Gujarat Election 2022: વિધાનસભાની ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટીમાં ભંગાણ, સંગઠનના મહામંત્રી સહિત 100 હોદ્દેદારો કોંગ્રેસમાં જોડાયા
વિધાનસભાની ચૂંટણી 2022: વિધાનસભાની ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટીમાં ભંગાણ જોવા મળ્યું છે. વાંસદા તાલુકામાં આમ આદમી પાર્ટી તૂટી છે. વાંસદા તાલુકાના આપના 100 થી વધુ કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા છે.
વિધાનસભાની ચૂંટણી 2022: વિધાનસભાની ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટીમાં ભંગાણ જોવા મળ્યું છે. વાંસદા તાલુકામાં આમ આદમી પાર્ટી તૂટી છે. વાંસદા તાલુકાના આપના 100 થી વધુ કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા છે. નોંધનીય છે કે, સંગઠનના મહામંત્રી સહિતના તમામ હોદેદારો કોંગ્રેસમાં જોડાતા રાજકારણ ગરમાયું છે. નોંધનીય છે કે, આમ આદમી પાર્ટીએ પહેલીવાર તમામ બેઠકો પર ચૂંટણી લડવાની જાહેરાત કરી છે. જો કે ઉમેદવારોના નામ જાહેર થયા બાદ કેટલીક જગ્યાએ વિરોધ જોવા મળી રહ્યો છે.
ભાજપે જાહેર કરી 160 ઉમેદવારની પ્રથમ યાદી
Gujarat Election 2022: ભાજપે આજે ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઈ 160 ઉમેદવારોની યાદી જાહેર કરી છે. જેમાં 14 મહિલાઓને ટિકિટ આપવામાં આવી છે. વિરમગામથી હાર્દિક પટેલને ટિકિટ આપી છે. જ્યારે ઘણા સિનિયર નેતાઓને કાપવામાં આવ્યા છે.
આ નેતાઓ કપાયા
- બ્રિજેશ મેરજા
- આર સી ફળદુ
- વાસણ આહિર
- વિજય રૂપાણી
- નીતિન પટેલ
- ભુપેન્દ્રસિંહ ચુડાસમા
- મધુશ્રી વાસ્તવ
- હિતુ કનોડિયા
- વલ્લભ કાકડિયા
- લાખાભાઈ સાગઠીયા
- હકુભા જાડેજા
- ગોવિંદ પટેલ
- અરવિંદ પટેલ
- સુરેશ પટેલ
- કિશોર ચૌહાણ
- અરવિંદ રૈયાણી
- જગદીશ પટેલ
- રાકેશ શાહ
ઇડર બેઠક પરથી હિતુ કનોડિયાની ટિકિટ કાપવામાં આવી છે જ્યારે આ બેઠક પર રમણભાઇ વોરાને ટિકિટ આપવામાં આવી છે. ડીસા બેઠક પરથી શશિકાંતની ટિકિટ કાપવામાં આવી છે તેમના સ્થાને પ્રવિણમાલીને ટિકિટ અપાઇ છે. રાવપુરા બેઠક પરથી રાજેન્દ્ર ત્રિવેદીની ટિકિટ કપાઇ છે. તેમના સ્થાને બાલકૃષ્ણ શુક્લાને ટિકિટ અપાઇ છે. વાઘોડિયા બેઠક પરથી મધુ શ્રીવાસ્તવની ટિકિટ કાપવામાં આવી છે. તેમના બદલે અશ્વિન પટેલને ટિકિટ આપવામાં આવી છે. રાજકોટ પૂર્વથી અરવિંદ રૈયાણીની ટિકિટ કપાઇ છે તેમના બદલે આ બેઠક પર ઉદય કાનગડને ટિકિટ અપાઇ છે.
તે સિવાય રાજકોટ દક્ષિણ બેઠક પરથી ગોવિંદ પટેલની ટિકિટ કાપવામાં આવી છે. તેમના સ્થાને રમેશ ટિલાળાને ટિકિટ આપવામાં આવી છે. રાજકોટ ગ્રામ્ય બેઠક પરથી લાખાભાઇ સાગઠીયા, અમરાઇવાડી બેઠક પરથી જગદીશ પટેલની ટિકિટ કાપવામાં આવી છે. તેમના સ્થાને ડૉક્ટર હસમુખ પટેલને ટિકિટ અપાઇ છે. એલિસબ્રિજ બેઠક પરથી રાકેશ શાહની ટિકિટ કાપવામાં આવી છે. ઉપરાંત સાબરમતી બેઠક પરથી અરવિંદ પટેલની ટિકિટ કાપવામાં આવી છે. તેમના સ્થાને ડૉક્ટર હર્ષદભાઇ પટેલને ટિકિટ અપાઇ છે. મણીનગર બેઠક પરથી સુરેશ પટેલની ટિકિટ કપાઇ છે. અમરાઇવાડી બેઠક પરથી જગદીશ પટેલને ટિકિટ અપાઇ છે. વેજલપુર બેઠક પરથી કિશોર ચૌહાણની ટિકિટ કાપવામાં આવી છે.