શોધખોળ કરો

જગતના તાતને વધુ એક ફટકો, ખાતરના ભાવમાં ઝીંકાયો તોતિંગ વધારો, જાણો વિગત

આ ખાતરો જમીનને માત્ર પોષક તત્વો જ નહીં પણ પાકની વૃદ્ધિમાં વધારો કરતાં હોવાથી ખેડૂતોએ મોંઘા ભાવે ખરીદ્યા વગર છૂટકો નથી. એક તરફ સરકારના બજેટમાં દર વર્ષે ખાતરમાં સબસીડી આપવાની મોટી જાહેરાતો થાય છે ત્યારે રાસાયણિક ખાતરોમાં ભાવ વધારો થતાં ખેડૂતોના માથે આર્થિક ભારણ વધ્યું છે.

નવી દિલ્હીઃ  ચાલુ વર્ષે કમોસમી વરસાદ (Unseasonal Rain) પડ્યા બાદ હવે ધરતીપુત્રોને (Farmers) વધુ એક મોટો ફટકો લાગ્યો છે. ઈફ્કો (IFFCO) દ્વારા ખાતરના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. દેશની અગ્રણી ખાતર કંપની ઈફ્કોએ વિશ્વબજારમાં કાચામાલ અને તૈયાર ખાતરના ભાવમાં થયેલા વધારાને ધ્યાનમાં બિન યુરિયા ફર્ટિલાઇઝરના ભાવ વધાર્યા છે.

કયા ખાતરમાં કેટલો થયો વધારો

ઇફ્કો કંપનીએ ડાઇ અમોનિયા ફોસ્ફેટ (ડીએપી) સહિત કોમ્પલેક્સ ફર્ટિલાઇઝરના ભાવમાં તોતિંગ વધારો કર્યો છે. ડીએપી ખાતરની બેગમાં 700 રૂપિયા અને  એએસપી ખાતરની બેગમાં 375 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે.  ભાવ વધારા બાદ ડીએપી ખાતરની બેગનો ભાવ 1900 રૂપિયા , એનપીકે 12:32:16 ખાતરની બેગનો ભાવ 1800, એનપીકે 10:26:26 ખાતરની બેગનો ભાવ 1175 થયો છે. જ્યારે એએસપી ખાતરની બેગનો ભાવ 1350 રૂપિયા થયો છે.

ખેડૂતો પર વધશે ભારણ

આ  ખાતરો જમીનને માત્ર પોષક તત્વો જ નહીં પણ પાકની વૃદ્ધિમાં વધારો કરતાં હોવાથી ખેડૂતોએ મોંઘા ભાવે ખરીદ્યા વગર છૂટકો નથી. એક તરફ સરકારના બજેટમાં દર વર્ષે ખાતરમાં સબસીડી આપવાની મોટી જાહેરાતો થાય છે ત્યારે રાસાયણિક ખાતરોમાં ભાવ વધારો થતાં ખેડૂતોના માથે આર્થિક ભારણ વધ્યું છે. 

કોંગ્રેસે શું કર્યો આક્ષેપ

ઇફ્કો દ્વારા ભાવ વધારવામાં આવ્યા હોવાની વાત વાયુ વેગે પ્રસરતાં ખેડૂતોનો કંપની પ્રત્યે રોષ ફાટી નીકળ્યો હતો. ગુજરાત કિસાન સેલના અધ્યક્ષ પાલ આંબલિયાએ એવો આક્ષેપ કર્યો હતોકે, સ્થાનિક સ્વરાજની ચૂંટણી વખતે જ ખાતરનો ભાવવધારો કરી દેવાયો હતો પણ ખુદ કૃષિ મંત્રી આર.સી.ફળદુએ આ વાતને નકારીને ખેડૂતોને અંધારામાં રાખ્યા હતાં. તા.૧લી એપ્રિલથી ખાતરના ભાવવધારો અમલ કરી દેવાયો છે તેમ છતાંય ગુજરાતમાં ઇફકોએ તા.૬ એપ્રિલે પત્ર જાહેર કર્યો છે.

કેટલો ભાવ વધારો થયો 

ખાતર

જૂનો ભાવ (રૂ.)

નવો ભાવ (રૂ.)

ડીએપી

1200

1900

એએસપી

975

1350

એનપીકે 12:32:16

1185

1800

એનપીકે 10:26:26

1175

1775

Coronavirus: પીએમ મોદી આજે ફરી દેશના તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે કરશે બેઠક, શું લાદવામાં આવશે લોકડાઉન ?

આજનું રાશિફળઃ    આ રાશિના જાતકો સૂર્યનારાયણને જળ અર્પણ કરીને દિવસની કરે શરૂઆત, જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Vadodara: ભાજપના 5 ધારાસભ્યોનો અધિકારીઓ સામે બળવો, મુખ્યમંત્રીને પત્ર લખી ઠાલવી વ્યથા

સુરતમાં ગોડાદરામાં AAPની સભા પહેલા વિરોધ, ઈસુદાન, ઈટાલિયાના પોસ્ટર પર ફેંકાઇ શાહી

અનામત અંગે સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો,
અનામત અંગે સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો,"અનામતનો લાભ લેનાર જનરલ બેઠકનો હકદાર ન ગણાય"
ટ્રમ્પ હવે ભારત પર 500% ટેરિફ લાદશે! કાઉન્ટડાઉન શરુ, શું આવતા અઠવાડિયે તમામ મર્યાદા પાર કરશે અમેરિકી રાષ્ટ્રપતિ?

વિડિઓઝ

PM Modi Somnath Visit : PM મોદીના સોમનાથ પ્રવાસને લઈ તડામાર તૈયારીઓ શરૂ
Gujarat Winter : રાજ્યમાં હજુ 3 દિવસ ઠંડીનું જોર રહેશે યથાવત
Hun To Bolish : હું તો બોલીશ : સરદાર-બાપુના સંબંધોનું સત્ય
Hun To Bolish : હું તો બોલીશ : કૂતરાંના ત્રાસથી મુક્તિ ક્યારે ?
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપના નેતાએ ડૂબાડ્યા કરોડો રૂપિયા?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Vadodara: ભાજપના 5 ધારાસભ્યોનો અધિકારીઓ સામે બળવો, મુખ્યમંત્રીને પત્ર લખી ઠાલવી વ્યથા
Vadodara: ભાજપના 5 ધારાસભ્યોનો અધિકારીઓ સામે બળવો, મુખ્યમંત્રીને પત્ર લખી ઠાલવી વ્યથા
સુરતમાં ગોડાદરામાં AAPની સભા પહેલા વિરોધ, ઈસુદાન, ઈટાલિયાના પોસ્ટર પર ફેંકાઇ શાહી
સુરતમાં ગોડાદરામાં AAPની સભા પહેલા વિરોધ, ઈસુદાન, ઈટાલિયાના પોસ્ટર પર ફેંકાઇ શાહી
અનામત અંગે સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો,
અનામત અંગે સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો,"અનામતનો લાભ લેનાર જનરલ બેઠકનો હકદાર ન ગણાય"
ટ્રમ્પ હવે ભારત પર 500% ટેરિફ લાદશે! કાઉન્ટડાઉન શરુ, શું આવતા અઠવાડિયે તમામ મર્યાદા પાર કરશે અમેરિકી રાષ્ટ્રપતિ?
ટ્રમ્પ હવે ભારત પર 500% ટેરિફ લાદશે! કાઉન્ટડાઉન શરુ, શું આવતા અઠવાડિયે તમામ મર્યાદા પાર કરશે અમેરિકી રાષ્ટ્રપતિ?
T20 વર્લ્ડ કપ પહેલા ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, એશિયા કપમાં ભારતને ચેમ્પિયન બનાવનાર ખેલાડી ઘાયલ, ન્યુઝીલેન્ડ શ્રેણીમાંથી બહાર!

YouTube માં 1 લાખ વ્યૂઝ પર કેટલી થાય છે કમાણી? જાણો ક્યારે મળે છે ગોલ્ડન બટન

ભારતની નંબર-1 ઇલેક્ટ્રિક કાર બની આ ગાડી, Tata Nexon EV ને છોડી પાછળ

'મારા જીવનનો સૌથી દુઃખદ દિવસ': મેટલ કિંગ અનિલ અગ્રવાલના પુત્ર અગ્નિવેશનું નિધન, યુએસમાં થયો હતો અકસ્માત

Embed widget