શોધખોળ કરો

ગુજરાતમાં આગામી 3 કલાક ભારે! ગુજરાતના 12 જિલ્લાઓમાં પવન સાથે વરસાદની આગાહી

gujarat nowcast rain alert: સાંજે 7 થી રાતના 10 વાગ્યા સુધી સાબરકાંઠા, અરવલ્લીમાં 87 km/h ની ઝડપે પવન ફૂંકાશે; અમદાવાદ-ગાંધીનગર સહિત 12 જિલ્લામાં હળવા વરસાદની શક્યતા.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • હવામાન વિભાગે આગામી 3 કલાક માટે આગાહી કરી.
  • સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગરમાં ભારે વરસાદ, 87 કિમી/કલાક પવન.
  • ગાંધીનગર, અમદાવાદ સહિત 41-61 કિમી/કલાક પવન સાથે વરસાદ.
  • અમદાવાદ, વડોદરા, તાપીમાં સામાન્ય પવન સાથે હળવા ઝાપટાં.

gujarat nowcast rain alert: ગુજરાતના વાતાવરણમાં અચાનક મોટો પલટો જોવા મળી રહ્યો છે. હવામાન વિભાગે તાત્કાલિક ધોરણે એટલે કે 'નાઉ કાસ્ટ' (Nowcast) બુલેટિન જાહેર કરીને આગામી 3 કલાક માટે રાજ્યના વિવિધ ભાગોમાં હળવાથી ભારે વરસાદની આગાહી કરી છે. સાંજે 7 વાગ્યાથી લઈને રાતના 10 વાગ્યા સુધીના આ અનુમાન મુજબ, કેટલાક જિલ્લાઓમાં 87 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ભારે પવન ફૂંકાવાની અને ગાજવીજ સાથે વરસાદ પડવાની પૂરી સંભાવના છે. જ્યારે અમદાવાદ અને ગાંધીનગર સહિતના અન્ય વિસ્તારોમાં પવન સાથે હળવો વરસાદ પડી શકે છે.

આગામી 3 કલાક ક્યાં કેવો રહેશે માહોલ?

ભારે વરસાદ અને તોફાની પવનની ચેતવણી:

હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, સાબરકાંઠા, અરવલ્લી અને મહીસાગર જિલ્લામાં ગાજવીજ સાથે ભારે વરસાદ ખાબકી શકે છે. આ વિસ્તારોમાં પવનની ગતિ સૌથી વધુ ખતરનાક એટલે કે 62 થી 87 કિલોમીટર પ્રતિ કલાક રહેવાની શક્યતા છે, જેથી આ વિસ્તારોના લોકોને ખાસ સાવચેત રહેવા અને સુરક્ષિત સ્થળે રહેવા જણાવાયું છે.

મધ્યમ પવન અને હળવો વરસાદ:

બનાસકાંઠા, દાહોદ, ગાંધીનગર, ખેડા, પંચમહાલ અને મહીસાગરના અમુક ભાગોમાં પણ વાતાવરણમાં પલટો જોવા મળશે. અહીં 41 થી 61 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવા સાથે હળવો વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

સામાન્ય પવન અને ઝાપટાં:

આ સિવાય ઉત્તર અને મધ્ય-દક્ષિણ ગુજરાતના પાટણ, અમદાવાદ, આણંદ, છોટાઉદેપુર, વડોદરા, નર્મદા અને તાપી જિલ્લામાં વાદળછાયું વાતાવરણ રહેશે. અહીં 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે સામાન્ય પવન ફૂંકાવાની અને હળવા છાંટા પડવાની કે વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે.

આ પણ વાંચોઃ ગુજરાતમાં આગામી 5 દિવસ વરસાદની આગાહી; જાણો કયા 6 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ?

આજનું હવામાન અને પવનની ગતિ (1 જૂન):

ઓરેન્જ એલર્ટ: મહિનાના પહેલા જ દિવસે પૂર્વ અને મધ્ય ગુજરાતના 6 જિલ્લાઓ (સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, છોટા ઉદેપુર અને નર્મદા) માં પ્રમાણમાં વધુ વરસાદની શક્યતા હોવાથી ત્યાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે.

યલો એલર્ટ: કચ્છ, ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાત સહિત સૌરાષ્ટ્રના મોટાભાગના જિલ્લાઓમાં (દેવભૂમિ દ્વારકા, જામનગર અને પોરબંદર સિવાય) હળવાથી મધ્યમ વરસાદ માટે યલો એલર્ટ જાહેર કરાયું છે.

પવનની ગતિ: આજે ગુજરાતના ઘણા ભાગોમાં 50 થી 60 કિમી પ્રતિ કલાકની ઝડપે ભારે પવન ફૂંકાઈ શકે છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ 40 થી 50 કિમીની ઝડપે પવન ફૂંકાવાની ચેતવણી છે. દરિયામાં વાવાઝોડા અને ભારે પવનની સ્થિતિને જોતા માછીમારોને સાવચેત રહેવા અપીલ કરાઈ છે.

આ પણ વાંચોઃ 11 ચક્રવાતી સિસ્ટમ સક્રિય: દેશભરમાં 7 દિવસ વાવાઝોડા અને કરા સાથે ભારે વરસાદની આગાહી, વાંચો અહેવાલ

2 થી 4 જૂન: ક્યાં કેવો રહેશે માહોલ?

2 જૂન: ઓરેન્જ એલર્ટ હળવું થઈ જશે. પશ્ચિમ સૌરાષ્ટ્રના ત્રણ જિલ્લાઓ (દ્વારકા, જામનગર, પોરબંદર) ને બાદ કરતાં લગભગ આખા ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદ માટે યલો એલર્ટ રહેશે.

3 જૂન: આખા ગુજરાતમાં વરસાદી માહોલ જામશે. બાકી રહી ગયેલા સૌરાષ્ટ્રના વિસ્તારોનો પણ તેમાં સમાવેશ થઈ જશે, એટલે કે સમગ્ર ગુજરાત રાજ્યમાં યલો એલર્ટ લાગુ પડશે.

4 જૂન: વરસાદી સિસ્ટમનો વ્યાપ થોડો ઘટશે. કચ્છ, અમદાવાદ, ગાંધીનગર, પાટણ, મહેસાણા અને રાજકોટ સહિતના મધ્ય-ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોને રાહત મળશે. જોકે, દક્ષિણ ગુજરાત (સુરત, નવસારી, વલસાડ વગેરે), પૂર્વ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં (ભાવનગર, ગીર સોમનાથ, દીવ) હળવાથી મધ્યમ વરસાદ ચાલુ રહેશે.

Frequently Asked Questions

હવામાન વિભાગે આગામી 3 કલાક માટે શું આગાહી કરી છે?

હવામાન વિભાગે આગામી 3 કલાક માટે રાજ્યના વિવિધ ભાગોમાં હળવાથી ભારે વરસાદની આગાહી કરી છે. કેટલાક જિલ્લાઓમાં ગાજવીજ સાથે ભારે પવન ફૂંકાવાની પણ સંભાવના છે.

કયા જિલ્લાઓમાં ભારે વરસાદ અને તોફાની પવનની ચેતવણી છે?

સાબરકાંઠા, અરવલ્લી અને મહીસાગર જિલ્લામાં ગાજવીજ સાથે ભારે વરસાદ પડી શકે છે. અહીં 62 થી 87 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે.

અમદાવાદ અને ગાંધીનગર જેવા વિસ્તારોમાં કેવો વરસાદ પડશે?

અમદાવાદ અને ગાંધીનગર સહિતના અન્ય વિસ્તારોમાં 41 થી 61 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન સાથે હળવો વરસાદ પડી શકે છે.

કયા જિલ્લાઓમાં સામાન્ય પવન અને હળવા ઝાપટાંની આગાહી છે?

ઉત્તર અને મધ્ય-દક્ષિણ ગુજરાતના પાટણ, અમદાવાદ, આણંદ, છોટાઉદેપુર, વડોદરા, નર્મદા અને તાપી જિલ્લામાં સામાન્ય પવન સાથે હળવા છાંટા કે વરસાદની આગાહી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat: અતિભારે વરસાદની આગાહીને લઈ સરકાર એલર્ટ, અધિકારીઓની રજાઓ રદ, NDRF-SDRF ટીમો તૈનાત
Gujarat: અતિભારે વરસાદની આગાહીને લઈ સરકાર એલર્ટ, અધિકારીઓની રજાઓ રદ, NDRF-SDRF ટીમો તૈનાત
Gujarat Rain: ભારે વરસાદની આગાહીને પગલે પ્રશાસન એલર્ટ, 13 જિલ્લાની શાળા-કોલેજોમાં કાલે રજા જાહેર
Gujarat Rain: ભારે વરસાદની આગાહીને પગલે પ્રશાસન એલર્ટ, 13 જિલ્લાની શાળા-કોલેજોમાં કાલે રજા જાહેર
અંબાલાલ પટેલની મોટી આગાહી: 48 કલાક અતિભારે વરસાદની શક્યતા, સિસ્ટમ મજબૂત થશે તો 20 ઈંચ ખાબકશે
અંબાલાલ પટેલની મોટી આગાહી: 48 કલાક અતિભારે વરસાદની શક્યતા, સિસ્ટમ મજબૂત થશે તો 20 ઈંચ ખાબકશે
Gujarat Rain: આગામી ચાર દિવસ ગુજરાત માટે ભારે, વાવાઝોડા સાથે અત્યંત ભારે વરસાદની આગાહી
Gujarat Rain: આગામી ચાર દિવસ ગુજરાત માટે ભારે, વાવાઝોડા સાથે અત્યંત ભારે વરસાદની આગાહી
Advertisement

વિડિઓઝ

Ambalal Patel Prediction : અમદાવાદ ફરી ડૂબશે? અંબાલાલ ભૂક્કા કાઢી નાંખે એવી આગાહી
Hun To Bolish : હું તો બોલીશ : ત્રાટકવાનો છે વરસાદ?
ભાવનગરમાં બેફામ દોડતા ડમ્પરનો કહેર, એક્ટિવા પર જતા દંપતિને મારી ટક્કર
માળીયા હાટીનામાં દીપડાનો આતંક, તાલુકા પંચાયત નજીક યુવાન પર હુમલો
છોટાઉદેપુરમાં દીપડાના હુમલામાં બાળકીનું મોત, ઘરઆંગણે રમતી બાળકી પર કર્યો હતો હુમલો
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat: અતિભારે વરસાદની આગાહીને લઈ સરકાર એલર્ટ, અધિકારીઓની રજાઓ રદ, NDRF-SDRF ટીમો તૈનાત
Gujarat: અતિભારે વરસાદની આગાહીને લઈ સરકાર એલર્ટ, અધિકારીઓની રજાઓ રદ, NDRF-SDRF ટીમો તૈનાત
Gujarat Rain: ભારે વરસાદની આગાહીને પગલે પ્રશાસન એલર્ટ, 13 જિલ્લાની શાળા-કોલેજોમાં કાલે રજા જાહેર
Gujarat Rain: ભારે વરસાદની આગાહીને પગલે પ્રશાસન એલર્ટ, 13 જિલ્લાની શાળા-કોલેજોમાં કાલે રજા જાહેર
રાજ્યસભામાં પાસ થયાના એક દિવસ બાદ લોકસભામાં પણ વંદે માતરમ્ બિલ પાસ
રાજ્યસભામાં પાસ થયાના એક દિવસ બાદ લોકસભામાં પણ વંદે માતરમ્ બિલ પાસ
અંબાલાલ પટેલની મોટી આગાહી: 48 કલાક અતિભારે વરસાદની શક્યતા, સિસ્ટમ મજબૂત થશે તો 20 ઈંચ ખાબકશે
અંબાલાલ પટેલની મોટી આગાહી: 48 કલાક અતિભારે વરસાદની શક્યતા, સિસ્ટમ મજબૂત થશે તો 20 ઈંચ ખાબકશે
Gujarat Rain: રાજ્યમાં 3 દિવસ આભ ફાટવાની આશંકા, 7 જિલ્લાઓમાં રેડ એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે 
Gujarat Rain: રાજ્યમાં 3 દિવસ આભ ફાટવાની આશંકા, 7 જિલ્લાઓમાં રેડ એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે 
Trigrahi Yog 2026: 5 ઓગસ્ટે કર્ક રાશિમાં બનશે મહાશક્તિશાળી ત્રિગ્રહી યોગ! આ 4 રાશિઓની ચમકશે કિસ્મત
Trigrahi Yog 2026: 5 ઓગસ્ટે કર્ક રાશિમાં બનશે મહાશક્તિશાળી ત્રિગ્રહી યોગ! આ 4 રાશિઓની ચમકશે કિસ્મત
8th Pay Commission: ફિટમેન્ટ ફેક્ટર-ફેમિલી યુનિટને લઈ પ્રથમ વખત સરકારનું સંસદમાં નિવેદન, જાણો શું કહ્યું?
8th Pay Commission: ફિટમેન્ટ ફેક્ટર-ફેમિલી યુનિટને લઈ પ્રથમ વખત સરકારનું સંસદમાં નિવેદન, જાણો શું કહ્યું?
Commonwealth Games 2026 માં નીરજ ચોપરાએ કરી કમાલ, પાકિસ્તાનના અર્શદ નદીમને પછાડીને ફાઈનલની ટિકિટ કરી પાકી
Commonwealth Games 2026 માં નીરજ ચોપરાએ કરી કમાલ, પાકિસ્તાનના અર્શદ નદીમને પછાડીને ફાઈનલની ટિકિટ કરી પાકી
Embed widget