શોધખોળ કરો
Advertisement
Coronavirus: રાજ્યમાં પોઝિટિવ કેસનો આંકડો 186 પર પહોંચ્યો
આજે વડોદરામાં પાંચ અને ભાવનગરમાં બે પોઝિટિવ કેસ નોંધાયા છે.
અમદાવાદઃ રાજ્યમાં કોરોના વાયરસનો ખતરો સતત વધી રહ્યો છે. આ કોરોનાના કુલ સાત નવા કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં 11 કેસ નોંધાયા છે. આ સાથે રાજ્યમાં કોરોનાના કુલ 186 કેસ પોઝિટિવ છે. જ્યારે અત્યારસુધી 16 લોકો કાતિલ કોરોનાનો શિકાર બન્યા છે.
આજે વડોદરામાં પાંચ અને ભાવનગરમાં બે પોઝિટિવ કેસ નોંધાયા છે. આ પહેલા સુરતમાં 1, વડોદરામાં એક અને ભાવનગરમાં 2 નવા કેસ સામે આવ્યા હતા.
જિલ્લાવાર પોઝિટિવ કેસની સંખ્યા આ પ્રમાણે છે. અમદાવાદ - 83 (5-મોત), સુરત - 23 (4-મોત), રાજકોટ - 11, વડોદરા -18 (2-મોત), ગાંધીનગર - 13, ભાવનગર - 18 (2-મોત), કચ્છ - 2, મહેસાણા - 2, ગીર સોમનાથ - 2, પોરબંદર - 3, પંચમહાલ - 1 (1-મોત), પાટણ - 5 (1-મોત), છોટા ઉદેપુર - 1, જામનગર - 1 (1-મોત), મોરબી - 1, આણંદ - 1, સાબરકાંઠા - 1.
રાજ્યમાં જે કુલ 186 કોરોના પોઝિટિવ કેસ છે તેમાંથી 143 દર્દીની સ્થિતિ સ્થિર છે. જ્યારે 2 લોકોની સ્થિતિ ક્રિટિકલ છે અને તેમને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા છે. ઉપરાંત અત્યાર સુધીમાં 25 લોકો સાજા થઈ ગયા છે અને તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
અમદાવાદ
દુનિયા
દેશ
Advertisement