શોધખોળ કરો
Gujarat Election 2021 Results : કચ્છ જિલ્લા પંચાયતમાં કોની થઈ જીત, જાણો ભાજપ-કૉંગ્રેસે કેટલી બેઠકો મેળવી ?
કૉંગ્રેસને કારમી હારનો સામનો કરવો પડ્યો છે. કૉંગ્રેસ એક પણ જિલ્લા પંચાયત જીતી શકી નથી. ભારતીય જનતા પાર્ટીએ રાજ્યની તમામ 31 જિલ્લા પંચાયત પર જીત મેળવી છે.

ભૂજ: રાજ્યમાં જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણીમાં ભાજપનો ભવ્ય વિજય થયો છે, જ્યારે કૉંગ્રેસને કારમી હારનો સામનો કરવો પડ્યો છે. કૉંગ્રેસ એક પણ જિલ્લા પંચાયત જીતી શકી નથી. ભારતીય જનતા પાર્ટીએ રાજ્યની તમામ 31 જિલ્લા પંચાયત પર જીત મેળવી છે. કચ્છ જિલ્લા પંચાયતમાં ભાજપની ભવ્ય જીત થઈ છે. કચ્છ જિલ્લા પંચાયતની કુલ 40 બેઠકોમાંથી ભારતીય જનતા પાર્ટીએ કુલ 32 બેઠકો પર જીત મેળવી છે. જ્યારે કૉંગ્રેસ માત્ર 8 બેઠકો પર જીત મેળવી છે. 31 માંથી ફક્ત 4 જિલ્લા પંચાયતમાં કૉંગ્રેસ ડબલ ફિગર પર પહોંચી શકી છે. મોરબી, રાજકોટ, દેવભૂમિ દ્વારકા અને પાટણ જિલ્લા પંચાયતમાં કૉંગ્રેસ ડબલ ફિગર સુધી પહોંચી છે. બાકીની 27 જિલ્લા પંચાયતોમાં તો કૉંગ્રેસ સિંગલ ડિઝિટમાં જ સમેટાઈ ગઈ છે. ગુજરાતની 31 જિલ્લા પંચાયત, 231 તાલુકા પંચાયત તથા 81 નગરપાલિકાની સામાન્ય ચૂંટણી રવિવારે યોજાઇ હતી. તેમાં જિલ્લા પંચાયતોમાં સરેરાશ 66 ટકા જેટલું મતદાન નોંધાયું હતું. 2015ની 31 જિલ્લા પંચાયતમાંથી કોંગ્રેસને 22માં જ્યારે ભાજપને 7માં સત્તા મળી હતી. બે જિલ્લા પંચાયતમાં ટાઈ થઈ હતી. આ વખતે જિલ્લા પંચાયતની ચૂંટણીમાં કૉંગ્રેસના સૂપડા સાફ થયા છે.
Before You Go
Bhavnagar Liquor Scam : ભાવનગર લઠ્ઠાકાંડના આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર





















