(Source: ECI/ABP News/ABP Majha)
Gujarat Election 2022: 'ગેસના બાટલામાં તમે શું પેલા બંગાળીઓની ફિશ પકાવશો?', પરેશ રાવલના નિવેદન પર બબાલ
અભિનેતામાંથી રાજકારણી બનેલા પરેશ રાવલના નિવેદનોને કારણે વિવાદ પેદા થયો છે
Paresh Rawal Rohingya Remark: અભિનેતામાંથી રાજકારણી બનેલા પરેશ રાવલના નિવેદનોને કારણે વિવાદ પેદા થયો છે. ગુજરાત ચૂંટણીમાં પ્રચાર દરમિયાન એક સભાને સંબોધતા પરેશ રાવલે વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. જેનો વીડિયો વાયરલ થયો છે. આ નિવેદનના કારણે તેમની આકરી ટીકા થઈ રહી છે. ગુજરાતમાં પ્રથમ તબક્કાની ચૂંટણી પહેલા પરેશ રાવલ બીજેપીના પ્રચાર માટે પહોંચ્યા હતા, જ્યાં તેમણે લોકોને સંબોધિત પણ કર્યા હતા. દરમિયાન પરેશ રાવલે રોહિંગ્યા મુસ્લિમોનો ઉલ્લેખ કરતા આ નિવેદન આપ્યું હતું જેના પર વિવાદ શરૂ થયો છે.
‘babu Bhai’
— Kirti Azad (@KirtiAzaad) December 1, 2022
“Aap to Aise Na
The”!!!!
If Bangladeshis and
Rohingyas are entering
#India it means @AmitShah as Home
Minister is not doing job
properly! @SirPareshRawal
are you saying #BSF
doesn't gaurd the borders
properly? https://t.co/MuaFTC73MY
પરેશ રાવલે શું કહ્યું?
ગુજરાતના વલસાડમાં પરેશ રાવલે ગુજરાતીમાં જ લોકોને સંબોધન કર્યું હતું. જેમાં તેમણે મોંઘા ગેસ સિલિન્ડર અને રોજગારીની માંગ અંગે સરકાર વતી સ્પષ્ટતા આપવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન પરેશ રાવલે કહ્યું કે, "ગેસ સિલિન્ડર મોંઘા છે પણ તે સસ્તા થશે. લોકોને રોજગાર પણ મળશે, પરંતુ જ્યારે રોહિંગ્યા મુસ્લિમો તમારી આસપાસ રહેવા લાગશે ત્યારે શું થશે. જેમ દિલ્હીમાં થઈ રહ્યું છે. ત્યારે તમે ગેસ સિલિન્ડર ખરીદીને શું કરશો? બંગાળીઓ માટે માછલી રાંધશો?"
of course the fish is not the issue AS GUJARATIS DO COOK AND EAT FISH . BUT LET ME CLARIFY BY BENGALI I MEANT ILLEGAL BANGLA DESHI N ROHINGYA. BUT STILL IF I HAVE HURT YOUR FEELINGS AND SENTIMENTS I DO APOLOGISE. 🙏 https://t.co/MQZ674wTzq
— Paresh Rawal (@SirPareshRawal) December 2, 2022
આ દરમિયાન પરેશ રાવલે ગુજરાતનો ઉલ્લેખ કરતા કહ્યું હતું કે, ગુજરાતની જનતા મોંઘવારી સહન કરી શકે છે પણ આ નહીં. વિપક્ષનો ઉલ્લેખ કરતાં તેમણે કહ્યું કે તેઓ જે રીતે અપશબ્દો બોલે છે, તેમાંથી એકને મોં પર ડાયપર પહેરવાની જરૂર છે. હવે પરેશ રાવલના આ નિવેદનને લઈને ઉગ્ર વિવાદ શરૂ થયો છે અને વિપક્ષી નેતાઓ તેમની ટીકા કરી રહ્યા છે.
ટીએમસી સાંસદે સવાલ ઉઠાવ્યા
પરેશ રાવલનો આ વીડિયો શેર કરતી વખતે તૃણમૂલ કોંગ્રેસના નેતા કીર્તિ આઝાદે તેમના પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે ટ્વિટર પર લખ્યું હતું કે બાબુભાઈ આપ તો ઐસે ના થે. જો બાંગ્લાદેશીઓ અને રોહિંગ્યાઓ ભારતમાં પ્રવેશ કરે છે, તો તેનો અર્થ એ છે કે તેઓ ગૃહમંત્રી તરીકે તેમનું કામ સારી રીતે કરી શકતા નથી. કે પછી તમે એમ કહી રહ્યા છો કે BSF સરહદની સુરક્ષા યોગ્ય રીતે કરી શકતું નથી?
હાલ પરેશ રાવલનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. ઘણા યુઝર્સ આ વીડિયોને શેર કરી રહ્યા છે અને પરેશ રાવલ પર બંગાળીઓ અને બાંગ્લાદેશીઓ વિરુદ્ધ નફરત ફેલાવવાનો આરોપ લગાવી રહ્યા છે. કેટલાક લોકોએ તેમની ફિલ્મોનો બહિષ્કાર કરવાની વાત પણ કરી હતી. જોકે વિવાદ વધતા પરેશ રાવલે ટ્વિટ કરી માફી માંગી હતી.