તૌકતે વાવાઝોડુઃ ગુજરાત સરકારે માછીમારોને સહાય પેટે કેટલા રૂપિયાની કરી જાહેરાત?
ગુજરાત સરકારે વાવાઝોડા દરમિયાન દરિયાઇ વિસ્તારોમાં ભારે પવનના કારણે માછીમારોને થયેલા નુકસાન માટે સહાયની જાહેરાત કરી છે
ગાંધીનગરઃ ગુજરાત સરકારે વાવાઝોડા દરમિયાન દરિયાઇ વિસ્તારોમાં ભારે પવનના કારણે માછીમારોને થયેલા નુકસાન માટે સહાયની જાહેરાત કરી છે. મળતી જાણકારી અનુસાર ગુજરાત રાજ્ય સરકારના પ્રવક્તા રાજેન્દ્ર ત્રિવેદીએ પત્રકાર પરિષદ કરી હતી અને તૌકતે વાવાઝોડામાં માછીમારોને થયેલા નુકસાન માટે સહાયની જાહેરાત કરી હતી. મળતી જાણકારી અનુસાર વાવાઝોડામાં ચાર નાની બોટ અને 46 મોટી બોટને નુકસાન થયું હતુ. નુકસાન થયેલી બોટ માટે નુકસાની સહાય તેમજ નવી વસાવવા માટે 5 લાખ સુધીની લોન અને વ્યાજ સહાયની જાહેરાત કરાઇ હતી.
તૌકતે વાવાઝોડામાં બોટ અને સાધનસામગ્રીમાં થયેલા નુકસાન મામલે સહાય પેકેજ જાહેર કરાયું છે. ગુજરાતમાં કુલ 29716 બોટ છે. 4 નાની બોટ અને 46 મોટી બોટને નુકસાન થયું છે. માછીમારોને 35 હજાર સુધીની સહાય મળશે. સંપૂર્ણ નુકસાન થયેલ હોય તેવી નાની બોટને 75 હજાર સુધીની સહાય મળશે. તો 5 લાખની લોન પર 10 ટકા વ્યાજ સહાય આપવામાં આવશે. નવા બંદરે 37 બોટને નુકસાન થયું હતું.
હાલમાં ગુજરાત રાજયમાં માછીમારી વ્યવસાયમાં ૧૭૫૫૭ નાની બોટો તથા ૧૨૧૫૯ મોટી બોટ મળી કુલ ૨૯૭૧૬ બોટો સંકળાયેલ છે . ઉલ્લેખનીય છે કે ઉપરોકત બોટો પૈકી ૪ નાની બોટોને તથા ૪૬ મોટી બોટોને આંશિક નુકશાન થયેલ. આમ , કુલ ૫૦ બોટોને તેમજ માછીમારી જાળ / અન્ય સાધન સામગ્રીને અંદાજે રૂ .૨૫ કરોડનું નુકશાન થયેલ છે . જેમને આ રાહત પેકેજનો લાભ આપવા સરકારશ્રી દ્વારા સંવેદનશીલ નિર્ણય લેવામાં આવેલ છે . માછીમારોને તેમજ માછીમાર ઉધોગને થયેલ આર્થિક નુકશાનીમાંથી પુનઃ બેઠા કરવા સરકાર ધ્વારા માછીમારોનાં હીતમાં તાઉતે વાવાઝોડાંના કારણે થયેલ માછીમારોને નુકશાન અન્વયે જે રાહત પેકેજ મંજૂર કરેલ તે રાહત પેકેજની જોગવાઈ મુજબ જ આવી નુકશાન પામેલ બોટો માટે માછીમાર રાહત પેકેજ ૨૦૨૧ જાહેર કરવામાં આવે છે.
સુરેન્દ્રનગરમાં ભાજપ નેતાની હત્યા
સાયલા તાલુકાના ભાજપના નેતાની અજાણ્યા શખ્સોએ ગોળી મારીને હત્યા કરી નાંખતા ભાજપના કાર્યકરોમાં ભારે ચકચાર મચી ગઈ છે. સાયલા તાલુકાના સુદામડા ગામે ભાજપના હોદ્દેદાર પર અજાણ્યા શખ્સો દ્વારા જીવલેણ હુમલા કરવામાં આવ્યો હતો. ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા સાયલા તાલુકા ભાજપમાં કિસાન મોરચાના પ્રમુખ ખેંગારભાઈ રબારીનું આજે સારવાર દરમિયાન અમદાવાદ હોસ્પિટલ ખાતે મોત નિપજયું છે. જેને કારણે આ ગુનો હત્યામાં પરિણમ્યો છે.
અંદાજે ૧૫થી વધુ અજાણ્યા શખ્શોએ તીક્ષ્ણ હથિયાર વડે હુમલો તેમજ ૩ થી ૪ રાઉન્ડ ફાયરિંગ કર્યા હતા. ગંભીર રીતે ઇજાગ્રસ્ત ખેંગારભાઈને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. અગાઉની ચૂંટણી બાબતનું મનદુઃખ રાખી હુમલો કર્યો હતો.