આજનું રાશિફળઃ આ રાશિના જાતકો સૂર્યનારાયણને જળ અર્પણ કરીને દિવસની કરે શરૂઆત, જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ
Today Horoscope: આજે ગ્રહોની ચાલ તમામ રાશિને પ્રભાવિત કરી રહી છે. આજે શતભિષા નક્ષત્ર છે. આજે શુભ ગ્રહનું નિર્માણ થઈ રહ્યું છે.
આજનું રાશિફળઃ પંચાગ અનુસાર આજના દિવસે ફાગણ વદ બારસની તિથિ છે. આજે ગ્રહોની ચાલ તમામ રાશિને પ્રભાવિત કરી રહી છે. આજે શતભિષા નક્ષત્ર છે. આજે શુભ ગ્રહનું નિર્માણ થઈ રહ્યું છે. આજનો દિવસ તમામ રાશિ માટે વિશેષ છે.
Today Horoscope (આજનું રાશિફળ)
મેષ (અ.લ.ઇ.) આજનો દિવસ સામાન્ય રહેશે. કાર્યસ્થળ પર ચૂસ્તી રાખવી પડશે. ભૂલના કારણે ઘરમાં તમારું મહત્વ ઘટી શકે છે. આત્મવિશ્વાસ જાળવી રાખજો અને પરિસ્થિતિ મુજબ નિર્ણય લેજો.
વૃષભ (બ.વ.ઉ.) : આજે ઓફિસમાં પરિશ્રમ અને પરફોર્મેન્સને જોતા પ્રમોશન મળી શકે છે. કોઈપણ વિષય પર નિર્ણય લેતા પાર્ટનર સાથે સંવાદ લાભકારી રહેશે.
મિથુન (ક.છ.ઘ.) આજના દિવસે તમારી વાત સરળતાથી લોકોને સમજાવજો, નહીંતર વિરોધી બની શકે છે. પરિવાર સાથે ફરવા જઈ શકો છો.
કર્ક (ડ.હ.) આજના દિવસે ઓફિશિયલ કામકાડમાં બીજા પાસેથી વધારે અપેક્ષાના કારણે માનસિક તણાવ વધશે. કારોબારીઓ આજનો દિવસ ધીરજથી પસાર કરે. ઘરેલુ ખર્ચ વધી શકે છે પરંતુ જરૂરિયાત મુજબ ખરીદી લાભદાયી રહેશે,
સિંહ (મ.ટ.) સૂર્ય નારાયણને જળ અર્પણ કરીને આજના દિવસની શરૂઆત કરજો. પશુ પક્ષીઓને દાણા નાંખજો. ઓફિસમાં પરિશ્રમ અને પૂરતા પ્લાનિંગથી કરેલું કામ સફળતા અપાવશે.
કન્યા (પ.ઠ.ણ.) આજના દિવસે કામકાજમાં સક્રિયતા દાખવજો. કાર્યસ્થળ પર જવાબદારી વધી શકે છે. અચાનક મોટો ખર્ચ આવી શકે છે.
તુલા (ર.ત.) આજના દિવસની શરૂઆત ભજન સાથે કરજો. ઓફિશિયલ કાર્યમાં આનાકાનીથી બોસ નારાજ થઈ શકે છે. ઘરમાં તમામનો સહયોગ મળશે.
વૃશ્ચિક (ન.ય.) આજના દિવસે મનગમતી સફળતા માટે તનતોડ મહેનત જ એકમાત્ર ફોર્મુલા છે. ઓફિસમાં ઉચ્ચ અધિકારી અને ઘરમાં પિતા કે મોટાભાઈની વાતની અવગણના કરતાં નહીં. પરિવારમાં સાથે બેસીને ભોજનની પરંપરા શરૂ કરજો. તેનાથી પરસ્પર સ્નેહ વધશે.
ધન (ભ.ધ.ફ.ઢ.) આજના દિવસે ભૂતકાળમાં કરેલા રોકાણથી સારો લાભ થશે. બોસ અને ઉચ્ચ અધિકારીઓ સાથે સંબંધ મધુર બનશે. જમીન-મકાન ખરીદવાનો નિર્ણય લેવા સમય અનુકૂળ છે.
મકર (ખ.જ.) આજના દિવસે નોકરિયાત વર્ગને પ્રમોશનની સંભાવના છે. સ્ટોક માર્કેટમાં રોકાણ કરતાં લોકો સાવધાન રહે. જીવનસાથી સાથે વિવાદ થઈ શકે છે.
કુંભ (ગ.શ.ષ.સ.) આજે ઓફિસમાં દિવસ સામાન્ય રહેશે. દાંપત્ય સંબંધોમાં સુધારો આવશે. કોઈ મુદ્દા પર બીજાને સન્માન આપવાથી મધુરતા વધશે.
મીન (દ.ચ.ઝ.થ) આજના દિવસે કોઈ મોટો નિર્ણય લેતા પહેલા પરિવારનો અભિપ્રાય લેજો. કાર્યક્ષેત્રમાં સજાગતાથી લાભ થશે.