શોધખોળ કરો

ગુજરાતમાં આગામી 3 કલાક ભારે! આ જિલ્લાઓમાં ત્રાટકશે વરસાદ, હવામાન વિભાગનું એલર્ટ

Gujarat heavy rain warning today: આગામી 3 કલાક માટે 'નાઉકાસ્ટ' જારી; 41 થી 61 કિમીની ઝડપે પવન ફૂંકાવાની અને વીજળી પડવાની આગાહી, ખેડૂતો અને લોકોને સાવચેત રહેવા અપીલ.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • હવામાન વિભાગે ગુજરાત માટે 3 કલાકની નવી આગાહી કરી.
  • સાબરકાંઠા-અરવલ્લીમાં ભારે પવન-વીજળી સાથે મધ્યમ વરસાદની સંભાવના.
  • રાજ્યના 22 જિલ્લાઓમાં હળવા વરસાદ સાથે 'યલો વોચ' જાહેર.
  • ખેડૂતો-નાગરિકોને ખરાબ હવામાનથી સુરક્ષિત રહેવા માટે અપીલ.

Gujarat heavy rain warning today: ગુજરાતના હવામાન વિભાગ દ્વારા આજે સાંજે 4:30 વાગ્યે આગામી 3 કલાક એટલે કે સાંજે 7:30 વાગ્યા સુધી માટે તાકીદની આગાહી (નાઉકાસ્ટ) જાહેર કરવામાં આવી છે. આ નવી આગાહી મુજબ, ઉત્તર ગુજરાતના સાબરકાંઠા અને અરવલ્લીમાં ભારે પવન અને વીજળીના કડાકા સાથે મધ્યમ વરસાદની શક્યતા છે, જેના માટે 'ઓરેન્જ એલર્ટ' જાહેર કરાયું છે. જ્યારે રાજકોટ અને બનાસકાંઠા સહિત રાજ્યના અન્ય 22 જિલ્લાઓમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે.

સાબરકાંઠા અને અરવલ્લી માટે 'ઓરેન્જ એલર્ટ'

હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, આગામી 3 કલાકમાં સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ મધ્યમ વરસાદ પડી શકે છે. આ વિસ્તારોમાં 41 થી 61 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે વાવાઝોડા જેવા તોફાની પવન ફૂંકાવાની શક્યતા છે. આ સાથે જ વાદળથી જમીન પર 30% થી 60% જેટલી વીજળી પડવાની સંભાવના હોવાથી આ બંને જિલ્લાઓ માટે ખાસ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

22 જિલ્લાઓમાં 'યલો વોચ' અને હળવો વરસાદ

રાજ્યના અન્ય 22 જિલ્લાઓમાં પવનની ગતિ 40 કિલોમીટર પ્રતિ કલાકથી ઓછી રહેશે અને 5 mm/hr થી ઓછો હળવો વરસાદ પડવાની સંભાવના છે. આ વિસ્તારો માટે હવામાન વિભાગે 'યલો વોચ' જાહેર કરી છે. અહીં વીજળી પડવાની શક્યતા 30% થી ઓછી એટલે કે નહિવત છે. આ જિલ્લાઓ નીચે મુજબ છે:

ઉત્તર અને મધ્ય ગુજરાત: બનાસકાંઠા, પાટણ, મહેસાણા, મહીસાગર, દાહોદ, પંચમહાલ અને છોટાઉદેપુર.

સૌરાષ્ટ્ર અને દીવ: સુરેન્દ્રનગર, રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, બોટાદ અને દીવ.

દક્ષિણ ગુજરાત અને કેન્દ્રશાસિત પ્રદેશો: નર્મદા, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ તેમજ દાદરા અને નગર હવેલી.

આ પણ વાંચોઃ આગામી 3 કલાકમાં અમદાવાદ સહિત 11 જિલ્લામાં વરસાદ ધબધબાટી બોલાવશે, હવામાન વિભાગની આગાહી

સંભવિત અસરો અને સાવચેતીના પગલાં

આ વરસાદ અને વાવાઝોડાના કારણે જ્યાં મધ્યમ વરસાદ છે તેવા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવા, ટ્રાફિક જામ થવો કે ગટરો ઉભરાવાની સમસ્યા થઈ શકે છે. ભારે પવનના લીધે કાચા મકાનો, હોર્ડિંગ્સ કે વૃક્ષો પડવાનો પણ ડર છે. આ ઉપરાંત, એરપોર્ટ અને ફ્લાઈટની કામગીરી પર પણ થોડી અસર જોવા મળી શકે છે. હવામાન વિભાગે ખાસ કરીને ખેડૂતોને પોતાના પાક અને પશુધનને સુરક્ષિત જગ્યાએ ખસેડવા અને સામાન્ય નાગરિકોને ખરાબ વાતાવરણ અને વીજળી ચમકતી હોય ત્યારે સલામત સ્થળે જ રહેવા અપીલ કરી છે.

Frequently Asked Questions

ગુજરાતના હવામાન વિભાગ દ્વારા તાજી આગાહી ક્યારે અને કેટલા સમય માટે જાહેર કરવામાં આવી છે?

હવામાન વિભાગ દ્વારા આજે સાંજે 4:30 વાગ્યે આગામી 3 કલાક એટલે કે સાંજે 7:30 વાગ્યા સુધી માટે તાકીદની આગાહી જાહેર કરવામાં આવી છે.

કયા જિલ્લાઓ માટે 'ઓરેન્જ એલર્ટ' જાહેર કરવામાં આવ્યું છે અને તેના પાછળનું કારણ શું છે?

સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાઓ માટે 'ઓરેન્જ એલર્ટ' છે. અહીં મધ્યમ વરસાદ, 41-61 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન અને 30-60% વીજળી પડવાની સંભાવના છે.

રાજ્યના કયા જિલ્લાઓ માટે 'યલો વોચ' જાહેર કરાઈ છે અને ત્યાં કેવા વરસાદની શક્યતા છે?

રાજકોટ, બનાસકાંઠા સહિત 22 જિલ્લાઓ માટે 'યલો વોચ' છે. આ વિસ્તારોમાં 40 કિલોમીટર પ્રતિ કલાકથી ઓછી ઝડપે પવન સાથે હળવો વરસાદ પડવાની સંભાવના છે.

હવામાનની આગાહીને પગલે નાગરિકો અને ખેડૂતોને શું સાવચેતી રાખવા જણાવાયું છે?

ખેડૂતોને પાક અને પશુધનને સુરક્ષિત જગ્યાએ ખસેડવા સલાહ અપાઈ છે. સામાન્ય નાગરિકોને ખરાબ વાતાવરણ અને વીજળી હોય ત્યારે સલામત સ્થળે રહેવા અપીલ કરાઈ છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

ખેડૂત આજે પોતાના દીકરાને ખેડૂત બનાવવા નથી માંગતો, દારૂબંધી અને ખેડૂતોની સ્થિતિ પર ગેનીબેને ભાજપને ઘેરી
ખેડૂત આજે પોતાના દીકરાને ખેડૂત બનાવવા નથી માંગતો, દારૂબંધી અને ખેડૂતોની સ્થિતિ પર ગેનીબેને ભાજપને ઘેરી
Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ
Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ
CM ભૂપેન્દ્ર પટેલ અમેરિકાના પ્રવાસે રવાના, Vibrant Gujarat 2027 માટે વિદેશી રોકાણકારોને આપશે આમંત્રણ
CM ભૂપેન્દ્ર પટેલ અમેરિકાના પ્રવાસે રવાના, Vibrant Gujarat 2027 માટે વિદેશી રોકાણકારોને આપશે આમંત્રણ
ખેડાના ઠાસરામાં બ્રિજ ધરાશાયી, બે ગામ વચ્ચેનો સંપર્ક કપાયો; ગ્રામજનોએ અધિકારીઓનો કર્યો ઘેરાવ
ખેડાના ઠાસરામાં બ્રિજ ધરાશાયી, બે ગામ વચ્ચેનો સંપર્ક કપાયો; ગ્રામજનોએ અધિકારીઓનો કર્યો ઘેરાવ
Advertisement

વિડિઓઝ

Gujarat Rain Alert: ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદનો માહોલ, જાણો કયા જિલ્લાઓમાં પડશે ભારે વરસાદ
Amit Chavda: ભાજપ નેતા દારુ સાથે ઝડપાતા કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાના ભાજપ પર પ્રહાર
Bharuch News: ભરૂચમાં ભાજપનો નેતા જ નીકળ્યો બુટલેગર!
Kheda Bridge Collapse : ગુજરાતમાં વધુ એક બ્રિજ ધરાશાયી, બે ગામ વચ્ચેનો સંપર્ક કપાયો
Gujarat Rain Breaking News : આજે ગુજરાતમાં ક્યાં ક્યાં પડ્યો વરસાદ?
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, IMD એ રેડ-ઓરેન્જ એલર્ટ આપ્યું
આવતીકાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, IMD એ રેડ-ઓરેન્જ એલર્ટ આપ્યું
ગોઝારો રવિવાર: રાજકોટ અને ઉમેટામાં પાણીમાં ડૂબી જવાથી 6 માસૂમ બાળકોના કરુણ મોત
ગોઝારો રવિવાર: રાજકોટ અને ઉમેટામાં પાણીમાં ડૂબી જવાથી 6 માસૂમ બાળકોના કરુણ મોત
ખેડૂત આજે પોતાના દીકરાને ખેડૂત બનાવવા નથી માંગતો, દારૂબંધી અને ખેડૂતોની સ્થિતિ પર ગેનીબેને ભાજપને ઘેરી
ખેડૂત આજે પોતાના દીકરાને ખેડૂત બનાવવા નથી માંગતો, દારૂબંધી અને ખેડૂતોની સ્થિતિ પર ગેનીબેને ભાજપને ઘેરી
રશિયા પર યુક્રેનનો અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રોન હુમલો: મિસાઈલ ફેક્ટરી બળીને ખાખ
રશિયા પર યુક્રેનનો અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રોન હુમલો: મિસાઈલ ફેક્ટરી બળીને ખાખ
IND vs SL Day 2 Highlights: બીજા દિવસે ભારત 460/9, દેવદત્ત પડિકલની 167 રનની ઐતિહાસિક સદી
IND vs SL Day 2 Highlights: બીજા દિવસે ભારત 460/9, દેવદત્ત પડિકલની 167 રનની ઐતિહાસિક સદી
Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ
Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ
GAS કેડરના 144 ડેપ્યુટી કલેક્ટરની તાત્કાલિક બદલી: જાણો તમારા જિલ્લાના કયા અધિકારી બદલાયા
GAS કેડરના 144 ડેપ્યુટી કલેક્ટરની તાત્કાલિક બદલી: જાણો તમારા જિલ્લાના કયા અધિકારી બદલાયા
આવતીકાલથી ગેસના બાટાલના વધુ રૂપિયા ચૂકવવા પડશે? આજે જ આ કામ પતાવી લો
આવતીકાલથી ગેસના બાટાલના વધુ રૂપિયા ચૂકવવા પડશે? આજે જ આ કામ પતાવી લો
Embed widget