(Source: ECI/ABP News/ABP Majha)
ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા કોરોના વાયરસથી સંક્રમિત, ટ્વિટ કરીને આપી જાણકારી
પ્રદિપ સિંહ જાડેજા ( Gujarat's Home Minister)એ ટ્વિટ કરીને જાણકારી આપી હતી કે, મને સામાન્ય લક્ષણો જણાતા તબીબોની સલાહ પ્રમાણે હૉસ્પિટલમાં દાખલ થઈ રહ્યો છું. સાથે તેમણે અપીલ કરી છે કે, સંપર્કમાં આવેલા તમામ લોકો ટેસ્ટ કરાવે.
ગાંધીનગર: રાજ્યમાં ફરી કોરોના વાયરસે (Coronavirus)તાંડવ મચાવ્યો છે ત્યારે રૂપાણી સરકારના વધુ એક મંત્રી કોરોના વાયરસની ઝપેટમાં આવ્યા છે. ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ (Pradipsinh Jadeja)જાડેજા કોરોના વાયરસથી સંક્રમિત છે. આ અંગેની જાણકારી ખૂદ પ્રદીપસિંહ જાડેજા (Pradipsinh Jadeja)એ ટ્વિટ કરીને આપી હતી. આ પહેલા ઊર્જામંત્રી સૌરભ પટેલ(Saurabh patel)ને કોરોના સંક્રમિત થયા હતા. મંત્રી સૌરભ પટેલેનો કોરોના (Corona)રેપીડ ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો.
પ્રદિપ સિંહ જાડેજા ( Gujarat's Home Minister)એ ટ્વિટ કરીને જાણકારી આપી હતી કે, મને સામાન્ય લક્ષણો જણાતા તબીબોની સલાહ પ્રમાણે હૉસ્પિટલમાં દાખલ થઈ રહ્યો છું. સાથે તેમણે અપીલ કરી છે કે, સંપર્કમાં આવેલા તમામ લોકો ટેસ્ટ કરાવે.
અગાઉ વિધાનસભા બજેટ સત્ર (Assembly budget session)દરમિયાન 10થી વધારે ધારાસભ્યો (MLA) કોરોનાની ઝપેટમાં આવ્યા હતા. વિધાનસભામાં કોરોનાની એંટ્રી થતા મુલાકાતીઓ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. મંત્રીઓની ચેમ્બરમાં પણ કર્મચારીઓની સંખ્યામાં ઘટાડો કરાયો છે. આમ છતાં ધારાસભ્યો કોરોના સંક્રમિત થવામાં બાકાત નથી રહ્યા. મંગળવારે ઉર્જા મંત્રી સૌરભ પટેલ (Saurabh Patel) અને ભરુચના ધારાસભ્ય દુષ્યંત પટેલ (Dushyant Patel) કોરોના (Corona virus) સંક્રમિત થયા હતા.
ગુજરાતમાં શું છે કોરોનાની સ્થિતિ ?
રાજ્યમાં કોરોના સંક્રમણ કેસમાં દરરોજ ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. દિવસેને દિવસે સતત રેકોર્ડબ્રેક કેસ નોંધાઈ રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના ( Coronavirus) 2815 કેસ નોંધાયા હતા. જ્યારે વધુ 13 લોકોના કોરોના (Corona) સંક્રમણથી મોત થયાં હતા. રાજ્યમાં આજે 2063 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં અત્યાર સુધી 2,96,713 લોકો કોરોનાને મ્હાત આપી ચુક્યા છે.
રાજ્યમાં એક્ટિવ કેસ (Active cases)ની સંખ્યા વધીને 14 હજારને પાર નજીક પહોંચી ગઈ છે. રાજ્યમાં હાલ એક્ટિવ કેસનો આંકડો 14298 પર પહોંચ્યો છે. જેમાંથી 161 લોકો વેન્ટિલેટર પર અને 14137 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 94.03 ટકા છે.