Purnesh Modiએ પોતાના ટ્વીટમાં મુસ્લીમો વિશે એવું તો શું લખ્યું કે પછી ડિલીટ કરવાં પડ્યાં
રાજ્યના કેબિનેટ મંત્રી પુર્ણેશ મોદીએ બેટ દ્વારકામાં થોડા સમય પહેલાં કરવામાં આવેલી દબાણ હટાવાની પ્રક્રિયા અંગે ટ્વીટ કર્યાં હતાં પરંતુ થોડીવારમાં જ પુર્ણેશ મોદીએ આ ટ્વીટ ડિલીટ કરી દીધા હતા.
Purnesh Modi's Tweet on Bet Dwarka Demolition and Muslims: રાજ્યના કેબિનેટ મંત્રી પુર્ણેશ મોદીએ બેટ દ્વારકામાં થોડા સમય પહેલાં કરવામાં આવેલી દબાણ હટાવાની પ્રક્રિયા અંગે ટ્વીટ કર્યાં હતાં પરંતુ થોડીવારમાં જ પુર્ણેશ મોદીએ આ ટ્વીટ ડિલીટ કરી દીધા હતા. પુર્ણેશ મોદીએ પોતાના ટ્વીટમાં બેટ દ્વારકામાં રહેતા મોટા ભાગના મુસ્લીમ લોકોના સંબંધ પાકિસ્તાન સાથે હોવાના ગંભીર આક્ષેપ પણ લગાવ્યા હતા.
પુર્ણેશ મોદીએ ટ્વીટમાં શું લખ્યું?
કેબિનેટ મંત્રી પુર્ણેશ મોદીએ કરેલા ટ્વીટમાં લખ્યું હતું કે, "બેટ દ્વારકાના મોટા ભાગના મુસ્લીમ પરીવારોના સબંધ પાકિસ્તાન સાથે છે. મોટા ભાગના પરીવારોની દીકરીઓ પાકિસ્તાનમાં સાસરે છે. તથા પાકિસ્તાનના મુસ્લીમોની અનેક દીકરીઓ બેટ દ્વારીકામાં સાસરે આવે છે.
બીજા એક ટ્વીટમાં પુર્ણેશ મોદીએ બેટ દ્વારકામાં મસ્જિદોની સંખ્યા અંગે પણ લખ્યું હતું, તેમણે લખ્યું કે, "2005ના સેટેલાઈટ મેપમાં બેટ દ્વારીકાની અંદર માત્ર 6 દરગાહો દેખાય છે. જયારે વર્ષ 2022ના સેટેલાઈટ મેપમાં અને સ્થળ ઉપર અંદાજે 78 દરગાહ, મજારો અને મસ્જિદો બની ગયેલ છે. જે દરીયા કાઠે ઉભી થઈ હોય, તેવું સ્પષ્ટ દેખાય છે. આ એન્ટી નેશનલ એકટીવીટીનો મુખ્ય ભાગ છે."
ઓખાથી બેટ દ્વારકા જવા માટે ચાલતી બોટ પણ 90 ટકા મુસ્લિમ લોકો ચલાવે છે અને તહેવારોમાં આ બોટ સંચાલકો લોકો પાસેથી 4 ગણું ભાડું વસુલતા હોવાનો આરોપ પણ પુર્ણેશ મોદીએ મુક્યો હતો. પુર્ણેશ મોદીએ અન્ય એક ટ્વીટમાં લખ્યું કે, વર્ષોથી બેટ દ્વારકા તસ્કરી કરવાનું અડ્ડો પણ બની ગયું છે. આ સાથે પુર્ણેશ મોદીએ બેટ દ્વારકામાં લવ જેહાદના ઘણા બનાવ બનતા હોવાનું પણ કહ્યું છે. જો કે, આ બધાં ટ્વીટ પુર્ણેશ મોદીએ હટાવી (Delete) દીધા હતા.
Kejriwal Controversy: કેજરીવાલના કંસવાળા નિવેદન પર પાટીલે શું કર્યો વળતો પ્રહાર ?
ગુજરાત વિધાનસભાની ચૂંટણી તારીખો હજુ જાહેર થઈ નથી ત્યાં નેતાઓના વાણી વિલાસ થવા લાગ્યા છે. ગુજરાત પ્રવાસે આવેલા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ગઈકાલે વડોદરામાં તિરંગા યાત્રામાં ભાગ લીધો હતો. આ દરમિયાન રોડશોનું આયોજન કરવામાં આવ્યું હતું. જ્યાં કેજરીવાલે 1 કિ.મી.નો રોડ શો કર્યો હતો. કેજરીવાલે કેમ છો સાથે સંબોધન શરૂ કર્યું હતું. કેજરીવાલે ભાજપ પર પ્રહાર કરતા જણાવ્યું હતું કે, હું કટ્ટર ભક્ત છું. મારો જન્મ જન્માષ્ટમી દિવસે થયો હતો. ભગવાને મને કંસની ઓલાદોનો નાશ કરવા અને આ લોકોથી મુક્તિ અપાવવા મોકલ્યો છે. હવે જનતા પરિવર્તન માગે છે. મને ગમે તેવી નફરત કરો, પણ ભગવાનનું અપમાન કરશો તો ભગવાન નહીં છોડે.
પાટીલે શું કર્યો પ્રહાર
કેજરીવાલના કંસના નિવેદન અંગે ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે જડબાતોડ જવાબ આપ્યો છે.. કેજરીવાલને જુઠ્ઠુ બોલવાવાળા વ્યક્તિ ગણાવીને કેજરીવાલે ગુજરાતના લોકોને કંસ કહ્યા હોવાનું પાટીલે નિવેદન આપ્યુ.. સાથે જ ગુજરાતના લોકોને કંસ ગણાવનાર કેજરીવાલની હજુ સુધી ગુજરાતની જનતાએ પ્રવેશ બંધી નથી કરી તેમ કહીને પાટીલે ગુજરાતની પ્રજાને સારી ગણાવી.