શોધખોળ કરો
Advertisement
Gujarat Elections 2021 : કોંગ્રેસના આ દિગ્ગજ મહિલા નેતાએ પાર્ટીમાંથી ધરી દીધું રાજીનામું, જાણો શું કર્યો ગંભીર આક્ષેપ?
પાટણમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં નારાજગીનો દૌર યથાવત છે. કોંગ્રેસના મહિલા પ્રદેશ મંત્રી અલકા દરજીએ કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું છે.
પાટણઃ ગુજરાતમાં આગામી 21 અને 28મી ફેબ્રુઆરીએ બે તબક્કામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી યોજાવાની છે. ભાજપ અને કોંગ્રેસ દ્વારા મોટાભાગના ઉમેદવારો જાહેર કરી ધીધા છે અને ઉમેદવારોએ ફોર્મ પણ ભરવાના શરૂ કરી દીધા છે. ત્યારે ગુજરાત ભાજપમાં મોટું ભંગાણ થયું છે. કોંગ્રેસના મહિલા પ્રદેશ મંત્રી અલકા દરજીએ પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું છે.
પાટણમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં નારાજગીનો દૌર યથાવત છે. કોંગ્રેસના મહિલા પ્રદેશ મંત્રી અલકા દરજીએ કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું છે. અલકા દરજીની અવગણના થતાં મહિલા પ્રદેશ મંત્રી પદેથી રાજીનામું આપ્યું છે. અલકા દરજીની ટિકિટ કપાતા કોંગ્રેસનો સાથ છોડ્યો છે.
અલકાબેન દરજીએ કોંગ્રેસમાં ટિકિટનો વહિવટ થતો હોવાનો આક્ષેપ લગાવ્યો છે. તેમજ તેમણે વહિવટનું રેકોર્ડિંગ હોવાનો દાવો કર્યો છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
અમદાવાદ
દેશ
બિઝનેસ
Advertisement