CM ભૂપેન્દ્ર પટેલે મંત્રીઓને સોંપ્યા જિલ્લા: નાયબ મુખ્યમંત્રી સહિત 25 પ્રભારી મંત્રીઓને અલગ-અલગ જિલ્લાની જવાબદારી, જુઓ લિસ્ટ
Gujarat governance update: આ નિર્ણય દ્વારા મંત્રીઓ પોતપોતાના પ્રભારી જિલ્લાઓમાં સરકારી યોજનાઓ, વિકાસના કાર્યો અને વહીવટી પ્રવૃત્તિઓનું સીધું નિરીક્ષણ કરી શકશે.

Bhupendra Patel district assignment: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના વહીવટી તંત્રને વધુ સુદૃઢ અને સંગઠિત કરવાના ઉદ્દેશ્યથી મંત્રીમંડળના સભ્યોને પ્રભારી મંત્રીઓ તરીકે જિલ્લાઓની ફાળવણી કરી છે. નાયબ મુખ્યમંત્રી સહિત કુલ 25 મંત્રીઓને રાજ્યના વિવિધ જિલ્લાઓનો પ્રભાર સોંપવામાં આવ્યો છે. આ નિર્ણય દ્વારા મંત્રીઓ પોતપોતાના પ્રભારી જિલ્લાઓમાં સરકારી યોજનાઓ, વિકાસના કાર્યો અને વહીવટી પ્રવૃત્તિઓનું સીધું નિરીક્ષણ કરી શકશે, જેનાથી પ્રજાના પ્રશ્નોનું નિરાકરણ વધુ ઝડપી બની શકશે.
મુખ્ય મંત્રીઓ અને તેમને ફાળવાયેલા જિલ્લા
રાજ્યના મુખ્ય મંત્રીઓ અને તેમને સોંપાયેલા પ્રભારી જિલ્લાઓની વિગતો નીચે મુજબ છે:
- નાયબ મુખ્યમંત્રી હર્ષ રમેશકુમાર સંઘવી: વડોદરા અને ગાંધીનગર જિલ્લાના પ્રભારી મંત્રી તરીકેની જવાબદારી સંભાળશે.
- કનુભાઈ મોહનલાલ દેસાઈ: સુરત અને નવસારી જિલ્લાનો પ્રભાર સંભાળશે.
- જીતુભાઈ સવજીભાઈ વાઘાણી: અમરેલી અને રાજકોટ જિલ્લાના પ્રભારી મંત્રી રહેશે.
- ઋષિકેશ ગણેશભાઈ પટેલ: અમદાવાદ અને વાવ-થરાદ જિલ્લાના પ્રભારી મંત્રી બનાવવામાં આવ્યા છે.
- કુંવરજીભાઈ મોહનભાઈ બાવળીયા: પોરબંદર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાનો પ્રભાર સોંપાયો છે.
- નરેશભાઈ મગનભાઈ પટેલ: વલસાડ અને તાપી જિલ્લાના પ્રભારી મંત્રી તરીકે કાર્યભાર સંભાળશે.
- અર્જુનભાઈ દેવાભાઈ મોઢવાડીયા: જામનગર અને દાહોદ જિલ્લાનો પ્રભાર સંભાળશે.
- ડૉ. પ્રદ્યુમન ગનુભાઈ વાજા: સાબરકાંઠા અને જૂનાગઢ જિલ્લાના પ્રભારી મંત્રી રહેશે.
- રમણભાઈ ભીખાભાઈ સોલંકી: ખેડા અને અરવલ્લી જિલ્લાના પ્રભારી મંત્રી તરીકે જવાબદારી સંભાળશે.
જિલ્લાવાર પ્રભારી મંત્રીઓની સંપૂર્ણ યાદી
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નીચે મુજબના મંત્રીઓને એક અથવા એકથી વધુ જિલ્લાના પ્રભારી મંત્રી તરીકેની જવાબદારી સોંપી છે.
|
ક્રમ |
પ્રભારી મંત્રીનું નામ |
ફાળવેલ જિલ્લો / જિલ્લાઓ |
|
1 |
હર્ષ રમેશકુમાર સંઘવી |
વડોદરા, ગાંધીનગર |
|
2 |
કનુભાઈ મોહનલાલ દેસાઈ |
સુરત, નવસારી |
|
3 |
જીતુભાઈ સવજીભાઈ વાઘાણી |
અમરેલી, રાજકોટ |
|
4 |
ઋષિકેશ ગણેશભાઈ પટેલ |
અમદાવાદ, વાવ-થરાદ |
|
5 |
કુંવરજીભાઈ મોહનભાઈ બાવળીયા |
પોરબંદર, દેવભૂમિ દ્વારકા |
|
6 |
નરેશભાઈ મગનભાઈ પટેલ |
વલસાડ, તાપી |
|
7 |
અર્જુનભાઈ દેવાભાઈ મોઢવાડીયા |
જામનગર, દાહોદ |
|
8 |
ડૉ. પ્રદ્યુમન ગનુભાઈ વાજા |
સાબરકાંઠા, જૂનાગઢ |
|
9 |
રમણભાઈ ભીખાભાઈ સોલંકી |
ખેડા, અરવલ્લી |
|
10 |
ઇશ્વરસિંહ ઠાકોરભાઈ પટેલ |
નર્મદા |
|
11 |
પ્રફુલ છગનભાઈ પાનસેરીયા |
ભરૂચ |
|
12 |
ડૉ. મનિષા રાજીવભાઈ વકીલ |
છોટાઉદેપુર |
|
13 |
પરષોત્તમભાઇ ઓધવજીભાઇ સોલંકી |
ગીર સોમનાથ |
|
14 |
કાંતિલાલ શીવલાલ અમૃતિયા |
કચ્છ |
|
15 |
રમેશભાઈ ભુરાભાઈ કટારા |
પંચમહાલ |
|
16 |
દર્શનાબેન મુકેશભાઈ વાઘેલા |
સુરેન્દ્રનગર |
|
17 |
કૌશિકભાઈ કાંતિભાઈ વેકરીયા |
ભાવનગર, જૂનાગઢ (સહ પ્રભારી) |
|
18 |
પ્રવિણભાઈ ગોરધનજી માળી |
મહેસાણા, નર્મદા (સહ પ્રભારી) |
|
19 |
ડૉ. જયરામભાઈ ચેમાભાઈ ગામીત |
ડાંગ |
|
20 |
ત્રિકમભાઈ બીજલભાઈ છાંગા |
મોરબી, રાજકોટ (સહ પ્રભારી) |
|
21 |
કમલેશભાઈ રમેશભાઈ પટેલ |
બનાસકાંઠા, વડોદરા (સહ પ્રભારી) |
|
22 |
સંજયસિંહ વિજયસિંહ મહીડા |
આણંદ, ભરૂચ (સહ પ્રભારી) |
|
23 |
પૂનમચંદ છનાભાઈ બરંડા |
મહીસાગર, દાહોદ (સહ પ્રભારી) |
|
24 |
સ્વરૂપજી સરદારજી ઠાકોર |
પાટણ |
|
25 |
રિવાબા રવિન્દ્રસિંહ જાડેજા |
બોટાદ |





















