શોધખોળ કરો

ચૂંટણીના પરિણામો 2024

(Source: ECI/ABP News/ABP Majha)

Gujarat Corona Cases: ગુજરાતીઓ થઈ જાવ એલર્ટ, કોરોના ફરી વકર્યો, રાજ્યમાં 104 દિવસ બાદ એક્ટિવ કેસનો આંક 2002ને પાર

Corona Cases: અમદાવાદમાં પાંચ માર્ચના એક્ટિવ કેસ 40 હતા. એક સપ્તાહમાં એક્ટિવ કેસમાં ત્રણ ગણો વધારો નોંધાયો છે.

Gujarat Corona Cases: રાજ્યમાં કોરોનાના કેસ ધીમે ધીમે વધી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં કોરોનાના નવા 48 કેસ નોંધાયા છે. માર્ચના 12 દિવસમાં કોરોના સંક્રમિતોનો આંક વધીને 271 થઇ ગયો છે. રાજ્યમાં 28 નવેમ્બર એટલે કે 104 દિવસ બાદ એક્ટિવ કેસનો આંક 200ને પાર થયો છે.

અડધાથી વધુ કેસ અમદાવાદમાં

છેલ્લા 24 કલાકમાં અમદાવાદમાંથી સૌથી વધુ 26 મહેસાણામાંથી 6, સુરત-વડોદરામાંથી 4, ભાવનગરમાંથી 3, કચ્છમાંથી 2 જ્યારે રાજકોટ-મોરબી-વલસાડમાંથી 1-1 નવા કેસ સામે આવ્યા હતા. આમ, કોરોનાના નવા કેસ પૈકીના અડધાથી વધુ અમદાવાદમાં નોંધાયા છે. ગુજરાતમાં હાલ 213 એક્ટિવ કેસ છે જ્યારે 1 દર્દી વેન્ટિલેટર પર છે. અમદાવાદમાં સૌથી વધુ 122, રાજકોટમાં 23, સુરતમાં 18, વડોદરા-મહેસાણામાં 11, ભાવનગરમાં 6, સાબરકાંઠામાં 5, ગાંધીનગર-પોરબંદરમાં 3, જુનાગઢ-કચ્છમાં 2, વલસાડ-સુરેન્દ્રનગર-નવસારી- મોરબી-ગીર સોમનાથ-બોટાદ-અમરેલીમાં 1-1 દર્દી કોરોનાની સારવાર હેઠળ છે.

અમદાવાદમાં પાંચ માર્ચના એક્ટિવ કેસ 40 હતા. એક સપ્તાહમાં એક્ટિવ કેસમાં ત્રણ ગણો વધારો નોંધાયો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોરોનાના કુલ 4304 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાં અમદાવાદમાંથી સૌથી વધુ 1170 ટેસ્ટનો સમાવેશ થાય છે. રવિવારે કુલ 277 દ્વારા કોરોના વેક્સિન લેવાઇ હતી. કુલ વેક્સિનેશન ડોઝ હવે 12.80 કરોડ છે.

અમદાવાદ શહેરમાં કોરોનાના કેસ વધવાની સાથે ઈન્ફલુએન્ઝાના એચ.થ્રી.એન.ટુ વાયરસના દસ કેસ નોંધાતા મ્યુનિ.હેલ્થ વિભાગને એલર્ટ મોડ ઉપર મુકવામાં આવ્યુ છે.શહેરના જોધપુર ઉપરાંત  બોડકદેવ, નવરંગપુરા, વેજલપુર અને મકતમપુરામાં દસ કેસ નોંધાતા મ્યુનિ.ની એસ.વી.પી. ઉપરાંત એલ.જી.હોસ્પિટલમાં આ વાયરસના ટેસ્ટ માટે મ્યુનિ.ના હેલ્થ વિભાગ દ્વારા વ્યવસ્થા કરવામાં આવી છે.

અમદાવાદમાં આ વર્ષે જાન્યુઆરીથી ૬ માર્ચ સુધીના સમયમાં સ્વાઈન ફલૂના કુલ ૪૩ કેસ નોંધાયા છે.શહેરમાં કોરોના સંક્રમણ વધવાની સાથે ઈન્ફલુએન્ઝાના નવા વાઈરસના જોધપુર વોર્ડમાં ત્રણ કેસ,બોડકદેવ વોર્ડમાં બે કેસ ,નવરંગપુરા વોર્ડમાં બે કેસ નોંધાવા પામ્યા છે.ઉપરાંત મકતમપુરા અને વેજલપુર વોર્ડમાં આ વાઈરસનો અનુક્રમે એક-એક કેસ  સહિત અત્યાર સુધીમાં કુલ દસ કેસ આ વાઈરસના સામે આવ્યા છે.આ તમામના ટેસ્ટ ખાનગી લેબોરેટરીમાં કરવામાં આવ્યા હતા.શહેરમાં આવેલા મ્યુનિ.ના અર્બન હેલ્થ સેન્ટરમાં એક પણ કેસ નોંધાયો નથી.

આ વાયરસ અત્યંત ચેપી છે.ઉધરસ કે છીંક ખાતી વખતે તે અન્યને ચેપ લગાડે છે.ચેપગ્રસ્ત વ્યકિતની અત્યંત નજીક જવાથી પણ ચેપ લાગવાનો ખતરો રહે છે.આ વાઈરસથી બચવા તમામ લોકોએ માસ્ક પહેરવો,વારંવાર સાબુથી હાથ ધોવા ઉપરાંત જાહેર સ્થળોએ થૂંકવાનુ ટાળવુ તેમજ ડોકટરની સલાહ વગર કોઈ પણ પ્રકારની દવા લેવી નહીં.

ઈન્ફલુએન્ઝાના નવા વાયરસના લક્ષણોમાં દર્દીને ઠંડી લાગવી કે પછી કફ આવવો કે તાવ આવવા જેવા લક્ષણ જોવા મળતા હોય છે.કેટલાક કીસ્સામાં ઉબકા આવવા, નાક ગળવુ કે છીંક આવવી અથવા તો ઝાડા થવા  જેવા લક્ષણ પણ જોવા મળતા હોય છે.ખોરાકને ઉતારવામાં તકલીફ થતી હોય એમ જણાય એવા સમયે નજીકના ડોકટરનો સંપર્ક કરવો.

શહેરમાં કોરોના વેકિસનનો બુસ્ટર ડોઝ લેવા અંગે લોકોમાં ઉદાસીનતા જોવા મળી રહી છે.શહેરમાં કોરોના વેકિસન માટે ૫૨ લાખથી વધુ લોકોનો મ્યુનિ.તંત્રે ટારગેટ નકકી કર્યો છે.આ સામે અત્યારસુધીમાં માત્ર 10 લાખથી વધુ લોકોએ જ કોરોના વેકિસનનો બુસ્ટર ડોઝ લીધો છે.શહેરમાં ૮૦થી વધુ મ્યુનિ.ના અર્બન અને કોમ્યુનિટી હેલ્થ સેન્ટર આવેલા છે જયાં માત્ર જેમને દેશના અન્ય રાજયમાં કે વિદેશ જવાનુ હોય એવા લોકો જ વેકિસનનો બુસ્ટર ડોઝ લેવા પહોંચતા હોવાનું સત્તાવાર સૂત્રોમાંથી જાણવા મળ્યુ છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Delhi: ચૂંટણી પહેલા કેજરીવાલનો મોટો દાવ, દિલ્હીના વૃદ્ધો માટે મોટી જાહેરાત કરી
Delhi: ચૂંટણી પહેલા કેજરીવાલનો મોટો દાવ, દિલ્હીના વૃદ્ધો માટે મોટી જાહેરાત કરી
IND vs AUS: પર્થમાં ભારતની જીત, ટીમ ઇન્ડિયાએ ઓસ્ટ્રેલિયાને પ્રથમ ટેસ્ટમાં 295 રનથી હરાવી સીરીઝ પર 1-0 લીડ મેળવી
IND vs AUS: પર્થમાં ભારતની જીત, ટીમ ઇન્ડિયાએ ઓસ્ટ્રેલિયાને પ્રથમ ટેસ્ટમાં 295 રનથી હરાવી સીરીઝ પર 1-0 લીડ મેળવી
Supreme Court: બંધારણમાંથી નહી હટે 'સમાજવાદી' અને 'ધર્મનિરપેક્ષ' શબ્દ, સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક નિર્ણય
Supreme Court: બંધારણમાંથી નહી હટે 'સમાજવાદી' અને 'ધર્મનિરપેક્ષ' શબ્દ, સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક નિર્ણય
TRAI ના આ નિર્ણયથી કરોડો યૂઝર્સને ફાયદો, Jio, Airtel, BSNL, Vi એ કરવું પડશે આ કામ 
TRAI ના આ નિર્ણયથી કરોડો યૂઝર્સને ફાયદો, Jio, Airtel, BSNL, Vi એ કરવું પડશે આ કામ 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Share Market News | મહારાષ્ટ્ર ચૂંટણી પરિણામો બાદ શેર માર્કેટમાં જોરદાર ઉછાળો, જુઓ અહેવાલPM Modi Speech : શિયાળુ સત્ર પહેલા PM મોદીનું સંબોધન, જનતાએ જેને નકર્યા તે ચર્ચા નથી થવા દેતાRajkot Heart Attack : રાજકોટમાં 11 વર્ષીય બાળકનું હાર્ટ અટેકથી મોત, પરિવારમાં માતમPatan Fake Doctor Scam : બાળ તસ્કરીમાં સંડોવાયેલા પાટણના નકલી ડોક્ટરનું રાજકીય કનેક્શન, જુઓ અહેવાલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Delhi: ચૂંટણી પહેલા કેજરીવાલનો મોટો દાવ, દિલ્હીના વૃદ્ધો માટે મોટી જાહેરાત કરી
Delhi: ચૂંટણી પહેલા કેજરીવાલનો મોટો દાવ, દિલ્હીના વૃદ્ધો માટે મોટી જાહેરાત કરી
IND vs AUS: પર્થમાં ભારતની જીત, ટીમ ઇન્ડિયાએ ઓસ્ટ્રેલિયાને પ્રથમ ટેસ્ટમાં 295 રનથી હરાવી સીરીઝ પર 1-0 લીડ મેળવી
IND vs AUS: પર્થમાં ભારતની જીત, ટીમ ઇન્ડિયાએ ઓસ્ટ્રેલિયાને પ્રથમ ટેસ્ટમાં 295 રનથી હરાવી સીરીઝ પર 1-0 લીડ મેળવી
Supreme Court: બંધારણમાંથી નહી હટે 'સમાજવાદી' અને 'ધર્મનિરપેક્ષ' શબ્દ, સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક નિર્ણય
Supreme Court: બંધારણમાંથી નહી હટે 'સમાજવાદી' અને 'ધર્મનિરપેક્ષ' શબ્દ, સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક નિર્ણય
TRAI ના આ નિર્ણયથી કરોડો યૂઝર્સને ફાયદો, Jio, Airtel, BSNL, Vi એ કરવું પડશે આ કામ 
TRAI ના આ નિર્ણયથી કરોડો યૂઝર્સને ફાયદો, Jio, Airtel, BSNL, Vi એ કરવું પડશે આ કામ 
Maharashtra CM: ફડણવીસ કે શિંદે, કોણ બનશે મહારાષ્ટ્રના આગામી CM? આજે લેવાઇ શકે છે નિર્ણય
Maharashtra CM: ફડણવીસ કે શિંદે, કોણ બનશે મહારાષ્ટ્રના આગામી CM? આજે લેવાઇ શકે છે નિર્ણય
પાટણમાં નકલી ડોક્ટરે 1.20 લાખમાં નવજાતનો કર્યો સોદો, ભાજપનો સભ્ય હોવાનો પણ થયો ખુલાસો
પાટણમાં નકલી ડોક્ટરે 1.20 લાખમાં નવજાતનો કર્યો સોદો, ભાજપનો સભ્ય હોવાનો પણ થયો ખુલાસો
Parliament Winter Session: આજથી સંસદનું શિયાળુ સત્ર, મણિપુર હિંસા-વકફ સહિતના આ મુદ્દાઓ પર થશે ચર્ચા
Parliament Winter Session: આજથી સંસદનું શિયાળુ સત્ર, મણિપુર હિંસા-વકફ સહિતના આ મુદ્દાઓ પર થશે ચર્ચા
Stock Market: મહારાષ્ટ્રમાં ભાજપની જીતથી સેન્સેક્સ-નિફ્ટીમાં તોફાની તેજી, અદાણીના શેર બન્યા રોકેટ
Stock Market: મહારાષ્ટ્રમાં ભાજપની જીતથી સેન્સેક્સ-નિફ્ટીમાં તોફાની તેજી, અદાણીના શેર બન્યા રોકેટ
Embed widget