Gujarat Corona Cases: છેલ્લા 24 કલાકમાં કોરોનાના 80 કેસ નોંધાયા, 228 દર્દીઓ થયા સાજા
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 80 કેસ નોંધાયા છે જ્યારે 2 વ્યક્તિનાં મૃત્યુ થયા છે.
ગાંધીનગરઃ ગુજરાતમાં કોરોના (Gujarat Corona Cases) સંક્રમણ કાબુમાં આવી રહ્યું છે અને રોજના કેસમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 80 કેસ નોંધાયા છે જ્યારે 2 વ્યક્તિનાં મૃત્યુ થયા છે. રાજ્યમાં આજે 228 લોકોએ કોરોનાને મ્હાત આપી હતી. હાલ રાજ્યમાં એક્ટિવ કેસની (Active Cases) સંખ્યા 2644 છે. જે પૈકી 10 દર્દી વેન્ટીલેટર પર છે. રાજ્યમાં એક દિવસમાં 228 દર્દીઓ સ્વસ્થ થયા હતા. રાજ્યમાં અત્યાર સુધીમાં આરોગ્ય વિભાગના સઘન પ્રયાસોના લીધે 8,10,979 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં સાજા થવાનો દર 98.46 ટકા છે. અત્યાર સુધીમાં 2,62,11,578 ડોઝ કોરોના વેક્સીનના (CoronaVaccine)આપવામાં આવ્યા છે. આજે કુલ 2,48,796 વ્યક્તિઓનું રસીકરણ થયું છે.
રાજ્યમાં નવા કોરોના વાયરસ કેસમાં અમદાવાદ કોર્પોરેશનમાં 15 સુરત કોર્પોરેશનમાં 18, અમરેલી 5, રાજકોટ કોર્પોરેશન 4, વડોદરામાં 4, વડોદરા કોર્પોરેશન 4, સુરત 3, વલસાડમાં 3, આણંદ, દેવભૂમિ દ્વારકા, ગીર સોમનાથ, જૂનાગઢ, ખેડા, મહેસાણા, નવસારી, પોરબંદરમાં 2-2, કેસ નોંધાયા છે.
રાજ્યમાં નવા કોરોના વાયરસ કેસમાં અમદાવાદ કોર્પોરેશનમાં 15 સુરત કોર્પોરેશનમાં 18, અમરેલી 5, રાજકોટ કોર્પોરેશન 4, વડોદરામાં 4, વડોદરા કોર્પોરેશન 4, સુરત 3, વલસાડમાં 3, આણંદ, દેવભૂમિ દ્વારકા, ગીર સોમનાથ, જૂનાગઢ, ખેડા, મહેસાણા, નવસારી, પોરબંદરમાં 2-2, કેસ નોંધાયા છે.
રાજ્યમાં 24 કલાકમાં કોરોનાના કારણે 2 દર્દીઓના મોત થયા છે. અમદાવાદમાં અને અરવલ્લીમાં 1- 1 દર્દીના મોત થયા છે. બીજી તરફ અમદાવાદમાં 35, સુરતમાં 51, વડોદરામાં 10, રાજકોટ કોર્પોરેશનમાં 5, જૂનાગઢમાં 19, દેવભૂમિ દ્વારકામાં 10, ગીર સોમનાથમાં 6 સહિત કુલ 228 દર્દીઓએ કોરોના વાયરસને મ્હાત આપી છે.
રાજ્યમાં અત્યારે કુલ 2644 દર્દીઓ એક્ટિવ પેશન્ટ તરીકે દાખલ છે, જેમાં 10 દર્દીઓ વેન્ટીલેટર પર છે. રાજ્યમાં 2634 દર્દીઓ સ્ટેબલ છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 810979 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.