજ દેસાઇ પણ રાજ્ય કક્ષાના પ્રધાન બની શકે છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ
Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ
CM ભૂપેન્દ્ર પટેલ અમેરિકાના પ્રવાસે રવાના, Vibrant Gujarat 2027 માટે વિદેશી રોકાણકારોને આપશે આમંત્રણ
CM ભૂપેન્દ્ર પટેલ અમેરિકાના પ્રવાસે રવાના, Vibrant Gujarat 2027 માટે વિદેશી રોકાણકારોને આપશે આમંત્રણ
ખેડાના ઠાસરામાં બ્રિજ ધરાશાયી, બે ગામ વચ્ચેનો સંપર્ક કપાયો; ગ્રામજનોએ અધિકારીઓનો કર્યો ઘેરાવ
ખેડાના ઠાસરામાં બ્રિજ ધરાશાયી, બે ગામ વચ્ચેનો સંપર્ક કપાયો; ગ્રામજનોએ અધિકારીઓનો કર્યો ઘેરાવ
Gujarat Weather: ગુજરાતમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, જાણો ક્યાં જિલ્લામાં વરસશે વરસાદ
Gujarat Weather: ગુજરાતમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, જાણો ક્યાં જિલ્લામાં વરસશે વરસાદ

વિડિઓઝ

Kheda Bridge Collapse : ગુજરાતમાં વધુ એક બ્રિજ ધરાશાયી, બે ગામ વચ્ચેનો સંપર્ક કપાયો
Gujarat Rain Breaking News : આજે ગુજરાતમાં ક્યાં ક્યાં પડ્યો વરસાદ?
West Bengal : બંગાળના પૂર્વ ડેપ્યુટી સ્પીકર આશિષ બેનર્જીની આત્મહત્યા
CM Bhupendra Patel US Visit : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અમેરિકા-કેનેડાના પ્રવાસે રવાના
Gujarat Rain Forecast : ચાર જિલ્લામાં વરસાદનું એલર્ટ, જુઓ હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
GAS કેડરના 144 ડેપ્યુટી કલેક્ટરની તાત્કાલિક બદલી: જાણો તમારા જિલ્લાના કયા અધિકારી બદલાયા
GAS કેડરના 144 ડેપ્યુટી કલેક્ટરની તાત્કાલિક બદલી: જાણો તમારા જિલ્લાના કયા અધિકારી બદલાયા
Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ
Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ
આવતીકાલથી ગેસના બાટાલના વધુ રૂપિયા ચૂકવવા પડશે? આજે જ આ કામ પતાવી લો
આવતીકાલથી ગેસના બાટાલના વધુ રૂપિયા ચૂકવવા પડશે? આજે જ આ કામ પતાવી લો
Gujarat Weather: ગુજરાતમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, જાણો ક્યાં જિલ્લામાં વરસશે વરસાદ
Gujarat Weather: ગુજરાતમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, જાણો ક્યાં જિલ્લામાં વરસશે વરસાદ
Surat Ragging Case: મૃતકના પિતાએ 4 સિનીયર તબીબ વિરૂદ્ધ નોંધાવી ફરિયાદ, ગમે ત્યારે થઈ શકે છે ધરપકડ
Surat Ragging Case: મૃતકના પિતાએ 4 સિનીયર તબીબ વિરૂદ્ધ નોંધાવી ફરિયાદ, ગમે ત્યારે થઈ શકે છે ધરપકડ
Gujarat Weather: ગુજરાતમાં 2 દિવસ ભારે વરસાદની આગાહી: તાપી, નવસારી, વલસાડ અને ડાંગમાં યલો એલર્ટ
Gujarat Weather: ગુજરાતમાં 2 દિવસ ભારે વરસાદની આગાહી: તાપી, નવસારી, વલસાડ અને ડાંગમાં યલો એલર્ટ
સોનિયા ગાંધી સામે ફરિયાદ દાખલ, 'વંદે માતરમ્' ના કથિત અપમાનનો આક્ષેપ
સોનિયા ગાંધી સામે ફરિયાદ દાખલ, 'વંદે માતરમ્' ના કથિત અપમાનનો આક્ષેપ
Maharashtra News: અજય દેવગન અને શાહરૂખ ખાનની મુશ્કેલી વધી, FDA એ ફટકારી નોટિસ
Maharashtra News: અજય દેવગન અને શાહરૂખ ખાનની મુશ્કેલી વધી, FDA એ ફટકારી નોટિસ
Embed widget