રૂપાણીના દિકરાના લગ્ન હોવાથી રાજ્યમાં નથી લાદવામાં આવ્યું લોકડાઉન ? જાણો મુખ્યમંત્રીએ શું કરી સ્પષ્ટતા
મુખ્યમંત્રી વિજય રુપાણીએ આ અંગે ટ્વિટ કરીને સ્પષ્ટતા કરવી પડી છે. તેમણે ટ્વિટ કરીને કહ્યું કે ‘મારા દિકરાના લગ્ન મે મહિનામાં હોવાની વાતો પાયા વિહોણી છે. આ પ્રકારનું કોઈ જ આયોજન ના પહેલેથી નિર્ધારિત હતું કે ના મે મહિનામાં કોઈ આયોજન છે. આ માત્ર સોશિયલ મીડિયામાં વહેતા થયેલા Fake news છે.
ગાંધીનગરઃ ગુજરાતમાં કોરોના સંક્રમણ (Gujarat Corona Cases) બેકાબૂ બન્યું છે. હાઇકોર્ટ (Gujarat Highcourt) 3-4 દિવસના લોકડાઉનની (Lockdown) ભલામણ કરી હોવા છતાં રાજ્યના 20 શહેરોમાં રાત્રે 8 થી સવારે 5 સુધી નાઇટ કર્ફ્યૂની જાહેરાત કરવામાં આવી છે. જે બાદ સોશિયલ મીડિયા (Social Media) પર એવી વતો વહેતી થઇ હતી કે મે મહિનામાં વિજય રૂપાણીના (Vijay Rupani) દિકરાના લગ્ન હોવાથી તેમણે લોકડાઉનનો નિર્ણય કર્યો નથી.
આ અંગે સોશિયલ મીડિયામાં મુખ્યમંત્રી વિજય રૂપાણીના દીકરા ઋષભના લગ્ન નહીં પતે ત્યાં સુધી ગુજરાતમાં લોકડાઉન નહીં આવેની વાત થઇ રહી છે. ત્યારે ગઈકાલે સાંજે મુખ્યંત્રી વિજય રુપાણીએ ટ્વિટ કરીને આ તમામ અટકળો પર પૂર્ણવિરામ મુક્યું હતું. વિજય રુપાણીના ટ્વિટ બાદ તેમના દિકરાના લગ્નની વાત અફવા સાબિત થઇ છે.
મુખ્યમંત્રી વિજય રુપાણીએ આ અંગે ટ્વિટ કરીને સ્પષ્ટતા કરવી પડી છે. તેમણે ટ્વિટ કરીને કહ્યું કે ‘મારા દિકરાના લગ્ન મે મહિનામાં હોવાની વાતો પાયા વિહોણી છે. આ પ્રકારનું કોઈ જ આયોજન ના પહેલેથી નિર્ધારિત હતું કે ના મે મહિનામાં કોઈ આયોજન છે. આ માત્ર સોશિયલ મીડિયામાં વહેતા થયેલા Fake news છે. અત્યારે મારું અને મારી સરકારનું એક માત્ર આયોજન ગુજરાતમાં કોરોનાના સંક્રમણને અટકાવવાનું છે.’
ગુજરાતમાં શું છે કોરોનાનું ચિત્ર
રાજ્યમાં ફરી કોરોના વાયરસનો વિસ્ફોટ થયો છે. દિવસેને દિવસે કોરોના કેસમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. બુધવારે પહેલીવાર 3500થી વધુ કોરોના સંક્રમણના કેસ નોંધાયા હતા. ગઈકાલે છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસ (Coronavirus)ના 3575 કેસ નોંધાયા હતા. જ્યારે વધુ 22 લોકોના કોરોના (Corona) સંક્રમણથી મોત થયાં હતા. રાજ્યમાં અત્યાર સુધી 3,05,149 લોકો કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. રાજ્યમાં એક્ટિવ કેસ (Active cases)ની સંખ્યા વધીને 18 હજારને પાર પહોંચી ગઈ છે. રાજ્યમાં હાલ એક્ટિવ કેસનો આંકડો 18684 પર પહોંચ્યો છે. જેમાંથી 175 લોકો વેન્ટિલેટર પર અને 18509 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 92.90 ટકા છે.
કેટલા લોકોએ લીધી રસી
વેક્સિનેસન (vaccinations) કાર્યક્રમ અંતર્ગત અત્યાર સુધીમાં કુલ 71,86,613 લોકોને વેક્સિનનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે અને 8,74,677 લોકોને કોરોનાની રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે. આમ કુલ-80,61,290 લોકોને રસીકરણના ડોઝ આપવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં રાજ્યમાં એક પણ વ્યક્તિને આ રસીના કારણે ગંભીર આડઅસર જોવા મળેલ નથી.
જગતના તાતને વધુ એક ફટકો, ખાતરના ભાવમાં ઝીંકાયો તોતિંગ વધારો, જાણો વિગત