શોધખોળ કરો

પંચમહાલઃ 2002 ગોધરા ટ્રેન હત્યાકાંડ બાદ ફાટી નીકળેલા રમખાણોના 22 આરોપીઓ નિર્દોષ જાહેર

પંચમહાલના કાલોલ તાલુકાના દેલોલ ગામના 2002 મા ગોધરા ટ્રેન હત્યાકાંડ બાદ ફાટી નીકળેલા કોમી રમખાણના તમામ આરોપીઓને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે

પંચમહાલના કાલોલ તાલુકાના દેલોલ ગામના 2002 મા ગોધરા ટ્રેન હત્યાકાંડ બાદ ફાટી નીકળેલા કોમી રમખાણના તમામ આરોપીઓને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે. મળતી જાણકારી અનુસાર, હાલોલ એડિશનલ ડિસ્ટ્રિક એન્ડ સેશન્સ ફાસ્ટેક કોર્ટ દ્વારા 22 આરોપીઓને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા હતા. નિર્દોષ જાહેર કરવામાં આવેલા 22 પૈકીના 5 નાં મૃત્યુ પામ્યા છે. તમામ આરોપીઓ પર 17 લોકોની હત્યા અને રાયોટીંગનો ગુનો દાખલ હતો. નિર્દોષ કરાયેલ તમામ આરોપીઓ જામીન મુક્ત થયા હતા. કોર્ટે કહ્યું કે લાંબા સમય બાદ પણ પોલીસ આ કેસમાં નક્કર પુરાવા રજૂ કરી શકી નથી.

બચાવ પક્ષના વકીલ ગોપાલસિંહ સોલંકીએ જણાવ્યું કે એડિશનલ સેશન્સ જજ હર્ષ ત્રિવેદીની કોર્ટે તમામ 22 આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા છે.  તેમણે કહ્યું કે જજે પુરાવાના અભાવે આ ચુકાદો આપ્યો છે. તેમણે કહ્યું કે લાંબો સમય થવા છતાં પોલીસ આરોપીઓ સામે કોઈ નક્કર પુરાવા રજૂ કરી શકી નથી.

કેસની સુનાવણી દરમિયાન ફરિયાદ પક્ષે કહ્યું કે 2002ના ગુજરાત રમખાણો દરમિયાન આરોપીઓએ ઘરોને આગ લગાવીને બે બાળકો સહિત 17 લોકોની હત્યા કરી હતી. આ સિવાય પુરાવાનો નાશ કરવા માટે મૃતદેહોને આગ લગાવવામાં આવી હતી. પોલીસ તેમના મૃતદેહ મેળવી શકી નથી. નદીના કિનારે કેટલાક હાડકાં મળી આવ્યા હતા, પરંતુ તે એટલા બળી ગયા હતા કે પીડિતોની ઓળખ થઈ શકી નથી.

Gujarat Weather Update: કાતિલ ઠંડી વચ્ચે ગુજરાતમાં આ જિલ્લામાં પડી શકે છે વરસાદ, હવામાન વિભાગની આગાહી

Gujarat Weather Update: હવામાન વિભાગે ગુજરાતમાં હજુ ત્રણ દિવસ કાતિલ, હાડ થીજાવતી ઠંડીની આગાહી કરી છે. કાતિલ ઠંડીની વચ્ચે ગુજરાતમાં વરસાદના પણ સંકેત હવામાન વિભાગે આપ્યાં છે.

હવામાન વિભાગે ગુજરાતમાં હજુ ત્રણ દિવસ કાતિલ, હાડ થીજાવતી ઠંડીની આગાહી કરી છે. કાતિલ ઠંડીની વચ્ચે ગુજરાતમાં વરસાદના પણ સંકેત હવામાન વિભાગે આપ્યાં છે. હવામાન વિભાગની આગાહી મુજબ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ના કારણે આગામી દિવસોમાં  એટલે . 28 જાન્યુઆરી ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી કરાઇ છે. તો કચ્છમાં કોલ્ડ વેવની આગાહી કરાઇ છે. હવામાન વિભાગના અનુમાન મુજબ 24 કલાકમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ એપ્રોચ કરશે તો 29 જાન્યુઆરીથી ફરી ઠંડીમાં થશે વધારો થશે. રાજકોટ ગીર સોમનાથ, જૂનાગઢ કચ્છમાં કોલ્ડ વેવની શક્યતા જોવા મળી રહી છે. આ સમય દરમિયાન બનાસકાંઠા અને પાટણમાં વરસાદ રહી શકે છે. હાલ 28 સુધી તાપમાનનો પારો ઉચે જતાં ઠંડીમાં આંશિક રાહત મળશે.  હાલ નલિયામાં રાજ્યનું સૌથી વધુ ઠંડુગાર સ્થળ રહ્યું ક્યાં કેટલું તાપમાન નોંધાયું. જાણીએ

તાપમાન ક્યાં કેટલું નોંધાયું

નલિયા. 5.8 ડિગ્રી
ભુજ. 9.7 ડિગ્રી
રાજકોટ. 8.7 ડિગ્રી
પોરબંદર. 9 ડિગ્રી
દિવ. 9.9 ડિગ્રી
સુરેન્દ્રનગર. 9.9 ડિગ્રી
કેસોદ. 8.9 ડિગ્રી
ડીસા. 9.1 ડિગ્રી
ગાંધીનગર. 9.2 ડિગ્રી
અમદાવાદ. 10.4 ડિગ્રી
Cold Wave: ગુજરાતમાં કાતિલ ઠંડી યથાવત, જાણો ક્યારથી ઠંડીમાં લોકોને મળશે રાહત?

ગાંધીનગરઃ રાજ્યમાં કાતિલ ઠંડી પડી રહી છે. રાજ્યના નવ શહેરમાં ઠંડીનું તાપમાન 11 ડિગ્રીથી નીચુ નોંધાયુ હતુ. હવામાન વિભાગની આગાહી અનુસાર હજુ ત્રણ દિવસ રાજ્યમાં કડકડતી ઠંડી યથાવત રહેશે. જ્યારે કચ્છમાં આજે કોલ્ડવેવની આગાહી કરવામાં આવી છે. શુક્રવારથી તાપમાન ચાર ડિગ્રી જેટલુ વધતા ઠંડીમાં આંશિક રાહત અનુભવાશે. રાજ્યમાં ઠંડીના આંકડાની વાત કરીએ તો 6.2 ડિગ્રી સાથે નલિયામાં સૌથી નીચું તાપમાન નોંધાયુ હતુ. જ્યારે કેશોદમાં ઠંડીનો પારો આઠ ડિગ્રી પર પહોંચ્યો હતો.

 અમરેલીમાં ઠંડીનો પારો 9.6 ડિગ્રી, વલ્લભવિદ્યાનગરમાં 9.7 ડિગ્રી તાપમાન નોંધાયુ હતું.  અમદાવાદ અને રાજકોટમાં ઠંડીનો પારો 10 ડિગ્રી પર પહોંચ્યો હતો. ભૂજમાં 10.4 ડિગ્રી, ગાંધીનગરમાં 10.7 ડિગ્રી, પોરબંદરમાં 10.8 ડિગ્રી તાપમાન નોંધાયુ હતું. ડીસામાં 11.2 ડિગ્રી, સુરેન્દ્રનગરમાં 11.5 ડિગ્રી, વડોદરામાં 11.6 ડિગ્રી, દીવમાં 11.8 ડિગ્રી, મહુવામાં 11.9 ડિગ્રી તાપમાન નોંધાયુ હતું. વેરાવળમાં 12.6 ડિગ્રી, ભાવનગરમાં 13 ડિગ્રી, દમણમાં 13.4 ડિગ્રી, વલસાડમાં 13.5 ડિગ્રી, સુરતમાં 14 ડિગ્રી અને દ્વારકામાં ઠંડીનું તાપમાન 14.5 ડિગ્રી નોંધાયું હતુ.

ટોપ સ્ટોરી

Bhavnagar: ભાવનગર લઠ્ઠાકાંડમાં વધુ એક દર્દીનું મોત,મૃત્યુઆંક વધીને 13 પર પહોંચ્યો
Bhavnagar: ભાવનગર લઠ્ઠાકાંડમાં વધુ એક દર્દીનું મોત,મૃત્યુઆંક વધીને 13 પર પહોંચ્યો
કચ્છના નખત્રાણામાં મોટો ધડાકો: ભંગારના વાડામાં બ્લાસ્ટથી 2 સગા ભાઈ અને 2 માસૂમના મોત
કચ્છના નખત્રાણામાં મોટો ધડાકો: ભંગારના વાડામાં બ્લાસ્ટથી 2 સગા ભાઈ અને 2 માસૂમના મોત
ગુજરાત પોલીસમાં ઐતિહાસિક નિર્ણય: પતિ-પત્નીના કિસ્સામાં 415 પોલીસકર્મીઓની એકસાથે બદલી
ગુજરાત પોલીસમાં ઐતિહાસિક નિર્ણય: પતિ-પત્નીના કિસ્સામાં 415 પોલીસકર્મીઓની એકસાથે બદલી
અમદાવાદ સહિત રાજ્યમાં 7 દિવસ વરસાદની આગાહી: પવન સાથે વરસશે ઝાપટાં, જુઓ વેધર રિપોર્ટ
અમદાવાદ સહિત રાજ્યમાં 7 દિવસ વરસાદની આગાહી: પવન સાથે વરસશે ઝાપટાં, જુઓ વેધર રિપોર્ટ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેમ ઉતરી જાય છે ગુજરાતી ફિલ્મના પાટીયા ?
Hun To Bolish : હું તો બોલીશ : હવે ક્યારે વરસાવશે મેઘરાજા હેત ?
Kutch Scrap Godown Blast: નખત્રાણાના ભંગાર ગોડાઉનમાં ભયાનક બ્લાસ્ટ! એક જ પરિવારના 4 લોકોના મોત
Gujarat Rain Forecast : ગુજરાતમાં હજુ 7 દિવસ વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે વરસાદ?
Bhavnagar Lattha kand: ભાવનગર લઠ્ઠાકાંડ પર અત્યારના મોટા સમાચાર, મૃત્યુઆંક 11 પર પહોંચ્યો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Bhavnagar: ભાવનગર લઠ્ઠાકાંડમાં વધુ એક દર્દીનું મોત,મૃત્યુઆંક વધીને 13 પર પહોંચ્યો
Bhavnagar: ભાવનગર લઠ્ઠાકાંડમાં વધુ એક દર્દીનું મોત,મૃત્યુઆંક વધીને 13 પર પહોંચ્યો
Change Rule :1 સપ્ટેમ્બરે બદલી રહ્યાં છે ડિમેટ અકાઉન્ટ અને મ્યુચ્યુઅલ ફંડ સહિતના આ મહત્વના નિયમો
Change Rule :1 સપ્ટેમ્બરે બદલી રહ્યાં છે ડિમેટ અકાઉન્ટ અને મ્યુચ્યુઅલ ફંડ સહિતના આ મહત્વના નિયમો
IND vs SL 2nd Test: ભારતે ટોસ જીતીને બેટિંગ પસંદ કરી, સરાંશ જૈનનું ડેબ્યૂ, જાણો કોણ થયું બહાર
IND vs SL 2nd Test: ભારતે ટોસ જીતીને બેટિંગ પસંદ કરી, સરાંશ જૈનનું ડેબ્યૂ, જાણો કોણ થયું બહાર
ભાવનગર લઠ્ઠાકાંડમાં વધુ 4નાં મોત થતાં મૃત્યુઆંક 12 પહોંચ્યો, , FSL રિપોર્ટથી થયા મોટા ખુલાસા
ભાવનગર લઠ્ઠાકાંડમાં વધુ 4નાં મોત થતાં મૃત્યુઆંક 12 પહોંચ્યો, , FSL રિપોર્ટથી થયા મોટા ખુલાસા
‘મનુસ્મૃતિમાં એ શરમજનક છે કે, મહિલાઓને પિતા, પતિ અને...’, પુણેમાં રાહુલ ગાંધીનો પ્રહાર
‘મનુસ્મૃતિમાં એ શરમજનક છે કે, મહિલાઓને પિતા, પતિ અને...’, પુણેમાં રાહુલ ગાંધીનો પ્રહાર
કચ્છના નખત્રાણામાં મોટો ધડાકો: ભંગારના વાડામાં બ્લાસ્ટથી 2 સગા ભાઈ અને 2 માસૂમના મોત
કચ્છના નખત્રાણામાં મોટો ધડાકો: ભંગારના વાડામાં બ્લાસ્ટથી 2 સગા ભાઈ અને 2 માસૂમના મોત
IMD Alert: આવતીકાલે 25 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી, 80kmph ઝડપે પવન ફૂંકાશે
IMD Alert: આવતીકાલે 25 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી, 80kmph ઝડપે પવન ફૂંકાશે
ભાવનગર લઠ્ઠાકાંડ: આજે વધુ 3 દર્દીના મોતથી મૃત્યુઆંક 11 પર પહોંચ્યો; મુખ્ય આરોપીની કુંડળી ખુલી
ભાવનગર લઠ્ઠાકાંડ: આજે વધુ 3 દર્દીના મોતથી મૃત્યુઆંક 11 પર પહોંચ્યો; મુખ્ય આરોપીની કુંડળી ખુલી
Embed widget