શોધખોળ કરો
Advertisement
ગુજરાતમાં રૂપાણી કેબિનેટની બેઠકમાં ક્યા ટોચના કેબિનેટ મંત્રી રહ્યા ગેરહાજર ? જાણો શું છે કારણ ?
આ બેઠકમાં કેબિનેટ મંત્રી જયેશ રાદડિયા ગેરહાજર રહ્યા હતા. આજે ઇફ્કોની આજે વાર્ષિક સાધારણ સભા (AGM) હતી. કેબિનેટની બેઠક અને એજીએમનો સમય સાથે હોવાથી રાદડિયા કેબિનેટમાં હાજર નહોતા રહ્યા.
ગાંધીનગરઃ ગુજરાતની વિજય રૂપાણી સરકારના પ્રધાનમંડળની આજે બુધવારે બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં કેબિનેટ મંત્રી જયેશ રાદડિયા ગેરહાજર રહ્યા હતા. આજે ઇફ્કોની આજે વાર્ષિક સાધારણ સભા (AGM) હતી. કેબિનેટની બેઠક અને એજીએમનો સમય સાથે હોવાથી રાદડિયા કેબિનેટમાં હાજર નહોતા રહ્યા.
કેબિનેટ મંત્રી જયેશ રાદડિયા પોતાની ચેમ્બરમાંથી જ વિડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી AGMમાં જોડાયા હતા. જયશે રાદડિયા ઈફકોના વાઈસ ચેરમેન છે અને ઈફકોની AGM હોવાથી રાદડિયા કેબિનેટમાં હાજર નહોતા રહ્યા.
મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષસ્થાને મળેલી કેબિનેટ બેઠકમાં ગુજરાત મા પડેલા ભારે વરસાદ ને લઈ નુકશાનની થશે સમિક્ષા કરાઈ હતી. આ ઉપરાંત રાજ્યમાં ભારે વરસાદથી પ્રભાવિત વિસ્તારોમાં રાહત કાર્યો અંગે ચર્ચા કરાઈ હતી. કોરોના વાયરસ ની મહામારી અંગે લેવામાં આવી રહેલા પગલાં બાબતે સમિક્ષા કરાઈ હતી.
સાથે સાથે વિધાનસભાનું ચોમાસા સત્ર બોલાવવા અને કામકાજ ને લઈ પણ ચર્ચા કરાઈ હતી. રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં મુખ્યમંત્રીએ ગુજરાત લેન્ડ ગ્રેબિંગ પ્રોહિબીશન એકટનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો. ગેરકાયદેસર રીતે જમીન પચાવી પાડનારા ભૂમાફિયો સામે કડક પગલાં ભરવાની જોગવાઈ આ કાયદામાં છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
બિઝનેસ
અમદાવાદ
બિઝનેસ
Advertisement
gujarati.abplive.com
Opinion