શોધખોળ કરો

ગુજરાતમાં 17 નવા તાલુકાઓના નામની જાહેરાત: જુઓ સૂચિત નવા તાલુકાના મુખ્ય મથક ક્યા હશે

આ પગલું આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલાં લેવામાં આવ્યું છે, જેનો સમાવેશ જાન્યુઆરી અથવા ફેબ્રુઆરી, 2026માં યોજાનારી ચૂંટણીઓમાં થઈ શકે છે.

Gujarat new talukas 2025: ગુજરાત સરકાર દ્વારા તાજેતરમાં 17 નવા તાલુકાઓની રચના કરવાની જાહેરાત કરવામાં આવી છે, જેનો મુખ્ય ઉદ્દેશ વહીવટી તંત્રને વધુ કાર્યક્ષમ બનાવવાનો અને નાગરિકો માટે સરકારી સેવાઓ સરળતાથી ઉપલબ્ધ કરાવવાનો છે. આ નિર્ણયથી સ્થાનિક સ્તરે વિકાસ કાર્યોને વેગ મળશે અને નાગરિકોને સરકારી કામકાજ માટે લાંબા અંતરની મુસાફરી કરવી નહીં પડે. સૂત્રોના જણાવ્યા અનુસાર, આ પગલું આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલાં લેવામાં આવ્યું છે, જેનો સમાવેશ જાન્યુઆરી અથવા ફેબ્રુઆરી, 2026માં યોજાનારી ચૂંટણીઓમાં થઈ શકે છે.

કયા નવા તાલુકાઓ અસ્તિત્વમાં આવશે?

ગાંધીનગરમાં યોજાયેલી કેબિનેટ બેઠકમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતા હેઠળ આ પ્રસ્તાવને સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે. નવા રચાયેલા તાલુકાઓ નીચે મુજબ છે:

તાલુકા વિભાજન

ક્રમ

જિલ્લો

મૂળ તાલુકો/ તાલુકાઓના નામ

નવા સૂચિત તાલુકાનું નામ

સૂચિત મુખ્ય મથક

(૧)

મહિસાગર/

પંચમહાલ

સંતરામપુર તથા શહેરા

ગોધર

ગોધર

(૨)

લુણાવાડા

કોઠંબા

કોઠંબા

(૩)

નર્મદા

ડેડિયાપાડા

ચીકદા

ચીકદા

(૪)

વલસાડ

વાપી ગ્રામ્ય, કપરાડા, પારડી

નાનાપોંઢા

નાનાપોંઢા

(૫)

બનાસકાંઠા

થરાદ

રાહ

રાહ

(૬)

વાવ

ધરણીધર

ઢીમા

(૭)

કાંકરેજ

ઓગડ

થરા

(૮)

દાંતા

હડાદ

હડાદ

(૯)

દાહોદ

ઝાલોદ

ગોવિંદ ગુરુ લીમડી

લીમડી

(૧૦)

ફતેપુરા

સુખસર

સુખસર

(૧૧)

છોટાઉદેપુર

જેતપુર પાવી

કદવાલ

કદવાલ

(૧૨)

ખેડા

કપડવંજ અને કઠલાલ

ફાગવેલ

કાપડીવાવ (ચિખલોડ)

(૧૩‌)

અરવલ્લી

ભિલોડા

શામળાજી

શામળાજી

(૧૪)

બાયડ

સાઠંબા

સાઠંબા

(૧૫)

તાપી

સોનગઢ

ઉકાઈ

ઉકાઈ

(૧૬)

સુરત

માંડવી

અરેઠ

અરેઠ

(૧૭)

મહુવા

અંબિકા

વલવાડા

નવા તાલુકાઓનો હેતુ અને લાભ

આ નિર્ણયનો મુખ્ય ઉદ્દેશ વહીવટી સુધારણા લાવવાનો છે. નવા તાલુકાઓ બનવાથી શાસન વધુ વિકેન્દ્રિત થશે અને ગ્રામીણ વિસ્તારોમાં રહેતા લોકોને તેમના દૈનિક સરકારી કામો, જેમ કે જમીન સંબંધિત દસ્તાવેજો, પ્રમાણપત્રો અને અન્ય સેવાઓ માટે નજીકમાં જ સુવિધા મળશે. આનાથી નાગરિકોનો સમય અને શક્તિ બંને બચશે, અને વહીવટી તંત્રની કાર્યક્ષમતામાં પણ વધારો થશે.

અગાઉનો નિર્ણય: 9 નવી મહાનગરપાલિકાઓ

આ અગાઉ, 2025ની શરૂઆતમાં, ભૂપેન્દ્ર પટેલ સરકારે રાજ્યમાં 9 નગરપાલિકાઓને મહાનગરપાલિકાનો દરજ્જો આપવાનો નિર્ણય કર્યો હતો. આમાં મહેસાણા, ગાંધીધામ, વાપી, નવસારી, આણંદ, સુરેન્દ્રનગર, નડિયાદ, મોરબી અને પોરબંદરનો સમાવેશ થાય છે. આ નિર્ણય પહેલાં, ગુજરાતમાં 8 મહાનગરપાલિકાઓ હતી - અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરત, જૂનાગઢ, ભાવનગર, જામનગર અને ગાંધીનગર. આ નવા ઉમેરા સાથે, રાજ્યમાં મહાનગરપાલિકાઓની કુલ સંખ્યા વધીને 17 થઈ ગઈ છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

આગામી 3 કલાકમાં સમગ્ર ગુજરાતમાં વરસાદ ખાબકશે, 15 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર, જુઓ લેટેસ્ટ વેધર અપડેટ
આગામી 3 કલાકમાં સમગ્ર ગુજરાતમાં વરસાદ ખાબકશે, 15 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર, જુઓ લેટેસ્ટ વેધર અપડેટ
18 જીલ્લામાં મેઘરાજા ધબધબાટી બોલાવશે, આગામી 48 કલાક ભારે વરસાદની આગાહી, IMD નું એલર્ટ
18 જીલ્લામાં મેઘરાજા ધબધબાટી બોલાવશે, આગામી 48 કલાક ભારે વરસાદની આગાહી, IMD નું એલર્ટ
આ તારીખથી વરસાદ ફરી ભુક્કા કાઢશે, ચોમાસાના નવા રાઉન્ડ અંગે અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી
આ તારીખથી વરસાદ ફરી ભુક્કા કાઢશે, ચોમાસાના નવા રાઉન્ડ અંગે અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી
Gujarat Rain: ગુજરાતમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય, બે દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી
Gujarat Rain: ગુજરાતમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય, બે દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી

વિડિઓઝ

Gujarat Rain Forecast: ગુજરાતમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય, બે દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી
Chandipura Virus : ચાંદીપુરા વાયરસનો કહેર યથાવત, અત્યાર સુધીમાં 23 બાળકોના મોત
Gujarat Rain : આગાહી વચ્ચે ક્યાં શરૂ થયો વરસાદ?
Surat Ragging Case : સુરતમાં રેગિંગે લીધો ડોક્ટરનો જીવ
Ahmedabad Police : દુષ્કર્મનો આરોપી ભાગવા જતા પોલીસે પગમાં મારી દીધી ગોળી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
18 જીલ્લામાં મેઘરાજા ધબધબાટી બોલાવશે, આગામી 48 કલાક ભારે વરસાદની આગાહી, IMD નું એલર્ટ
18 જીલ્લામાં મેઘરાજા ધબધબાટી બોલાવશે, આગામી 48 કલાક ભારે વરસાદની આગાહી, IMD નું એલર્ટ
આગામી 3 કલાકમાં સમગ્ર ગુજરાતમાં વરસાદ ખાબકશે, 15 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર, જુઓ લેટેસ્ટ વેધર અપડેટ
આગામી 3 કલાકમાં સમગ્ર ગુજરાતમાં વરસાદ ખાબકશે, 15 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર, જુઓ લેટેસ્ટ વેધર અપડેટ
આ તારીખથી વરસાદ ફરી ભુક્કા કાઢશે, ચોમાસાના નવા રાઉન્ડ અંગે અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી
આ તારીખથી વરસાદ ફરી ભુક્કા કાઢશે, ચોમાસાના નવા રાઉન્ડ અંગે અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી
Ahmedabad Rain: બે દિવસના ઉકળાટ બાદ અમદાવાદ શહેરમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી
Ahmedabad Rain: બે દિવસના ઉકળાટ બાદ અમદાવાદ શહેરમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી
Gujarat Rain: ગુજરાતમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય, બે દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી
Gujarat Rain: ગુજરાતમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય, બે દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી
Post Office ની ગજબ સ્કીમ, એક વખત કરો રોકાણ...પછી દર મહિને ₹5550 ની કમાણી, જાણો સ્કીમ વિશે
Post Office ની ગજબ સ્કીમ, એક વખત કરો રોકાણ...પછી દર મહિને ₹5550 ની કમાણી, જાણો સ્કીમ વિશે
IMD Rain Alerts: આગામી 5 દિવસ દેશના આ રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, જાણો હવામાન અપડેટ 
IMD Rain Alerts: આગામી 5 દિવસ દેશના આ રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, જાણો હવામાન અપડેટ 
Surat: સુરત મેડિકલ કોલેજના ડોક્ટરની આત્મહત્યા અંગે મોટો ખુલાસો, રેગિંગ થયાનો ઘટસ્ફોટ, 4 સિનિયર ડોક્ટર 6 મહિના માટે સસ્પેન્ડ
Surat: સુરત મેડિકલ કોલેજના ડોક્ટરની આત્મહત્યા અંગે મોટો ખુલાસો, રેગિંગ થયાનો ઘટસ્ફોટ, 4 સિનિયર ડોક્ટર 6 મહિના માટે સસ્પેન્ડ
Embed widget