શોધખોળ કરો
Advertisement
Gujarat Corona Cases Update: રાજ્યમાં આજે 1455 નવા કેસ નોંધાયા, 17 લોકોના મોત
રાજ્યમાં આજે કોવિડ-19ના નવા 1455 કેસ નોંધાયા હતા. રાજ્યમાં આજે વધુ 17 લોકોના મોત સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક 4081 પર પહોંચ્યો છે.
ગાંધીનગરઃ રાજ્યમાં આજે કોવિડ-19ના નવા 1455 કેસ નોંધાયા હતા. રાજ્યમાં આજે વધુ 17 લોકોના મોત સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક 4081 પર પહોંચ્યો છે. રાજ્યમાં હાલ 14,695 એક્ટિવ કેસ છે, જ્યારે 200012 લોકોને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે. રાજ્યમાં 87 દર્દી વેન્ટીલેટર પર છે અને 14,608 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કુલ સંક્રમિતોની સંખ્યા 2,18,788 પર પહોંચી છે.
ક્યાં કેટલા થયા મોત
રાજ્યમાં આજે અમદાવાદ કોર્પોરેશનમાં 10, સુરત કોર્પોરેશનમાં 3, અમરેલીમાં 1, બોટાદમાં 1 રાજકોટ કોર્પોરેશનમાં 1 અને વડોદરામાં 1 મળી કુલ 17 લોકોને કોરોના ભરખી ગયો હતો.
ક્યાં કેટલા નોંધાયા કેસ
અમદાવાદ કોર્પોરેશનમાં 291, સુરત કોર્પોરેશનમાં 199, વડોદરા કોર્પોરેશનમાં 133, રાજકોટ કોર્પોરેશનમાં 111, ખેડા 56, મહેસાણામાં 56, રાજકોટમાં 53, વડોદરામાં 41, પંચમહાલમાં 36, સુરતમાં 36, પાટણમાં 33, જામનગર કોર્પોરેશન 31, ગાંધીનગર 29, સુરેન્દ્રનગર 29, સાબરકાંઠા 27, બનાસકાંઠા 26, ગાંધીનગર કોર્પોરેશન 24, કચ્છ 24, દાહોદ 23, અમરેલી 21, મોરબી 19, ભાવનગર કોર્પોરેશન 18 અને અમદાવાદમાં 15 કેસ નોંધાયા હતા.
આજે કેટલા દર્દી થયા સાજા
રાજ્યમાં આજે કુલ 1485 દર્દી સાજા થયા હતા અને 69,310 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. આ સાથે રાજ્યમાં અત્યાર સુધીમાં 82,41,960 ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજ્યમાં સાજા થવાનો દર 91.42 ટકા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
બિઝનેસ
ક્રિકેટ
Advertisement