શોધખોળ કરો
Gujarat Corona Cases Update: છેલ્લા 24 કલાકમાં 275 નવા કેસ નોંધાયા, 430 દર્દીઓએ કોરોનાને આપી મ્હાત
રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 97.26 ટકા પર પહોંચ્યો છે.

પ્રતિકાત્મક તસવીર
ગાંધીનગરઃ રાજ્યમાં કોરોનાની ગતિ ધીમી પડી ગઈ છે. કોરોના કેસમાં દિવસે દિવસે સતત ઘટાડો થઈ રહ્યો છે. છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યમાં 275 નવા કેસ નોંધાયા હતા. રાજ્યમાં કોરોના સંક્રમણથી 1નું મૃત્યુ થયું હતું. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 97.26 ટકા પર પહોંચ્યો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 430 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. તેની સાથે કુલ ડીસ્ચાર્જ થયેલા લોકોની સંખ્યા 2,55,489 પર પહોંચી છે. રાજ્યમાં હાલ 2800 એક્ટિવ કેસ છે, જેમાંથી 27 લોકો વેન્ટિલેટર પર અને 2773 લોકો સ્ટેબલ છે. અમદાવાદ કોર્પોરેશનમાં 1 દર્દીનું મોત થયું હતું. કોરોનાથી કુલ મૃત્યુઆંક 4392 પર પહોંચ્યો છે. ક્યાં કેટલા કેસ નોંધાયા રાજ્યમાં આજે વડોદરા કોર્પોરેશનમાં 69, અમદાવાદ કોર્પોરેશનમાં 47, સુરત કોર્પોરેશનમાં 43, રાજકોટ કોર્પોરેશનમાં 18, વડોદરામાં 11, નર્મદા-9, રાજકોટ-9, જુનાગઢ-7, આણંદ-5, જુનાગઢ કોર્પોરેશન-5, અમરેલી-4, ગાંધીનગર-4, ગીર સોમનાથ-4, મોરબી-4, બનાસકાંઠા-3, ભાવનગર, ભાવનગર કોર્પોરેશન, ખેડા, કચ્છ અને સાબરકાંઠામાં 3-3 કેસ નોંધાયા હતા. ગુજરાતમાં અત્યાર સુધી 4,53,161 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે. રાજ્યમાં 16 જાન્યુઆરીથી કોરોના રસીકરણની શરુ કરવામાં આવી હતી.
વધુ વાંચો




















