શોધખોળ કરો
Advertisement
આજે બિનસચિવાલય કલાર્ક, ઓફિસ આસિસ્ટન્ટની યોજાશે પરીક્ષા, જાણો વિગત
રાજ્યનાં 3173 કેન્દ્ર પર બપોરે 12થી 2 કલાક દરમિયાન પરીક્ષા યોજાશે. ધો. 12 પાસ માટે સરકારી ક્લાર્ક બનવાની છેલ્લી તક.
અમદાવાદઃ બહુચર્ચિત ગૌણ સેવા પસંદગી મંડળ વર્ગ-3ની રદ થયેલી પરીક્ષા આજે બપોરના 12થી 2 વાગ્યા દરમિયાન લેવામાં આવશે. આ પરીક્ષા માટે 11 વાગ્યે પરીક્ષા ખંડમાં પહોંચવું પડશે. આ ઉપરાંત બિન સચિવાલય ક્લાર્ક અને ઓફિસ આસિસ્ટન્ટની પોસ્ટ માટે પરીક્ષા યોજાશે. ધો. 12 પાસ માટે સરકારી ક્લાર્ક બનવાની છેલ્લી તક છે.
કુલ 10 લાખ 45 હજાર 442 પરીક્ષાર્થીઓ પરીક્ષા આપશે. વર્ગ-3ની 3901 જગ્યાઓ માટે સીધી ભરતી પરીક્ષા યોજાવાની છે. જેમાં કુલ 3,173 કેન્દ્રોમાં લેખિત પરીક્ષા લેવાનું આયોજન કરાયું છે. બેઠક વ્યવસ્થા ખૂટી પડતા 4 જિલ્લાના 48 હજાર પરીક્ષાર્થીઓને અન્ય જિલ્લામાં ખસેડવામાં આવ્યા છે.
જેમાં બનાસકાંઠાથી 13 હજાર વિદ્યાર્થીઓને મહેસાણા, મહેસાણામાંથી 13 હજાર વિદ્યાર્થીઓને અમદાવાદ, ગાંધીનગરમાંથી 13 હજાર વિદ્યાર્થીઓને અમદાવાદ, અરવલ્લીમાંથી 5 હજાર વિદ્યાર્થીઓને ખેડા જ્યારે અરવલ્લીમાંથી 4 હજાર વિદ્યાર્થીઓને અમદાવાદ ખસેડવામાં આવ્યા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ગુજરાત
ગુજરાત
Advertisement