ગુજરાતીઓ ચેતજોઃ છેલ્લા પાંચ જ દિવસમાં કોરોનાથી 170 લોકોના મોત, 246 લોકો વેન્ટિલેટર પર
કોરોનાના દૈનિક કેસો 10 હજારની અંદર આવી ગયા છે. જોકે, મૃત્યુઆંક સતત વધી રહ્યો છે. ત્યારે ગુજરાતના લોકોએ હજુ ચેતવાની જરૂર છે. ગઈ કાલે પણ 34 લોકોના કોરોનાથી મોત નીપજ્યા હતા.
ગાંધીનગરઃ ગુજરાતમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે. કોરોનાના દૈનિક કેસો 10 હજારની અંદર આવી ગયા છે. જોકે, મૃત્યુઆંક સતત વધી રહ્યો છે. ત્યારે ગુજરાતના લોકોએ હજુ ચેતવાની જરૂર છે. ગઈ કાલે પણ 34 લોકોના કોરોનાથી મોત નીપજ્યા હતા. તો છેલ્લા પાંચ દિવસની વાત કરીએ તો કુલ 170 લોકોના કોરોનાથી મોત નીપજ્યા છે. જ્યારે હજુ 246 લોકો વેન્ટિલેટર પર છે. પહેલી ફેબ્રુઆરીએ 229 લોકો વેન્ટિલેટર પર હતા. જેમાં પણ વધારો નોંધાયો છે. આમ, મૃત્યુઆંક સાથે વેન્ટિલેટર પર દર્દીઓની સંખ્યા વધી રહી છે.
પાંચ દિવસના મોતના આંકડા
2 ફેબ્રુઆરીએ 34માંથી 21 દર્દીઓના મહાનગરમાં અને 13 દર્દીઓના અન્ય વિસ્તારોમાં મોત નીપજ્યા હતા.
1 ફેબ્રુઆરીએ 38માંથી 21 દર્દીઓના મહાનગર અને 17 દર્દીઓના અન્ય વિસ્તારોમાં મોત નીપજ્યા હતા.
31મી જાન્યુઆરીએ 35માંથી 17 મહાનગર અને 18 અન્ય વિસ્તારોમાં મોત
30મી જાન્યુઆરીએ 30માંથી 18 લોકોના મહાનગરોમાં અને 12 લોકોના અન્ય વિસ્તારોમાં મોત નીપજ્યા હતા.
29મી જાન્યુઆરીએ 33માંથી 19 લોકોના મહાનગરોમાં અને 14 લોકોના અન્ય વિસ્તારોમાં મોત નીપજ્યા હતા.
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 8934 કેસ નોંધાયા છે. આ સાથે રાજ્યમાં કોરોનાના કુલ એક્ટિવ કેસનો આંકડો 69,187 પર પહોંચી ગયો છે. રાજ્યમાં 246 લોકો વેન્ટીલેટર પર છે. 68,941 લોકો સ્ટેબલ છે. અત્યાર સુધીમાં રાજ્યમાં 10,98,199 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કોરોના સંક્રમણથી 10,545 લોકોના મોત થયા છે. રાજ્યમાં આજે સંક્રમણથી 34 લોકોના મોત થયા છે.
બીજી તરફ આજે 15,177 દર્દીઓ રિકવર પણ થયા છે. તો બીજી તરફ કોરોનાનો રિકવરી રેટ પણ 93.23 ટકાએ પહોંચ્યો છે. રાજ્યમાં કોરોના સંક્રમણથી આજે 34 મોત થયા. આજે 2,73,065 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે.
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં સામે આવેલા આંકડા પ્રમાણે અમદાવાદ કોર્પોરેશનમાં 3309, વડોદરા કોર્પોરેશનમાં 1512, વડોદરા 409, રાજકોટ કોર્પોરેશનમાં 320,ગાંધીનગર કોર્પોરેશનમાં 279, સુરત કોર્પોરેશનમાં 265, સુરતમાં 248, મહેસાણામાં 227, કચ્છમાં 224, ભરૂચમાં 222, પાટણમાં 189, રાજકોટમાં 158, ગાંધીનગરમાં 152, બનાસકાંઠામાં 146, આણંદમાં 142, ખેડામાં 129, ભાવનગર કોર્પોરેશનમાં 97, સાબરકાંઠામાં 95, મોરબીમાં 94, વલસાડમાં 86, જામનગર કોર્પોરેશનમાં 81, નવસારીમાં 78, પંચમહાલમાં 62, અમદાવાદમાં 59, તાપીમાં 55, અમરેલીમાં 53, સુરેન્દ્રનગરમાં 33, દાહોદમાં 32, ગીર સોમનાથમાં 32, જૂનાગઢમાં 30, ડાંગમાં 17, જામનગરમાં 17, જૂનાગઢ કોર્પોરેશનમાં 14, અરવલ્લીમાં 13, છોટા ઉદેપુરમાં 12, નર્મદામાં 11, ભાવનગરમાં 8, મહીસાગરમાં 8, દેવભૂમિ દ્વારકામાં 7, પોરબંદરમાં 5, બોટાદમાં 4 નવા કોરોનાના કેસ નોંધાયા હતા.
આજે કોરોનાના કારણે 34 લોકોના મોત થયા છે. અમદાવાદ કોર્પોરેશનમાં 10, વડોદરા કોર્પોરેશનમાં 3,વડોદરામાં 1, રાજકોટ કોર્પોરેશનમાં 4, સુરતમાં બે, સુરત કોર્પોરેશનમાં બે, મહેસાણામાં એક, ભરૂચમાં ત્રણ, રાજકોટમાં એક, ગાંધીનગરમાં એક, ભાવનગર કોર્પોરેશનમાં એક, જામનગર કોર્પોરેશનમાં એક, નવસારીમાં એક, સુરેન્દ્રનગરમાં એક, જામનગરમાં એક, બોટાદમાં એક કોરોના દર્દીનું મોત થયું હતું.
બીજી તરફ રસીકરણના મોરચે પણ સરકાર મજબૂતીથી લડી રહી છે. હેલ્થકેર વર્કર અને ફ્રન્ટલાઇન વર્કર પૈકી 36 નાગરિકોને રસીનો પ્રથમ ડોઝ અને 784 લોકોને બીજો ડોઝ અપાયો છે. 45 વર્ષથી વધારેની ઉંમરના 6476 લોકોને પ્રથમ અને 15,785 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાયો હતો. 18-45 વર્ષના નાગરિકો પૈકી 25,614 નાગરિકોને રસીનો પ્રથમ જ્યારે 65,796 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાયો હતો. આ જ રીતે 15-18 વર્ષ સુધીની ઉંમરના 20,004 નાગરિકોને રસીનો પ્રથમ ડોઝ અને 97,885 15-18 વર્ષ સુધીનાને બીજો ડોઝ આપવામાં આવ્યો છે. પ્રીકોશન ડોઝ 40,685 લોકોને અપાયો છે. આજે કુલ 2,73,065 લોકોનું રસીકરણ કરાયું છે. અત્યાર સુધીમાં કુલ 9,86,55,466 લોકોને રસી અપાઈ છે.